વસંત ઋતુ નિબંધ ગુજરાતી | Vasant Rutu nibandh in Gujarati

vasant rutu nibandh in gujarati, વસંત ઋતુ નિબંધ ગુજરાતી, વસંત ઋતુ નિબંધ, વસંત ઋતુ વિશે નિબંધ, વસંત ઋતુ પર નિબંધ, Essay on vasant Rutu In Gujarati, vasant Rutu Essay In Gujarati, વસંત ઋતુ નિબંધ ધો 1,2,3,4,5,6,7,8,9,10,11,1212

દુનિયા માં અનેક જગ્યા એ વિવિધ પ્રકારની આબોહવા અને વાતાવરણ,ઋતુઓ જોવા મળે છે. જેમાં ખાસ કરીને આપણા ભારતમાં અનેક પ્રકારની આબોહવા,ઋતુઓ જોવા મળે છે. જેમાં મુખ્ય ઋતુ છે. શિયાળો, ઉનાળો ચોમાસુ છે. જેમાં આ ત્રણ ઋતુની પેટા ઋતુ ૬ છે. જેમાં હેમંત,શિશિર,વસંત,ગ્રીષ્મ, વર્ષા, શરદ છે. જેમાં સૌથી મહત્વની અને જેની વાત કરવાની છે. એ છે, ઋતોનો રાજા “ઋતુ રાજ” વસંત ઋતુ શિરમોર છે. અને વર્ષા એ ઋતુઓ ની રાણી ક્રહેવાય છે.

અર્થાત, હેમંત ઋતુમાં એટલે કે શિયાળામાં સંચિત થયેલો કફ દોષ વસંત ઋતુમાં સૂર્યના કિરણોથી દ્રવીભૂત થઈને પ્રકોપ પામે છે. વસંતઋતુ એ આ કફને ઓગાળી તેને મળમૂત્ર દ્વારા બહાર કાઢી નાખવાનો ઉત્તમ સમય છે. આ ઋતુમાં ઉપવાસ કરવાથી શરીર નીરોગી તો રહે જ છે સાથે સાથે ઇન્દ્રિયો અને મન પર કાબૂ રહે છે.

વસંત ઋતુ પર નિબંધ 500 શબ્દો – 500 Word Essay on Vasant Ritu In Gujarati

વસંત ઋતનું આગમન

વસંતઋતુ જે ઋતુઓનો રાજા કહેવાય તેની શરૂઆત માર્ચ મહિના થી જૂન મહિના સુધી ચાલે છે. જે શિયાળાનો અંત અને ઉનાળા ની શરૂઆત દર્શાવે છે. અને પૃથ્વી પર જ્યારે ઉત્તર ગોળાર્ધમાં વસંત ઋતુ હોય છે. ત્યારે દક્ષિણ માં પાનખર ઋતુ હોય છે. વસંતઋતુ માં જંગલો માં નવો જન્મ થાય છે. વન સોળે કળાએ ખીલી ઊઠે છે. ફૂલો નવા આવે છે. વૃક્ષો પર નવા પર્ણ ફૂટે છે. અને આખું જંગલ જાણે નવજીવિત થયુ હોય એવું યોવન સાથે ખીલવા લાગે છે. 

આમ્રકુંજ માં પીપહા પુકાર કરે છે. અને વસંત ને આવકારે છે. વસંત ઋતુ માં ફૂલો ખીલે છે. અને બધું રંગબેરંગી થયી જાય છે.તેમાં પણ ખાસ કરીને ખાખરા ના વૃક્ષ પર કેસુડાના ફૂલો ખીલી ઊઠે છે. જે ફાગણ માસ માં જ આવે છે. બગીચામાં   મોગરા,ગુલાબ, ચંપો જેવા ફૂલો ખીલી ઊઠે છે. અને ભમરાઓ અવાજ કરતા તેનો રસ પીવા આવે છે. વસંત ને યોવનનની સરિતા કહે છે. તે સોંદર્ય  સુગંધનો ખજાનો છે. વસંત ઋતુ માં ભ્રમણ કરવાનું એ રસપ્રદ છે. એટલે કે પ્રવાસ કરવું એ સરળ બની જાય છે. લોકો આ સમય દરમિયાન જ પ્રવાસે જાય છે. કેમકે ત્યારે ઠડી અને ગરમી નું વાતાવરણ સંતુલિત રહેલું હોય છે.

વસંતઋતુ એટલે પૃથ્વી માં નવી ચેતના નું અને આનંદનું પ્રાણ તત્વ વસંત એટલે ઉમંગ ઉત્સાહ રંગો, રાગ નો સરવાળો જે આપણા કવિ શ્રી મનોજ ખડેરિયાની વસંત નું વર્ણન કરે છે.,

“આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,

ફૂલો એ બીજું કંઈ નથી ,પગલાં વસંતના.

