Grishma Ritu par Nibandh In Gujarati

ગ્રીષ્મ ઋતુ વિશે નિબંધ | Grishma Ritu par Nibandh In Gujarati

ગ્રીષ્મ ઋતુ નિબંધ: પૃથ્વી પરિભ્રમણ કરે છે. માટે દુનિયામાં ઋતુઓનું ચક્ર સતત ચાલતું જ છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ આવ્યા રાખે છે. આ આપણી ઋતુઓ આવ્યા રાખે છે. આમ હાલમાં જ્યારે વસંતઋતુ નો અંત આવે પછી. ગ્રીષ્મ ઋતુનું આગમન થાય છે. ગ્રીષ્મ એટલે ઉનાળોઅને ઉનાળો એટલ તાપ, ગરમી, સૂર્યપ્રકાશ ઉનાળો  ફળો નો રાજા કેરી માટે પણ જાણીતી છે. આ લેખ માં તમને ગ્રીષ્મ ઋતુ પર નિબંધ જોવા મળશે. ગ્રીષ્મ ઋતુ વિશે નિબંધ ,Essay on Grishma Ritu In Gujarati

ગ્રીષ્મ ઋતુ નું આગમન

આપડા ભારતમાં ઉનાળો એટલે કે ગ્રીષ્મ ઋતુ વસંત ઋતુ ની અનુગામી છે. આપણા ભારતમાં  વૈશાખ અને જેઠ માસના સમયગાળા દરમિયાન આવે છે. જ્યારે એપ્રિલ મહિનાથી અગભગ જોવા જઇએ તો જૂન,જુલાઈ માસ સુધી રહે છે. ત્યારે ખુબ ગરમી પડે છે.કેમકે, આ સમય દરમિયાન પૃથ્વીનો એ ભાગ સૂર્યની ખુબ નજીક હોય છે. એટલે ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય ના કિરણો પસાર થાય છે. જેથી ગરમી વધે છે. ઉષ્ણ કટિબંધમાં મોસમી પવનો વાય છે. ચોમાસાની ઋતુનો આગમન ની ત્યારે થાય છે.

ગ્રીષ્મઋતુ દરમિયાન દિવસ ,રાતમાં ફેરફાર આવે છે. જેમાં દિવસો લાંબા હોય છે, અને રાતો ટુંકી હોય છે. વહેલી સવારે જ સૂર્યોદય થયી જાય છે. ત્યારે વાતાવરણ ખુબ ઠંડુ ને સારું હોય છે. સામે રાતે પણ મોડી રાત્રે ઠંડો પવન વાય છે. લોકો પોતાના ધાબા પર સુવા જાય છે. દરિયા કિનારે ભરતી અને ઓટ આવે રાખે છે.

ગ્રીષ્મ ઋતુ ની સવાર

ગ્રીષ્મ એટલે ઉનાળો અને ઉનાળો એટલે ગરમી. ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય ખુબ આકરો હોય છે. વહેલી સવારે સૂર્યોદય થાય છે. એટલે ધીમે ધીમે  સૂર્યનો તાપ વધવા લાગે છે. લોકો પોતાના કામ પર નીકળી જાય છે. અને જેમ જેમ સૂર્ય ઉપર જતો જાય છે. તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. અને ઉનાળા માં તો ગરમી ખુબ વધી જાય છે.

પરંતુ નાના બાળકો ને આ ઋતુ ખુબ ગમે છે.કેમ કે આ ઋતુ માં તેમને ઉનાળાનું વેકેશન મળે છે. તેઓ ગરમી ના બહાને રજા અને આરામ મળી જાય છે. અને તેઓ ખુશ ખુશ થયી જાય છે..સવારે મોડે સુધી સૂતા રે છે. અને આરામ થી ઊઠે છે અને આખો દિવસ રમે છે.

