Sharad Rutu Nibandh In Gujarati, શરદ ઋતુ નિબંધ, શરદ ઋતુ વિશે નિબંધ, શરદ ઋતુ પર નિબંધ, Essay on Sharad Rutu In Gujarati, Sharad Rutu Essay In Gujarati, શરદ ઋતુ નિબંધ ધો 1,2,3,4,5,6,7,8,9,10,11,1212
શરદ ઋતુ નિબંધ: ભારત માં મુખ્ય ઋતુ અને તેની પેટા ઋતુ જે હેમંત, શિશિર, વસંત, શરદ, ગ્રીષ્મ ઋતુ છે. જેમાં ખાસ વાત કરવાની છે. તો શરદ ઋતુની. ભારતની બધી ઋતુઓ માની આ પણ અગત્યની ઋતુ છે શરદ. વર્ષા ઋતુ પછી જ્યારે ચોમાસાના પવનો પાછા ફરે છે, વસંતઋતુ માં વાતાવરણ સંતુલિત હોય છે.
500 શબ્દો શરદ ઋતુ પર નિબંધ – 500 Word Essay on Sharad Ritu In Gujarati
શરદ ઋતુ નું આગમન
ચોમાસાનો અંત અને શિયાળાનો આગમન નો સમય છે. આ સમયગાળા દરમિયાન રોગચાળો ફેલાય છે. લોકો ને તાવ આવે છે. વરસાદ ઓછો થાય છે. એટલે નાના ખાબોચિયા ભરાય જાય છે. જેથી તેમાંથી મચ્છર નો ઉદભવ થાય છે.અને ખેતરો પાકથી જુલી રહ્યાં હોય છે. તૃણધાન્ય એટલે ચેખા, બાજરી,મકાઈ,જેવા પાક ખેતરમાં તૈનાત હોય છે. અને શિયાળો આવનો હોવાથી તાજા તાજા શાકભાજી ફળફળાદી વાડી માં ખેતરો ના હોય છે. અને ચોમાસુ છેલ્લા સ્તર પર હોય છે. તેથી જમીન માં પાણી પણ ભરપૂર હોય છે.
શરદ ઋતુ એ આપણા ભારત દેશમાં ઉત્તર-પશ્ચિમ માં અશ્વિન થી કાર્તિક એટલે કે ઓક્ટોબર થી નવેમ્બર માસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન વસંત ઋતુ ના વાયરા ચાલે છે.તેમાં હવામાનઆ સમયે પાણી વાળી જમીન અને ઊંચા તાપમાનને કારણે હવામાં ભેજ એટલો વધી જાય છે જેથી લોકોને ભેજનો સામનો કરવો પડે છે. આપણા દેશમાં આ સ્થિતિને ‘ક્વાર કી ઉમાસ’ અથવા ‘ઓક્ટોબર હીટ’ પણ કહે છે.
સામાન્ય રીતે ભારતમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી જોવા મળે છે, જે ચોમાસાના પવનોના પલટો મારે છે. ઋતુ પછી જ્યારે ચોમાસાના પવનો પાછા ફરે છે, ત્યારે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં તાપમાન ઝડપથી ઘટવા લાગે છે. સામાન્ય રીતે ઓક્ટોબરના અંતમાં વરસાદની તીવ્રતા ઓછી થાય છે અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં પંજાબમાંથી પીછો ફરે છે.ઓક્ટોબરના અંત સુધીમાં ગંગા નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાંથી તે જાય છે.
શરદ ઋતુ માં આવતા તહેવારો
શરદ ઋતુમાં ઘણા તહેવારો આવે છે. જેમાં ખાસ તો શરદ પૂનમ, દિવાળી, નવરાત્રી, દશેરા આવે છે.
જેમાં સૌથી પહેલા તો નવરાત્રી આવે છે. જે આપણા ગુજરાતીઓ નો સૌથી મહત્વનો તહેવાર છે.માતા ની નવ દિવસ સુધી પૂજા કરવા માં આવે છે.નાની બાળકીઓ ગરબી માં રહે છે. અને ચોકે નાકે ગરબી મંડળ સંચાલિત કરવામાં આવે છે. અને આજના સમયમાં માં તો લોકો રમવા પણ જાય છે. અનેઆનદ માણે છે. જેમાં ક્યારેક ક્યારેક વરસાદ જેવું વાતાવરણ હોય છે. અને ક્યારેક શિયાળા ની ઠંડી નો પણ અનુભવ થાય છે. અને છેલ્લા દિવસે દશેરા એટલે કે વિજયા દશમી જેમાં રાવણ ને મારી અને શ્રી રામ ભગવાન ની જીત થયી હતી. એટલે બુરાઈની સત્ય પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ માટે તેને વિજયા દશમી કહે છે. જેમાં રાવણ દહન કરવા માં આવે છે. અને આપણી અંદર રહેલી બુરાઈ ખરાબ ટેવો બધી તેમાં દહન કરી દઈએ છીએ.
