સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ | Swami Vivekananda Nibandh in Gujarati | સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર | Swami Vivekananda Biography in Gujarati

સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી,સ્વામી વિવેકાનંદ નિબંધ pdf,સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર,સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી,સ્વામી વિવેકાનંદ વિશે નિબંધ,swami vivekananda essay in gujarati,swami vivekananda nibandh gujarati, સ્વામી વિવેકાનંદ નિબંધ ધો 1,2,3,4,5,6,7,8,9,10,11,12

સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી – Swami Vivekananda Essay in Gujarati

ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો”

સ્વામી વિવેકાનંદ કે જે એક યુવા તત્વજ્ઞાની અને એક સજ્જન માણસ તરીકેની ઓળખ ધરાવે છે. આખા વિશ્વમાં પ્રસિદ્ધ એવા મહાન આત્મા સ્વામી વિવેકાનંદ કે જેમનું  નામ” નરેન્દ્ર નાથ દત્ત” છે. સ્વામી વિવેકાનંદ એક મહાન ભારતીય સંત હતા.  તે “ઉચ્ચ વિચાર અને સાદગીપૂર્ણ જીવન” વાળા વ્યક્તિ હતા.લોકો તેમને ખુબ આદર આપે છે.

સ્વામી વિવેકાનંદ નો જન્મ

નરેન્દ્ર નાથ દત્ત એટ્લે કે સ્વામી વિવેકાનંદ નો  જન્મ 12 જાન્યુઆરી 1863ના મકરસંક્રાંતિના તહેવાર માં બ્રિટિશ ભારતની રાજધાની કલકત્તામાં  થયો હતો. અને ત્યાં ગૌરમોહન મુખર્જી સ્ટ્રીટ ખાતે થયો હતો જે  એક બંગાળી પરિવાર હતું. સ્વામી વિવેકાનંદ નું બાળપણ નું નામ નરેન્દ્ર અથવા નરેન હતું. તેના માતા નું નામ ભુવનેશ્વરી દેવી હતું.અને પિતાનું નામ વિશ્વનાથ દત્તા

હતું.જે  કલકત્તા હાઈકોર્ટમાં કાર્ય કરતા હતા. નરેન્દ્રના દાદા નું નામ દુર્ગાચરણ દત્ત હતું. જે સંસ્કૃત અને ફારસી વિદ્વાન હતા. તેમના દાદા  પચીસ વર્ષની ઉંમરે સાધુ બન્યા હતા. સ્વામી વિવેકાનંદ ના કુટુંબ માં તેઓ નવ ભાઈ-બહેનો હતા.અને તેમાંના નરેન્દ્ર એક હતા.

સ્વામી વિવેકાનંદ નું બાળપણ

આપણે આજે જેની વાત કરીએ છીએ તે નરેન્દ્ર એટલે કે  સ્વામી વિવેકાનંદ જે  તે બંગાળી એનો પરિવાર  ઠીકઠીક ધનવાન હતો. તેમને પોતાના પુત્ર નરેન્દ્રની એકલાની સેવામાં બબ્બે તો દાસીઓ રાખી હતી.જે તેનો ઉછેર ખુબ સારી રીતે કરતી હતી. નરેન્દ્રના બાળપણ માં ખુબ રમતિયાળ ઉત્સાહી અને જ્ઞાની હતા.

નરેન્દ્રનું લાડકવાયું નામ ‘વીલબીલે’ હતું. તેમને ચોરસિપાઇ બહુ ગમતી અને ક્રિકેટમાં તો એટલો બધો રસ હતો કે પોતે સારો ક્રિકેટર બનવાની આશા રાખતા હતા.નેંન્દ્રને પશુપંખી પણ બહુ ગમે.તેઓ પોતાના ઘરની પાછળની વાડીમાં મોર , કબૂતર , કાકાકૌઆ જેવા પ્રાણીસાથે વાતો કરતા.તેમને પ્રાણી સાથે ખુબ પ્રેમ હતો.તેમને ઘોડો બહુ ગમતો હતો.

 તેઓ કેહેતા કે ‘ હું તો મોટો થઈને ઘોડાનો રખેવાળ બનીશ‘ 

એક દિવસ પોતાના દોસ્તો સાથે મંદિરમાં હતા.આંખો મીંચીને એ તો મનોમન પ્રાર્થના કરતા હતા.એમાં જ તેઓ એકધ્યાન થઈ ગયા.અને ત્યારે મંદિરમાં સાપ નીકળ્યો. એને જોઈને બધા” સાપ !સાપ ! ” કરતાં ચીસો પડતા હતા બધા છોકરાઓ ત્યાં થી નાસી ગયા  પણ નરેન્દ્રને તો એની ખબર પણ ન પડી. એતો એક ચિત્તે ધ્યાનમગ્ન થયા હતા. 

