• આઈપીએલના ઇતિહાસમાં કોલકાતા અને હૈદરાબાદે બે વાર ફાઇનલ રમી છે અને તે બંને વખત ચેમ્પિયન રહી
  • આ સીઝનની શરૂઆતની મેચમાં કોલકાતાને મુંબઈએ અને હૈદરાબાદને બેંગલોરે હરાવ્યું હતું

IPLની 13મી સીઝનની આઠમી મેચ આજે અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. યુએઈમાં આ બંને ટીમો પહેલીવાર સામનો કરશે. આ સીઝનની પ્રથમ મેચમાં હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે હારી ગયું હતું, જ્યારે KKRને તેની પહેલી મેચમાં મુંબઈએ પરાજય આપ્યો હતો. હાલમાં પોઇન્ટ ટેબલમાં આ બંને જ ટીમો છે, જેમનું હજી સુધી ખાતું પણ ખૂલી શક્યું નથી.

છેલ્લા ચાર મુકાબલાની વાત કરીએ તો હૈદરાબાદ અને કોલકાતાની વચ્ચે બરાબરીનો મુકાબલો રહ્યો છે. બંનેએ 2-2 મેચ જીતી છે.

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડી

હૈદરાબાદના સૌથી મોંઘા ખેલાડી ડેવિડ વોર્નર છે. તેમને ફ્રેંચાઇઝ સીઝન માટે રૂ. 12.50 કરોડ રૂપિયા ચૂકવશે. ત્યાર બાદ ટીમના અન્ય મોંઘા ખેલાડી મનીષ પાંડે (11 કરોડ) આવે છે. કોલકાતાનો સૌથી મોંઘો ખેલાડી પેટ કમિન્સ છે. સીઝન માટે તેને રૂ .15.50 કરોડ રૂપિયા મળશે. આ પછી સુનીલ નરેનનો નંબર આવે છે, જે સીઝનના 12.50 કરોડ રૂપિયા મળશે.

KKR માટે કાર્તિક, રસેલ અને નરેન કી-પ્લેયર્સ

કોલકાતાને ઓફ સ્પિનર અને ઓપનર બેટ્સમેન સુનીલ નરેન ઉપરાંત આંદ્રે રસેલ પાસે સૌથી વધુ આશા છે. 2019 સીઝનમાં રસેલે આક્રમક બેટિંગ કરતાં 52 સિક્સર મારી હતી. રસેલનો સૌથી વધુ 186.41 સ્ટ્રાઈક રેટ પણ રહ્યો છે.

વોર્નર અને વિલિયમ્સ હૈદરાબાદના મજબૂત બેટ્સમેન

હૈદરાબાદની પાસે વોર્નર ઉપરાંત જોની બેયરસ્ટો, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જેવા ધુરંધર બેટ્સમેન છે. જ્યારે બોલિંગમાં ભુવનેશ્વર કુમાર ઉપરાંત રાશીદ ખાનને યુવા ખલીલ અહેમદ પણ છે.

હેડ-ટુ હેડ

બંને વચ્ચે અત્યારસુધીમાં 17 મેચ થઈ છે. કોલકાતાએ 10 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદ સાત મેચ જીત્યું છે. છેલ્લી બે સીઝનની વાત કરીએ તો બંને ટીમો વચ્ચેની ચાર મેચ 2-2થી બરાબરી પર રહી છે.

પીચ અને વેધર રિપોર્ટ

અબુધાબીમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 28થી 39 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં ધીમી વિકેટ હોવાને કારણે સ્પિનરોને પણ ઘણી મદદ મળશે. શેઠ ઝાયદ સ્ટેડિયમ ખાતે ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરશે. અહીં છેલ્લા 45 ટી-20માં પ્રથમ બોલિંગ ટીમના વિજયનો સફળતાનો દર 56.81% રહ્યો છે.

  • આ મેદાન પર થયેલ કુલ ટી-20: 44
  • પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી: 19
  • પહેલા બોલિંગ કરનાર ટીમ જીતી: 25
  • પ્રથમ દાવમાં ટીમનો સરેરાશ સ્કોર : 137
  • બીજા દાવમાં ટીમનો સરેરાશ સ્કોર : 128

કોલકાતા અને હૈદરાબાદ 2-2 વખત ટાઇટલ જીત્યું

કોલકાતા આઈપીએલના ઇતિહાસમાં અત્યારસુધીમાં બે વાર (2014, 2012) અંતિમ મેચ રમ્યું છે અને તે બંને વખત ચેમ્પિયન રહી ચૂક્યું છે. તે જ સમયે, હૈદરાબાદ પણ બે વાર ફાઈનલ રમ્યું (2016, 2009) અને જીત્યું.

IPLમાં હૈદરાબાદનો સફળતાનો દર 53.21, આ KKRથી વધુ

લીગમાં હૈદરાબાદનો સક્સેસ રેટ કોલકાતા કરતાં વધુ છે. હૈદરાબાદ IPLમાં 109 મેચ રમ્યું છે. આમાં, તેણે 58 મેચ જીતી લીધી છે અને 51માં તેનો પરાજય થયો છે, એટલે કે લીગમાં તેનો સક્સેસ રેટ 53.21% છે. જ્યારે કોલકાતાએ 179 મેચ રમી છે. આમાં તેણે 92 મેચ જીતી છે અને 87 હારી છે, એટલે કે લીગમાં તેનો સક્સેસ રેટ 51.39% છે.

Source by [author_name]