નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપની અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ નાણા વર્ષ 2020-21ના બીજા છ માસનો આઉટલુક નેગેટીવ કર્યો છે. સ્થાનિક રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે આઉટલુક નેગેટીવ કરતાં જણાવ્યુ હતુ કે, એનબીએફસી માટે એસેટ્સ અંડર મેનેજમેન્ટ વાર્ષિક ધોરણે 8-10 ટકા ઘટવાનો અંદાજ છે.

રેટિંગ્સ એજન્સીએ કોવિડ-19ના લીધે મંદ પડેલી બિઝનેસ ગતિવિધિઓના કારણે એનબીએફસી, અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો આઉટલુક નેગેટીવ જાળવી રાખ્યો છે. દેશભરમાં કોરોનાના વધતા કેસોના લીધે એનબીએફસીની ગતિવિધિઓ સામાન્ય થતાં સમય લાગશે. જુલાઈ બાદ એનબીએફસી અને એચએફસીમાં લિક્વિડિટી અને ફંડિંગમાં સુધારો જોવા મળ્યો છે. 2020-21માં એકંદરે એસેટ ક્વોલિટીમાં નફાકારકતા જોવા મળી શકે છે. સેક્ટરની મૂડીકારકતા જળવાઈ રહી છે. જેથી ગ્રોથ આટુલુક સ્થિર આપ્યો છે. એજન્સીએ બીજા અર્ધવાર્ષિક માટે એસેટ ક્લાસ તરીકે સીવી પર નેગેટીવ આઉટલુક આપ્યો છે. એમએસએમઈમાં મર્યાદિત પ્રમાણમાં રિકવરી આવવાના આશાવાદ સાથે બિઝનેસ લોન અને ટ્રેક્ટર લોન માટે નેગેટીવ આઉટલુક રજૂ કર્યો છે.

એસેટ પોર્ટફોલિયો ગ્રોથ મંદ પડ્યો
એજન્સી અનુસાર, એનબીએફસીએ કલેક્શન્સ પર ફોકસ વધાર્યુ છે. તેમજ અંડરરાઈટિંગ સ્ટાન્ડર્ડમાં કડકાઈના લીધે પોર્ટફોલિયો ગ્રોથ મંદ પડ્યો છે. આરબીઆઈએ ધિરાણદારોને 29 ફેબ્રુઆરીથી 30 દિવસ સુધી બાકી લોન રિસ્ટ્રક્ચર કરવા મંજૂરી આપી છે. જો કે, ક્રેડિટ કોસ્ટ 10 ટકાથી વધુ છે. એનબીએફસીનો રિસ્ટ્રક્ચર્ડ બુકની કુલ એસેટ્સનો હિસ્સો સિંગલ ડિજિટમાં રહેશે. જો કે, અમુક સેગમેન્ટ કોમર્શિયલ વ્હિકલ્સ, રિયલ એસ્ટેટ લોન, એસએમઈની મોટી લોનમાં એસેટ ક્વોલિટી પ્રેશર ઉંચુ રહેશે.

Source by [author_name]