ત્યાર બાદ છેલ્લો તહેવાર આવે છે.દિવાળી પણ લોકો અગિઆરસથી જ દિવાળી મનાવે છે.ત્યારે આપણા વર્ષનો છેલ્લો તહેવાર અને દિવસ હોય અને પછી બેસતું વર્ષ આવે છે. ત્યાર થી નવું વર્ષ શરૂ થાય છે. આ વદ ૧૩ને દિવસે ધનતેરશ હોય છે.ત્યારે ધનપૂજા કરવામાં આવે છે. ચૌદશહનૂમાનની પૂજા કરવાને તહેવાર છે. અને કાળીચૌદશ ના કંક્કાસ બહાર કાઢવામાં આવે છે. ત્યાર પછીના દિવસે દિવાળી આવે છે. અને ત્યારે લોકો રંગોળી બનાવે ,રાતે ફટાકડા ફોડે અને આનદ માણે, પછી છેલ્લો દિવસ આવે છે. બેસતું વર્ષ ત્યારે બધા લોકો એકબીજા ના ઘરે જાય છે.
નવા વર્ષના અભિનંદન પાઠવ્યા છે. અને લોકો શરદ પૂનમ પણ ખુબ ઉત્સાહથી મનાવે છે. ખાસ કરીને ઠાકોરજી ના ચાહકો ને ખુબ ગમે છે ભગવાન કૃષ્ણ એ શરદ પૂનમ રાતે મહા રાસ રમ્યા હતા. તેને રાસ પૂનમ નામે પણ ઓળખાય છે આ દિવસે ભગવાન કૃષ્ણ એ પોતાના વાંસળી ના સૂર છોડ્યા હતા. અને આજે પણ વૃંદાવનમાં એ સુરો સંભળાય છે. શરદ પૂનમ ની રાતે માતા લક્ષ્મી આખી પૃથ્વી ને ભ્રમણ કરે છે. આથી ત્યારે લક્ષ્મી માતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
રોગની માતા શરદ ઋતુ
અષાઢ માસ અને શ્રાવણ માસમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય છે. અને શરદ ઋતુ એ ભાદરવો અને આસો માસ માં આવે છે. ત્યારે ચોમાસુ જાય છે. શિયાળા અવાના વચ્ચે નો સમયગાળો હોય છે. અને ભેજવાળી આબોહવા હોય છે.જેમાં ઋતુ ફરતા અસંતુલન થાય છે. ગંદકી, મચ્છરનો ઉપદ્રવ થાય છે. અને બિમારી નું ઘર થાય છે. વર્ષાઋતુ પછી શરદ ઋતુ આવે છે.
આ ઋતુમાં શરીરમાં પિત્તનો સંગ્રહ થાય છે. શરદ ઋતુમાં જ્યારે તીવ્ર તાપ, ગરમી અને ભેજવાળી આબોહવા થાય છે ત્યારે પિત્તનો પાચક સ્વભાવ દૂર થઈ એ ખાટું બની જાય છે. આના કારણે ભાદરવા મહિનામા પિત્તના દરદો પેદા થાય છે. તાવ-ઝાડા-ઉલટી- મેલેરિયા જેવા રોગો વિશેષ દેખાય છે. શરદ ઋતુને આરોગ્ય શાસ્ત્રમાં ‘યમ’ની દાઢ કહેવાય છે અને ભાદરવો મહિનો એ આખા વર્ષમાં રોગ નો મહિનો માનવામાં આવે છે.ત્યારે રોગ થવાનું જોખમ વધી જાય છે. કારણ કે બધી ઋતુઓ ભેગી થાય છે. જેથી વતાવરણ બધા ને અનુકૂળ આવતું નથી અને. લોકો બીમાર પડે છે. શરદ ઋતુમાં પિત્તનું શમન કરવા માટે દૂધ-ઘી નું મહત્ત્વ બતાવ્યું છે. પંડિતોએ કહેલું છે કે “शरद :पय:पीतं, तेन जीवती मानव:”
એટલે કે,ઋતુમાં શ્રાદ્ધનો ખોરાક મુખ્ય દૂધનો જ છે. દૂધની ખીર અને ઘીનું મોણ નાખેલી પુરી કે રોટલી એને મુખ્ય વાનગી છે. જે સારી રીતે પચી જાય અને પિત્તનું શમન કરી આરોગ્ય જાળવે છે. ભારતીય વૈદ્યકશાસ્ત્ર રોગોને દૂર કરવા કરતાં એના કારણોને જ દૂર કરવાનું પ્રધાન માને છે. એટલે ઋતુચર્યા, દિનચર્યા, જીવનચર્યા, વિગેરેનું વિશેષ વર્ણન આપેલું છે.
ઉપસંહાર
આપણી ૬ ઋતુ માની એક અનોખી અને અલગ કહી શકાય એવી ઋતુ શરદ ઋતુ જેનું પોતાનું આગવું અનોખું સ્થાન છે. જેમાં રોગ,મચ્છરનો ઉપદ્રવ થાય છે, જેમાં તહેવાર પણ ખુબ મહત્વના આવે છે. આથી એનું અનોખું મહત્વ છે.
આમ,આપ લોકો ને અમારો આ શરદ ઋતુ પર નિબંધ ખુબ ગમ્યો હસે અને તેમાંથી જાણવા પણ મળ્યું હશે તેથી આમારો આ નિબંધ બીજા વિદ્યાર્થીઓ અને મિત્રોને શેર કરો જેથી તેમને પણ જાણકારી મળે.