 વહેલી સવારથી જ તાપ પડવા લાગે છે. જેમ જેમ સૂર્ય ઊંચે ચડતો જાય, તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતુ જાય છે. બપોર સુધીમાં તો બધે કાળજાળ ગરમીનુ મોજું ફરી વળે છે.  સૂર્ય જાણે અગનવર્ષા કરતો હોય, એવું લાગે છે. ધરતીમાંથી ઊંની ઊંનું વરાળો નીકળવા લાગે છે. મોટા ભાગના જળાશયોના પાણી સુકાઈ જાય છે. ખેતરો વેરાન થઈ જાય છે. જ્યાં જુઓ ત્યાં ગરમ ગરમ લૂં ફૂંકાય છે. ક્યાંક ધસી આવતા વંટોળિયાને લીધે ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે. ખુલ્લા પગે રસ્તા પર તો શું, ઘરના ખુલ્લા ચોગાન કે ઓસરીમાં પણ ચાલવાનું અશક્ય થઈ જાય છે.

ગ્રીષ્મ ઋતુ ની બપોર

ગ્રીષ્મ ઋતુની બપોર એટલે કાળજાળ ગરમીમાં સૂરજ મહારાજ જાણે ક્રોધાયમાન થયા હોય એવી ગરમી અને તાપ જોવા મળે છે. આ સમય દરમ્યાન ઘર થી બહાર નીકળવું ખુબ મુશ્કેલ થઈ જાય છે. રસ્તા પર આગ નીકળી હોય એવું લાગે છે. અને વાતાવરણ ખુબ ગરમ થયી જાય છે. 

આ સમય દરમિયાન લુ વાતી હોય છે. જે આપણા શરીર માટે સારી હોતી નથી તેનાથી બીમાર પણ થયી જવાય છે. આ લુ થી બચવા માટે અને ઉનાળા થી બચવા માટે લોકો સુતરાઉ કપડા પહેરે છે.અને મોટે ભાગે ડુંગળીનું સેવન કરવાથી લુ થી બચી શકાય છે.ઉનાળાની બપોરે ખેડૂતો, વટેમાર્ગુઓ અને પ્રાણીઓ ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ કરે છે. પંખીઓ પણ તેમનાં માળામાં જ રહે છે. લોકો પોતાના ઘરમાં પંખા કે એરકન્ડિશનર ચાલુ કરીને લોકો ગરમીથી રાહત મેળવે છે. 

શાળામાં વેકેશન હોવાથી બાળકો ઘરમાં રમતો રમે છે. અને બપોરે તો ખાસ કરીને ને ૧૨ થી ૩ વાગ્યા ના સમય ગાળા દરમિયાન તો લોકો ની અવર જવર સાવ બંધ થયી જાય છે. અને લોકો ઘરે જ રહેવાનું પસંદ કરે છે. અને કામ થી લોકો બહાર હોય એની માટે સેવાભાવી લોકો છે. એ પરબો બંધાવે છે. અને બેસવાની વ્યવસ્થા પણ કરે છે.જેથી એ લોકો ને થોડો આરામ રહે અને પશુ પક્ષી માટે પણ પાણી પીવાની  સુવિધા કરી દે છે. જેથી એ લોકો ગરમી થી રાહત મેળવી શકે.

અમુક પ્રાણી તો આ સમય દરમિયાન સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે..જેથી તેમને વધારે ગરમી પણ ના લાગે છે..પાણી ઉનાળામાં ઓછું હોય. એટલે પાણી નો પણ ઉપયોગ વધારે ના થાય આ સમય પૂરો થાય પછી તેમની રોજિંદી ક્રિયા શરૂ કરે છે. અને અમુક પક્ષી જે સ્થળાંતર કરી ને ગરમી થી રાહત મેળવે છે.

ગ્રીષ્મમાં ઉકળાટમાં કેરીનો મધુર અને ફાલસાનો ખાટોમીઠો સ્વાદ શી રીતે ભૂલી શકાય?  ફળને પાકવા માટેય તાપ જરૂરી છે.  આકરો ઉનાળો આપણી કસોટીનો કાળ છે.  ઉનાળાનો આકરો તાપ છે તેથી જ વર્ષાની પધરામણી થઇ શકે છે