ગભરાયેલા દોસ્તોએ આ બધી વાત નરેન્દ્રનાં માતાપિતાને વાત કરી ‘મંદિરમાં સાપ આવ્યો છે અને તમારો છોકરો તો સૂનમૂન થઈને બેસી રહ્યો છે  ‘ માતાપિતા હાંફળાંફાંફળા દોડ્યાં. મંદિરે પહોંચ્યા. પણ મંદિરને બારણે જ સડક થઈને ઊભા હતા.નરેન્દ્ર ધ્યાનમાં બેઠા હતા. અને નાગ ફેણ માંડીને ડોલતો હતો. એ નાગને જરાક ગુસ્સે થવાનું કારણ મળે તો નરેન્દ્રને ડંખ મારી દે.

બધા લોકો ખુબ ગભરાય ગયા હતા. આ પછી થોડીક વાર પછી નાગ જતો રહ્યો. નરેન્દ્ર તોફાની તો હતો જ , સાથે નીડર પણ હતો. તેઓ બાળપણથી જ ખુબ ઉત્સાહથી,નીડર, સાહસિક અને જ્ઞાની હતા.

સ્વામી વિવેકાનંદ નો અભ્યાસ

સ્વામી વિેકાનંદજીને ભણવાનો પણ ખુબ શોખ હતો તેમને જ્યારે  તેઓ  3વર્ષ ના હતા ત્યારે કલકત્તા પાછા ફર્યા અને ફરી શાળા માં પ્રવેશ લીધો અને પછી મેટ્રિક ની પરિક્ષા પાસ કરીને આગળ અભ્યાસ કરવા ગયા. એની બુદ્ધિ એટલી તેજસ્વી હતી કે આ પરીક્ષામાં એ પહેલા વર્ગમાં આવ્યો. આગળ જતાં એની બુદ્ધિશક્તિ ઓર ખીલી ઊઠી. એક પુસ્તક એક વાર વાંચે કે એનો શબ્દેશબ્દ એને યાદ રહી જાય. 8 વર્ષના હતા, ત્યારે તેઓ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિટન સંસ્થામાં નોંધાયેલા હતા.  તેમણે 1877 સુધી મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યુશનમાં તેમનું શાળાકીય શિક્ષણ લીધું હતું.અને

જ્યારે તેમનો પરિવાર મધ્યપ્રદેશના રાયપુરમાં રહેવા ગયા ત્યારે.તેઓરાયપુરમાં દત્ત પરિવાર 1877 થી 1879 સુધી રહ્યો. સંભવતઃ નરેન્દ્રનાથ રાયપુરની કોઈ શાળામાં ભણ્યા ન હતા.તેઓ 1884માં સ્કોટિશ ચર્ચ કૉલેજમાં ગયા. પણ ત્યાર પછી એક સ્કોટિશ ચર્ચ કૉલેજ ખૂબ જ ટૂંક સમયમાં છોડી દીધી. ત્યાં થી અભ્યાસ પૂરો કરીને વિદ્યાસાગર કૉલેજ માં ગયા 1879 માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી.. જ્યાં,1871-1877 સુધી 7વર્ષ માટે અભ્યાસ કરિયો હતો.અને પ્રેસીડેન્સી કોલેજ માં હતા.પછી યુનિવર્સિટી ઓફ કોલકત્તા માં જોડાયા.

નરેન્દ્રનાથે પ્રેસિડેન્સી કૉલેજ છોડી દીધી અને એસેમ્બલીની સંસ્થામાં જોડાયા  અને ફિલોસોફીનો અભ્યાસ કર્યો.  1881માં, તેમણે એફ.એ.ની પરીક્ષાઓ પાસ કરી. 1885 માં, તેમણે એ જ કોલેજમાંથી તેમની B. A. ડિગ્રીમેળવી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. 

બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો

સ્વામી વિવેકાનંદ  ભારતના એક મહાન વિચારક અને સુધારક, શિક્ષણને અપનાવે છે, જે તેમના માટે તેમના જીવનના ખૂબ જ મિશન તરીકે ‘માનવ-નિર્માણ’ દર્શાવે છે.  આ પેપરમાં, જે વિવેકાનંદના શિક્ષણ અંગેના મંતવ્યો સમજાવવા અને તેનું વિશ્લેષણ કરવાનો હેતુ ધરાવે છે, તેમના ફિલસૂફીની મૂળભૂત થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમ કે. બ્રહ્માંડની આધ્યાત્મિક એકતા. પછી ભલે તે શિક્ષણના ધ્યેય અથવા ઉદ્દેશ્ય, અથવા તેની અભિગમની પદ્ધતિ અથવા તેના ઘટક ભાગોની ચિંતા હોય, તેના બધા વિચારો, આપણે તેના દર્શનની આ નિષ્ક્રિય થીમમાંથી અવલોકન કરીશું જે વેદાંતમાં તેના મૂરિંગ્સ ધરાવે છે.

