વર્ષાઋતુ નિબંધ ગુજરાતી | Varsha Ritu Nibandh in Gujarati

વર્ષાઋતુ નિબંધ ગુજરાતી, વર્ષાઋતુ નો નિબંધ, વર્ષાઋતુ નિબંધ ગુજરાતી ધોરણ 1,2,3,4,5,6,7,8,9,10,11,12, varsha ritu nibandh in gujarati std 5, Varsha Ritu Essay in Gujarati, Essay on Varsha Ritu in Gujarati, varsha ritu par nibandh in gujarati

આપણા ભારતમાં મુખ્ય ઋતુ છે  શિયાળો , ઉનાળો, ચોમાસુ જેમાં અન્ય પેટા ઋતુ પણ છે. ભારત માં આ પ્રકારની આબોહવા જોવા મળે છે. જેમાં સૌથી વધુ મહત્વની હોય તો એ છે. ચોમાસુ એટલે કે વર્ષાઋતુ 

વરસાદની ઋતુ કે જેમાં ભરપૂર વરસાદ આવે છે. અને ચારેબાજુ પાણી પાણી થઇ જાય છે. બધા આનંદ માં આવી જાય છે. ઋતુઓની રાણી વર્ષાઋતુ તરીકે ઓળખાય છે.

વર્ષાઋતુ નો નિબંધ 700 શબ્દો – 700 Words Essay on Varsha Ritu in Gujarati

વર્ષાઋતુ નું આગમન

ઉનાળાના અકરા તાપ પછી ધીમે ધીમે ચોમાસાનું આગમન થાય છે. જુન થી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારત તેમના કુલ વાર્ષિક વરસાદના 90% થી વધુ વરસાદ પડે છે. અને દક્ષિણ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં તેમના કુલ વાર્ષિક વરસાદના 50%-75% થી વધુ વરસાદ મેળવે છે. તે શ્રાવન ભાદરવા મહિનામાં શરૂ થાય છે.

આ ઋતુમાં ખેડૂતો, બાળકો ખુબ આનંદ મનાવી જાય છે. ખેડૂતોને હાશકારો થાય છે.કે તેમના પાકને પૂરતું પાણી મળી રહેશે. અને યોગ્ય વળતર પ્રાપ્ત થશે.ચોમાસામાં મકાઈ,શેરડી,ડાંગર,મગફળી જેવા પાણી વાળા પાક થાય છે. અને આ પાક ને ખરીફ પાક પણ કહે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે ગ્રીષ્મ ઋતુ ના આકરા તાપ થી તપી ગયેલી જમીનમાં વરસાદ આવતા તેમાં પાણી પડે છે. અને જમીન તાપ થી તપી ગયેલી હતી. જે થોડી ઠંડી પડે છે. જમીન માં પાણી નીચે ઉતરે છે. માટી ની સરસ મજાની મીઠી મીઠી સુગંધ આવે છે. અને વાતાવરણ ઠડું બની જાય છે.

વર્ષાઋતુનું દ્રશ્ય

ચોમાસામાં વરસાદ આવતા આકાશમાં વાદળા ઘેરાય જાય છે .એકદમ ઘનઘોર થયી જાય છે. ત્યાર બાદ ધીમે ધીમે વરસાદ પડે છે. અને મોરને ખબર પડે છે. મોર વરસાદ ને આવતા જોય આનંદિત થયી જાય. અને પોતાના પંખ ફેલાવે છે.અને કળા કરવા લાગે છે. આ હોય ને બીજા પશુ પક્ષી પણ આનદમાં આવી જાય છે. ધરતી પર પાણી ની બુંદ પડે છે. વધુ વરસાદ આવતા મેદાનો,જંગલો વગેરે માં ઘાસ ઊંગે છે. ધરતી માતા એ લીલી ચાદર ઓઢી હોય એવું લાગે છે. ચારે બાજુ લીલોતરી છવાય જાય છે.nદેડકા અવાજ કરે છે. કોયલ પોતાના મધુર અવાજ થી કુ..કુ.. કરે છે. અને નાના બાળકો નું તો કહેવું જ શું એ લોકો તો વરસાદની જ રાહ જોય ને બેઠા હોય છે. કે ક્યારે વરસાદ આવે અને શાળા એ રજા પડે તેઓ વરસાદમાં નાવા નીકળે છે. 

કાગળની હોડી બનાવે છે.અને આનંદ માણે છે. લેખક કે જે વરસાદની રાહ જોય ને બેઠા હોય પોતે કવિતા ની બોછાર કરી દે છે. અને બાળકો પોતાનું જૂનું જાણીતું ગીત ગાય છે. “આવે રે વરસાદ ઢેબરિયો વરસાદ , ઉની ઉની રોટલી ને કરેલા નું શાક”. બધી જ જગ્યા એ હરિયાળી દેખાય છે. વૃક્ષોમાં,છોડમાં, નવા પાન ફૂટે છે. ફૂલો આવે છે. આકાશ માં મેઘધનષ્ય રચાય છે. જે નશીબદાર હોય તેને આ સુંદર નજારો જોવા ની તક મળે છે. નદી નાળા ,સરોવરો છલકાય જાય છે. બધે પાણી ફરી વળે છે. પવન ના સૂસવાટા વાય છે. વીજળીના ડાકાભડાકા થાય છે. અને ઘરો માં ભજિયાં આનદ લોકો લે છે.