વસંતઋતુ ના તહેવાર

વસંતઋતુ એ ઉનાળા અને શિયાળા વચ્ચે નો સમયગાળો છે. જેમાં ઉનાળાની શરૂઆત થાય છે. અને શિયાળાનો અંત આવે છે. ત્યારે આ સમય દરમિયાન પેહેલા તો

વસંતપંચમી,હોળી,ધુળેટી,જેવા તહેવારો આવે છે. જેમાં કેસુડા થી લોકો.હોળી ધુળેટી રમે છે. અને આનદ માણે છે. લોકો અબીલ ગુલાલ થી વસંત ને વધાવે છે. હોળી ની સાંજે લોકો હોળી પ્રગટાવે છે. અને ત્યારે શિયાળાનો અંત આવે છે. વસંતપંચમીનો તહેવાર મહાસુદ પાંચમ ના દિવસે ઉજ્વામાં આવે છે.સરસ્વતી પૂજા ને શ્રી પંચમી તરીકે  જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે.  હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.

વસંત ઋતુ કવિતા – Vasant Rutu Poem In Gujarati

“વસંતનાં વધામણાં

પર્ણ પણે પ્રીત પાંગરે રે સખી 

જોને વસંતનાં વધામણાં થાય રે સખી.

બાગમાં ફોરમ ફુલડે મહેકાય રે સખી, 

પ્રકૃતિએ કર્યો છે અદ્ભુત શણગાર રે સખી.

કેસુડાના રંગ એ અગ્નિ પ્રજાળી વનમાં રે સખી, 

વગડાને કસુંબલ રંગ જામ્યો રે સખી.

કૂકે કોયલ મતવાલી બુલબુલ પણ વળી ગાય રે સખી, 

પપીહા ના રાગે મારા અંતરે દાહ થાય રે સખી.

મધુકર ગુંજે ક્યારી કરે પરાગ તણું રસપાન રે સખી 

આલ્હાદક આ ઋતુમાં વાગ્યાં છે વિરહના મને બાણ રે સખી.

રસ શ્રૃંગાર ભરેલ ઋતુ વસંત આવી રે સખી. 

પ્રીતમ પરદેશ છે મારો હૈયુ મારું હણાય રે સખી.

વાસંતી વાયરાને કહું જાને તું મારા પિયુ ને દેશ રે સખી, 

વ્હેલેરા આવો તમ વિણ કોરી ન જાય આ પ્રેમની ઋતુ રે સખી.”

– Manisha Patel

વસંત ઋતુ શાયરી – Vasant Rutu Shayari In Gujarati 

“તારી છેલ્લી ઝલક મને હજી યાદ છે.. 

રોકાઈ જા એ મનનો સાદ છે 

તું ફરી વસંત બની આવીશ ..

મને ઇંતજાર છે…

શ્વાસ ઝરા અટકી પડ્યો .

જ્યારે ખબર પડી

તારા સરનામા માં જરા બદલાવ છે.”


“ઉડે છે ઠેર ઠેર ફુવારાઓ રંગના,

મને થાય છે કે ડૂબી મરીએ વસંતમાં,

કંટક ક્યાંથી હોય અનુભવ વસંત નો,

ફૂલો જ માત્ર પી શકે આસવ વસંતનો “


“મલયાનીલોની પીંછી ને રંગો ના ફૂલોના લે,

દોરી રહિયું છે કોણ આ નકશા વસંતના?”

આપણા ભાગવત માં પણ વસંત ઋતુ વિશે માહિતી આપી છે,

“वसन्ते निचितः श्लेष्मा दिनकृभ्दाभिरितः।

कायाग्नि बाधते रोगास्ततः प्रकुरते बुहन ।।

तस्माद् वसन्ते कर्माणि वमनादीनी।”

ઉપસંહાર

વસંત ઋતુ સાથે અન્ય કોઈ ઋતુ ની તુલના થઈ શકે નહીં. શરદનું પોતાનું સૌંદર્ય છે તે સાચું પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ એ શીતળ સૌંદર્ય ફિક્કું લાગે છે વર્ષાઋતુના વૈભવ કરતાં પણ વસંતનું માદક સૌન્દર્ય વધારે આકર્ષક લાગે છે. વસંતઋતુ સમગ્ર પ્રકૃતિ ને નવી તાજગી બક્ષે છે. ખરેખર વસંત ઋતુ રાજ છે. વસંતઋતુમાં માનવી પશુ પક્ષી આનંદિત થયી જાય છે.

વસંતઋતુ નો મહિમા દર્શાવતા આપડા કવિઓ લખે છે.

અમને આશા છે ,કે આપ લોકોને અમારો આ નિબંધ પસંદ આવ્યો હશે. અને તેમાંથી નવુ જાણવા પણ મળ્યું હશે તેથી અમારો આ નિબંધ બીજા મિત્રો અને વિદ્યાર્થી ને શેર કરો જેથી તેમને પણ જાણકારી મળી શકે. 

Leave a Comment