રામકૃષ્ણ પરમહંસ સાથે મેળાપ

રામકૃષ્ણ પરમહંસ જેમનું નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું. તેઓ સ્વામી વિવેકાનંદ ના ગુરુ હતા. જ્યારે સ્વામીજી તેમને પહેલી વાર મળ્યા ત્યારે જ ગુરુજી ને એવું જ હતું કે આ માણસ નરેન્દ્ર વિશ્વને સંદેશો આપશે. સ્વામી વિવેકાનંદ કઈક ઊંડાણ માં શોધતા હોય તેવું લાગતું હતું.તેઓ ધ્યાનમાં બેઠા અને ઊંડી સમાધિ માં ઉત્તરી ગયા.તેઓ નરેન્દ્રને ખુબ જ્ઞાન આપતા અને તેમને યોગ્ય સમજ પણ આપતા હતા.

હિંદુ ધર્મનાભારતીય લેખક હતા.શિક્ષક, અને ભારતીય રહસ્યવાદી રામકૃષ્ણના મુખ્ય શિષ્ય સ્વામિ વિવેકાનંદ તેઓ પશ્ચિમી વિશ્વમાં વેદાંત અને યોગના પરિચયમાં મુખ્ય વ્યક્તિ હતા અને તેમને આંતરધર્મ જાગરૂકતા વધારવા અને હિન્દુ ધર્મને મુખ્ય વિશ્વ ધર્મના દરજ્જા પર લાવવાનો શ્રેય આપવામાં આવે છે.કલકત્તામાં એક કુલીન બંગાળી કાયસ્થ પરિવારમાં જન્મેલા વિવેકાનંદનો નાનપણથી જ ધર્મ અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ હતો. પાછળથી તેમને તેમના ગુરુ રામકૃષ્ણ મળ્યા અને તેઓ સાધુ બન્યા.  

રામકૃષ્ણના મૃત્યુ પછી, વિવેકાનંદે ભારતીય ઉપખંડનો વ્યાપક પ્રવાસ કર્યો, અને તત્કાલિન બ્રિટિશ ભારતમાં ભારતીય લોકોની રહેણીકરણીનું પ્રથમ જ્ઞાન મેળવ્યું. તેમણે તેમના દેશના માણસોને મદદ કરવાનો સંકલ્પ કર્યો, અને યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરી કરવાનો માર્ગ શોધી કાઢ્યો, જ્યાં તે ખૂબ જ સફળ રહ્યો. ભારતમાં, સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી અને એનેક સેવા કેન્દ્રો ખોલિયા, જે સન્યાસી અને ગૃહસ્થ ભક્તોને આધ્યાત્મિક તાલીમ આપે છે અને રામકૃષ્ણ મિશન, ધર્માદા, સામાજિક કાર્ય અને શિક્ષણ પ્રદાન કરે છે.

સ્વામી વિવેકાનંદ નો વિદેશ પ્રવાસ

તેઓ વિદેશમાં તેમને અમેરિકા દેશના શિકાગોમાં એક પ્રવચન આપવાનો મોકો મળ્યો હતો.ત્યારે તેમને માત્ર ૫મિનિટ માટે બોલવાનું હતું પરંતુ તેમનું શરૂઆતના શબ્દો સાંભળીને જ ૫મિનિટ સુધી લોકો એ તેમને તાળી થી વધાવિયા.

 સ્વામી વિવેકાનંદ11 સપ્ટેમ્બર 1893ના રોજ અમેરિકાના  શિકાગો માં આયોજિત વિશ્વ ધર્મ પરિષદમાં પ્રવચન આપવાનો મોકો મળ્યો હતો ત્યાં એમને ખુબ જ લોકપ્રિય ભાષણ આપ્યું હતું. જ્યારે પણ વિવેકાનંદનો ઉલ્લેખ થાય છે ત્યારે તેમના આ ભાષણની ચર્ચા ચોક્કસ થાય છે.  તેમને આંતરધર્મ જાગરૂકતા વધારવા અને હિન્દુ ધર્મને મુખ્ય વિશ્વ ધર્મના દરજ્જા પર લાવવાનો શ્રેય આપવામાં આવે છે.

શિકાગોમાં 1893ની ધર્મ સંસદ પછી વિવેકાનંદ એક લોકપ્રિય વ્યક્તિ બન્યા, જ્યાં તેમણે અમેરિકનોને હિંદુ ધર્મનો પરિચય કરાવતા પહેલા કહિયું  “અમેરિકાના બહેનો અને ભાઈઓ…” શબ્દો સાથે તેમના પ્રખ્યાત ભાષણની શરૂઆત કરી.તેઓ સંસદમાં એટલા પ્રભાવશાળી હતા કે એક અમેરિકન અખબારે તેમને “દૈવી અધિકાર દ્વારા વક્તા અને નિઃશંકપણે સંસદમાં સૌથી મહાન વ્યક્તિ” તરીકે વર્ણવ્યા હતા. 