વર્ષાઋતુમાં આવતા તહેવારો

એવું નથી ચોમાસામાં માત્ર વરસાદ જ આવે છે. આ મોસમ દમિયાન અનેક પ્રકારના તહેવારો પણ આવે છે.  ઋતુ દરમિયાન અસંખ્ય પરંપરાગત ઉપવાસ અને તહેવારો ઉજવવામાં આવે છે, તેમાંના કેટલાક ગણેશ ચતુર્થી , દશેરા, રથયાત્રાઓ, કંવારિયાઓ, જન્માષ્ટમી, વર્ષા મોંગોલ રમઝાન અને  મેળાઓ તમામ ચોમાસાના તહેવારોમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સૌથી પહેલા બધા લોકો નો પ્રિય એવો જન્માષ્ટમી નો તહેવાર આવે છે. પછી રક્ષાબંધન આવે છે. લોકો વરસાદ માં પણ ખુબ ધૂમધામ થી તહેવાર ઊજવે છે.

અતિવૃષ્ટિ

વર્ષાઋતુ એટલે જે ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ માપમાં વરસે ત્યારે તો વાંધો ન આવે પરંતુ જ્યારે ભારે ભરઘમ ધોધમાર વરસાદ આવતા ખુબ મુશ્કેલી પડે છે. નદી નાળા સરોવરો છલકાય જાય છે.ખેતરો માં પાણી ભરાય જાય છે. અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે. તેમનો પાક ધોવાય જાય છે.

 શહેરો માં તો વાત જ ન પૂછો ચારેબાજુ રોડ પર પાણી પાણી ભરાય જાય છે. અને ગટરો ઉભરાય જાય છે. જેથી લોકો ને ખુબ મુશ્કેલી પડે છે, અને નાના બાળકોનું પણ ખુબ ધ્યાન રાખવું પડે છે. જેથી તેમાં ફસાય ન જાય. લોકો વરસાદથી બચવા માટે રેઇન કોટ અને છત્રીનો ઉપોગ કરે છે. જ્યારે વધારે વરસાદ વરસે છે. તેને” અતિવૃષ્ટી” કહે છે. અને “લીલો દુકાળ” પણ કહેવામાં આવે છે. જેમાં સંપૂર્ણ બધું ધોવાય જાય છે. બધેજ પાણી પાણી છવાય જાય છે.

વધુ વરસાદ ને કારણે ચારેબાજુ પાણી ફરી વળતા તે એક સ્થાને સ્થાયી રહેતા તેમાં મેલેરિયા ,ડેન્ગ્યુ,મરડો ના મચ્છર ઉત્તપન્ન થાય છે. અને રોગચાળો ફેલાવે છે. જેને કારણે બધે ગંદકી ફેલાય છે. અને રોગચાળો પણ ફેલાય છે. જેથી લોકો બીમાર પણ પડે છે. અને પોતાનું સ્વાથ્ય જોખમમાં મૂકે છે. જે સારું નથી.

અનાવૃષ્ટિ

અનાવૃષ્ટિ નો અર્થ થાય છે. કે,જ્યારે વરસાદની મોસમ હોવા છતાં વરસાદ ન વરસે અને તડકો જ રહે ત્યારે અનાવૃષ્ટિ થાય છે. જેને “સુકો દુષ્કાળ” પણ કહે છે. જેમાં સાવ વરસાદ જ ન આવતા ખેતરો માં સંપૂર્ણ પાક પાણી ન મળતાં નાશ પામે છે. અને ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે. તેમનું નુકશાન થાય છે. અને ખેતરો માં પાક અનાજ શાકભાજી ફળફળાદી ન થવાથી બજારમાં તેના ભાવ વધારો થાય છે. પરિણામે મોંઘવારી નો જન્મ થાય છે. અર્થવ્યસ્થા ખોરવાય જાય છે. અને લોકો મોંઘવારી 

નો સામનો કરવો પડે છે. 

આમ,જો વરસાદ વધારે આવે તો અતિવૃષ્ટિ માં પરિણામે છે .અને જો ઓછો આવે તો એ અનાવૃષ્ટિ માં પરિણામે છે આથી માપસર વરસાદ અનુકૂળ રહે છે. અને આ બાબત આપની પર આધાર રાખે છે. આપણે જો વાતાવરણ પ્રદૂષિત કરીશું નહી તો આબોહવા માં પરિવર્તન આવશે નહી અને યોગ્ય રીતે બધી ઋતુઓ કાર્ય કરશે પરંતુ આજે પ્રદૂષણ નું પ્રમાણ એટલું વધી ગયું છે. અને વૃક્ષો  પ્રમાણ એટલું ઘટી ગયું છે. કે આબોહવા નિયંત્રિત કરી શકાતી નથી. જેથી વાતાવરણ માં ખુબ ટૂંકા ગાળામાં પરિવર્તન જોવા મળે છે. જે આપણા દેશ અને સ્વાસ્થય માટે ખુબ હાનિકારક સાબિત થઈ શકે છે.

ઉપસંહાર

આમ વર્ષાઋતુ એ લોકોની પ્રિય ઋતુ છે. તેનાથી આપણું જીવન હરિયાલું રહે છે. અને જીવનનો મુખ્ય આધાર છે. આપણને અનાજ શાકભાજી વગેરે વરસાદ ને લીધે જ મળી રહે છે. તેથી વર્ષાઋતુ ને”અન્નપૂર્ણા” પણ કહેવાય છે. અને” ઋતુઓ ની રાણી” પણ બિરુદ આપ્યું છે.

આમ, અમને આશા છે ,કે તમને આ વર્ષાઋતુ નો નિબંધ ગમ્યો હશે. અને તેમાંથી નવું શીખવા અને જાણવા પણ મળ્યું હશે તો આ નિબંધ ને અન્ય વિદ્યાર્થી અને મિત્રોને શેર કરો.

Leave a Comment