ગ્રીષ્મ ઋતુની સાંજ

ઉનાળાની સાંજ નું તો કેવું જ શું?  લોકો આખો દિવસ આ કડકડતી અને બળબળતી ગરમી થી થાક્યા હોય છે.અને કામ કરી ને ઘરે આવ્યા હોય છે. નાના બાળકો પણ કંટાળી ગયા હોય છે. ત્યારે સાંજ પડે ને લોકો જમી ને આઇસ્ક્રીમ , કુલ્ફી ખાવા નીકળે અને નાના બાળકોને મોજ પડે છે. સાંજના સમયે ભગવાન કુદરતી એરકન્ડિશનર ચાલુ કરે છે. સાંજે વાતાવરણ એકદમ ઠંડુ પડી જાય છે.ઠંડો ઠંડો પવન વાય છે અને લોકો કુલ્ફી નિ મજા લેતા હોય છે. ત્યાર બાદ પોતાના ઘર ની મેડી પર બધા સુવા જાય છે. ત્યાં પણ જમાવટ કરી હોય છે.બધા ખુબ આનદ માણે છે. અને પશુ પક્ષી ગરમી સહન કરતા સવાર ના રાતે રાહત મેળવે છે.

ઉનાળાની ઋતુ લોકો ને ગમવાની વધુ એક કારણ એ છે ,આ એક જ ઋતુમાં બધા ને પસંદ એવા ફળોનો રાજા” કેરી” આવે છે. ખાસ કરીને ઉનાળા માં જ આંબામાં કેરીઓ આવે છે અને એમાં પણ ગુજરાતની ગીર ની કેસર કેરીની તો વાત જ નિરાલી છે. લોકો તો કેરીનો રસ,એનું શેઈક જેવી જાત જાત ની વાનગી બનાવે છે. કેરી નાના બાળકો થી લયીને મોટા વૃદ્ધો સુધી બધા ને કેરી ખુબ પસંદ આવે છે.

અને ગરમ વિસ્તારમાં રહેતા હોય એ ત્યાંની ગરમીથી બચવા માટે લોકો ઠંડા પ્રદેશમાં ફરવા જતા રહે છે. જેમકે, શિમલા,મનાલી, નેનીતાલ,જમ્મુ કાશ્મીર,જેવા ઠંડા પ્રદેશમાં માં જતાં રહે છે. જેથી ત્યાં ઓછી ગરમી નો સામનો કરવો પડે છે.

ઉનાળા માં તાપ એટલે કે ગરમી વધુ પડે છે. અને દિવસે ને દીવસે આ ગરમી વધતી જાય છે. જે માનવીય પ્રવુતિ ને કારણે થાય છે. હવા માં થતું પ્રદૂષણ કારખાના ઓ ના કચરા આ બધા ને કારણે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે..અને પરિણામે આકાશ માં ઓઝોન નું સ્તર કે જે સૂર્યના ખરાબ કિરણો ને આવતા રોકે છે. જે ઓઝોન ના સ્તર માં પોપડા પડવાથી વાતાવરણ માં આ કિરણો આવે છે .જે આપની અને અન્ય જીવ સૃષ્ટિ માટે ખુબ હાનિકારક છે. જેને કારણે ચામડી ના રોગ પણ થાય છે. અને વાતાવરણમાં ગરમી નું પ્રમાણ વધે છે .જેથી આપણે ગરમીનો વધુ સામનો કરવો પડે છે. એટલે ઓછું પ્રદૂષણ કરીએ એ આપણા માટે જ સારું છે.

ઉપસંહાર

આમ ઉનાળો હોય શિયાળો કે ચોમાસુ હોય દરેક ઋતુનું પોતાનું આગવું મહત્વ છે. બધી ઋતુઓ આપણા જીવન માં મહત્વની છે.આથી ગ્રીષ્મ ઋતુમાં તેના લાભ પણ છે અને તેના ખામી પણ છે. બધી ઋતુઓ આપણા માટે જરૂરી છે.

આમ, અમને આશા છે કે તમને ગ્રીષ્મઋતુ વિશે નિબંધ ગમ્યો હશે અને તેમાંથી નવું શીખવા અને જાણવા પણ મળ્યું હશે તો આ નિબંધ ને અન્ય વિદ્યાર્થી અને મિત્રોને શેર કરો

આ પણ વાંચો : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *