- IPLની ગત સિઝનમાં પ્રથમ ઈનિંગ્સમાં સરેરાશ 171 રન બન્યા હતા
- છેલ્લી ઓવરોમાં ફાસ્ટ બોલર બમણા રન આપી રહ્યા છે
IPL-13નો પ્રથમ સપ્તાહ સમાપ્ત થઈ ગયો છે. પ્રારંભિક 8 મેચમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમ 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. 8 ટીમમાં માત્ર સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ એક પણ પોઈન્ટ મેળવી શકી નથી. તે પોતાની બંને મેચ હારી ગઈ છે. વર્તમાન સિઝનમાં પ્રથમ ઈનિંગ્સમાં સરેરાશ 177 રન બની રહ્યા છે, જે છેલ્લી 5 સિઝનમાં સૌથી વધુ છે. મધ્યમ અને અંતિમ ઓવરોમાં સ્પિન બોલરો અસરકારક સાબિત થઈ રહ્યા છે, જ્યારે 20મી ઓવરમાં ફાસ્ટ બોલર સ્પિનર્સ કરતાં બમણા રન આપી રહ્યા છે.

ટોસ જીતીને આઠ મેચમાં માત્ર એક ટીમે બેટિંગ પસંદ કરી, તેને પણ પરાજય મળ્યો
સિઝનમાં અત્યાર સુધીના રેકોર્ડ મુજબ શરૂઆતની 8 મેચમાં ટોસ જીતનારી ટીમે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. માત્ર 8મી મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો અને તેમને હારવું પડ્યું છે.

પાવરપ્લેમાં ફાસ્ટ બોલર તો મધ્યમ ઓવરમાં સ્પિનર્સને વધુ વિકેટ મળે છે
પાવરપ્લેમાં ફાસ્ટ બોલર તો મધ્યમ ઓવરમાં સ્પિન બોલર્સને વધુ વિકેટ મળી રહી છે. આ ઉપરાંત બીજી ઈનિંગ્સ એટલે કે લાઈટમાં ફાસ્ટ બોલર વધુ અસરકારક સાબિત થયા છે.
બેંગલુરુની ફીલ્ડિંગ સૌથી ખરાબ, તેના ખેલાડીઓએ બે મેચમાં 6 કેચ છોડ્યા
ટીમ | અબુ ધાબી | દુબઈ | શારજાહ | કુલ |
ચેન્નઈ | 0 | 0 | 1 | 1 |
દિલ્હી | 0 | 5 | 0 | 5 |
કોલકાતા | 1 | 0 | 0 | 1 |
પંજાબ | 0 | 1 | 0 | 1 |
મુંબઈ | 2 | 0 | 0 | 2 |
બેંગલુરુ | 0 | 6 | 0 | 6 |
રાજસ્થાન | 0 | 0 | 1 | 1 |
હૈદરાબાદ | 0 | 1 | 0 | 1 |