• A,D,R અને S કોડ નેમનો અર્થ અર્જુન રામપાલ, ડીનો મોરિયા, રણબીર કપૂર અને શાહરુખ ખાન છે
  • NCB અધિકારીએ કહ્યું- અમારી પાસે વિશ્વસનીય માહિતી છે અને તકનિકી પૂરાવાના આધાર પર પગલા ભરશું

બોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો આવ્યો છે. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરોના નામ પણ આપ્યા છે. તેમા શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયાનો સમાવેશ થાય છે. મોટા સમાચાર એ છે કે અર્જુન રામપાલ શાહરુખને ડ્રગ્સ સપ્લાય કરતો રહ્યો છે. અત્યાર સુધી ફક્ત અભિનેત્રીઓના જ નામ આવતા હતા. આ પ્રથમ વખત છે કે મોટા અભિનેતાઓના નામ પણ સામે આવી રહ્યા છે.

NCBના એક અધિકારીએ પોતાનું નામ નહીં છાપવાની શરતે બોલીવુડના મોટા નામોનો આ ખુલાસો કર્યો છે. તેમની સાથે વાતચીતની સંપૂર્ણ રેકોર્ડિંગ ભાસ્કર પાસે છે. બે દિવસથી મીડિયામાં નામ આવતા ન હતા, તેના બદલે ફક્ત ‘A’, ‘D’, ‘R’ અને ‘S’ કોડ નેમથી જ માહિતી આપવામાં આવતી હતી.

હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે A એટલે અર્જુન રામપાલ, D એટલે ડિનો મોરિયા, R એટલે રણબીર કપૂર અને S એટલે શાહરુખ ખાનના નામ છે. NCBના અધિકારીઓએ કહ્યું છે કે ડ્રગ પેડલરના સોર્સના જણાવ્યા પ્રમાણે અર્જુન રામપાલ શાહરુખ ખાનને ડ્રગ સપ્લાય કરતો રહ્યો છે. જોકે ડિનો મોરિયા કોને સપ્લાય કરતો હતો? આ અંગે અધિકારીએ કહ્યું કે હવે પછીની માહિતી મેળવવાની બાકી છે. પૂછપરછ ચાલી રહી છે.

NCB અધિકારી સાથે વાતચીત

પ્રશ્નઃ કોણે આ નામો વિશે NCBને જણાવ્યું?
અધિકારી : ડ્રગ પેડલરનો એક સોર્સ છે. તેણે જણાવ્યું કે અર્જુન રામપાલ શાહરૂખના ઘરે ડ્રગ લઈને જાય છે. ઈન્ફોર્મેશન તો ક્રેડિબલ છે, પણ હાલ તે વ્યક્તિ પાસેથી સીઝર (જપ્તી) થવાની રાહ જોઈશું. તે અનફોલ્ડ હશે, ટેક્નિકલ એવિડન્સ અમે આ શંકાસ્પદ એક્ટર્સ સામે પગલા ભરશું.
પ્રશ્નઃ પેડલરનો સોર્સ કોણ છે, તેનું શું નામ છે?
અધિકારીઃ તે રહેવા દઈએ, પછી ક્યારેક માટે, તે પેડલરનો સોર્સ તો બહારની વ્યક્તિ છે. બે ઈન્ટેલિજન્સનું ઈનપુટ છે, સોર્સ કોઈ સેકન્ડ ક્લાસ આદમી નથી કે બસ એવી જ રીતે આવી ગયો હતો અને NCBને માહિતી આપતો હોય. તે એક આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઈનપુટ છે.
પ્રશ્નઃ અને આ પેડલર કોણ છે કે જેને તેના સોર્સે કહ્યું છે? ડેવિડ અથવા અનુજ કેસવાની વગેરે..
અધિકારીઃ અત્યારે તો આ તમામ ટેકનિકલ રીતે અન-રિલેટેડ છે. પેડલર ડેવિડ અન-રિલેટેડ છે. તે સંપૂર્ણપણે ઈન્ટેલિજન્સ ઈનપુટવાળો ક્રેડિબલ શખ્સ છે. જે પેડલરના કોન્ટેક્ટની વ્યક્તિ છે. અર્જુન રામપાલ સાથે રહ્યો છે. અમારી પાસે કેટલાક વિશ્વસનીય પુરાવા છે કે અર્જુનનું શાહરુખ સાથે કનેક્શન છે અને ડિનો મોરિયાનું અન્ય કોઈની સાથે કનેક્શન છે

પ્રશ્નઃ ડિનો મોરિયા કેવી રીતે સપ્લાય કરતો હતો?
અધિકારીઃ થશે.

પ્રશ્નઃ બંદે (વ્યક્તિ)ને ઉઠાવવા એટલે?
અધિકારીઃ જુઓ આગળ શુ થાય છે, અત્યારે અમે લોકો કામ કરી રહ્યા છીએ..

પ્રશ્નઃ બાકી દીપિકા, સારા, શ્રદ્ધા કેસમાં શુ અપડેટ છે? શુ તેમને ફરી વખત સમન્સ જશે?
અધિકારીઃ અત્યારે તો નહીં. અન્ય કંઈ થવાના સંજોગોમાં જઈ શકે છે, પણ અત્યારે તો નહીં

પ્રશ્નઃ આજે ફરી રિયા-શોવિક કેસમાં હાઈકોર્ટનો આદેશ આવ્યો…
અધિકારીઃ સાંજે સાડા છ સુધી તો નથી આવ્યો.

પ્રશ્નઃ અત્યારે તો બે નામ છે,પણ શાહરુખ સાથે શુ કરશો, તેનું તો બહુ મોટું નામ છે….
અધિકારીઃ ઈન્ટરનેશનલ ઈન્ટેલિજન્સ પાસેથી ઈનપુટ મળી રહ્યા છે, તેમને લઈ. હવે આગળ કેવી રીતે અને શું કરવું તેની ઉપર NCB તૈયારી કરી રહી છે

શાહરૂખ ખાન દુબઈમાં છે
શાહરૂખ ખાન હાલ દુબઈમાં છે અને IPLની મજા માણી રહ્યો છે. જ્યારે અર્જૂન રામપાલ મુંબઈમાં પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રણબીરની વાત કરીએ તો છેલ્લા દિવસોમાં તે પરિવાર સાથે બર્થ ડે મનાવતો જોવા મળ્યો હતો. ડિનો મારિયા પણ હાલ મુંબઈમાં છે.

Source by [author_name]