ત્યારબાદ ત્યાં મોટી સફળતા મળી ત્યાર પછી ના વર્ષોમાં વિવેકાનંદે હિંદુ ના મુખ્ય સિદ્ધાંતોને પ્રસારિત કરીને, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લેન્ડ અને યુરોપમાં સેંકડો પ્રવચનો આપ્યા, અને ન્યૂયોર્કની અને સાન ફ્રાન્સિસ્કોની વેદાંત સોસાયટીની સ્થાપના કરી. વિદેશ માં પણ સ્વામી વિવેકાનંદ ના વખાણ થાવા લાગીંયા. આજે પણ વિદેશ માં સ્વામી વિવેકાનંદ જાણીતા છે.

જમશેદજી ટાટા સાથે મેળાપ

સ્વામી વિવેકાનંદ એ જમશેદ ટાટા સાથે પણ વાર્તાલાપ કરિયો છે અને તેમને સારી એવી મિત્રતા થયી હતી.એ સિદ્ધ થાય છે આજ ની ટાટા સ્ટીલ કંપની પરથી. આજે જો દેશમાં ભારતીય વિજ્ઞાન સંસ્થાન જેવી સંસ્થા છે તો તેનો સપૂર્ણ  શ્રેય સ્વામી  વિવેકાનંદને જાય છે.  વિવેકાનંદ જ્યારે ભાષણ આપવા શિકાગો જઈ રહ્યા હતા ત્યારે તેઓ જહાજમાં સફર કરતાં હતાં ત્યારે તેઓ જમશેદજી ટાટાને મળ્યા હતા.  

બંને લોકોએ ઘણા મુદ્દાઓ પર વાત કરી અને વિવેકાનંદને ખબર પડી કે જમશેદજી કોઈ નવા બિઝનેસ આઈડિયા માટે અમેરિકા જઈ રહ્યા છે.  વિવેકાનંદે આ બાબત પર  સર ટાટાને સંશોધન અને શૈક્ષણિક સંસ્થા ખોલવા કહ્યું ઉપરાંત ભારતમાં સ્ટીલ ફેક્ટરી સ્થાપવાની સલાહ આપી.  

તેમણે કહ્યું કે આનાથી દેશના યુવાનોનો વિકાસ થશે અને તેમને રોજગારીની સંપૂર્ણ તકો મળી રહેશે.જમશેદજી ટાટા એ  આની પર ઘણી અસર પડી અને તેમણે આ બાબત પર ખુબ વિચાર કરિયો અને બંને મોરચે કામ કરવાનું નક્કી કર્યું.તે પછી, તેમણે ભારતીય વિજ્ઞાન સંસ્થાની સ્થાપના કરી અને સ્ટીલ ફેક્ટરી પણ ખોલી હતી.

સ્વામી વિવેકાનંદ નું મૃત્યુ

 તેઓ એક મહાન ધર્મનિષ્ઠ નેતા, ફિલોસોફર અને મહાન સિદ્ધાંતો ધરાવતા સજ્જન  ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા.સ્વામી વિવેકાનંદે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ પાછળ સૌથી પ્રેરણાદાયી બૌદ્ધિક ઉત્સાહ તરીકે સેવા આપી હતી. અને તેઓ, હેમચંદ્ર ઘોષ, મહાત્મા ગાંધી અને   સુભાષ ચંદ્ર બોઝ જેવા મહાન નેતાઓ દ્વારા તેમને પ્રેરના લીધી હતી.

તેમનો “અવતારણ દિવસ”  એટલે કે તેમનો જન્મ દિન 12મી જાન્યુઆરી, “રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે ખૂબ જ ઉત્સાહ થી ઉજવાય છે.

અને અંતે એક મહાન આત્મા ખુબ નાની વયે પોતાનો દેહ છોડી ને ચાલ્યા ગયા. તેઓ નું મૃત્યું 4જુલાઈ 1902ના રોજ બેલુર મઠ માં થયો હતો.તેઓ 31વર્ષની વયથી પોતે રોગ પીડિત હતા.અને 39 વય ની ઉમરે સ્વામી વિવેકાનંદ એ દેહ ત્યાગ કર્યો.

અમને આશા છે કે આપ સૌને અમારો આ સ્વામી વિવેકાનંદ નિબંધ ગુજરાતી ગમ્યો હશે અને તેમાંથી જાણવા પણ મળ્યું હશે. તમે અમારો આ નિબંધ બીજા ને પણ માહિતી મળે તેથી પોતાના મિત્રો ને લોકો ને શેર કરો.

Leave a Comment