એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ યસ બેન્કના સહ-સ્થાપક રાણા કપૂરના લંડન સ્થિત ફ્લેટને જપ્ત કરી લીધો છે. તપાસ એજન્સીએ મની લોન્ડ્રિંગ કેસમાં આ કાર્યવાહી કરી છે. આ ફ્લેટની કિંમત આશરે રૂપિયા 127 કરોડ આંકવામાં આવે છે. રાણા કપૂર, તેમના પરિવાર તથા અન્યો પર રૂપિયા 4,300 કરોડના મની લોન્ડ્રિંગનો આરોપ છે. રાણા કપૂરનો આ ફ્લેટ લંડનના સાઉથ આઉડલી સ્ટ્રીટ સ્થિત છે. તેમણે વર્ષ 2017માં રૂપિયા 93 કરોડમાં ખરીદ્યો હતો. તેનું રજિસ્ટ્રેશન ડાયટ ક્રિએશન્સ જર્સી લિમિટેડના નામથી છે. રાણા તેમના બેનિફિશિયલ ઓનર છે.

3 બેડરૂમનો ફ્લેટ છે
આ સાથે એવુ કહેવામાં આવે છે કે રાણાનો આ ફ્લેટ 5 BHK છે. તેમા 2 લિવિંગ રુમ અને 3 બેડરૂમ છે. આ ઉપરાંત ફ્લેટનો ફ્લોર એરિયા 3,532 વર્ગ ફૂટ છે. પ્રાઈવેટ પાર્કિંગ પણ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાણા કપૂર આ પ્રોપર્ટીને વેચવાના હતા. આ માટે તેમણે એક પ્રોપર્ટી કન્સલ્ટન્સીને પણ હાયર કર્યો હતો. પ્રોપર્ટીને કેટલીક વેબસાઈટ પર પણ વેચાણ માટે લિસ્ટ કરવામાં આવી હતી.

પ્રોપર્ટી જપ્ત થશે
હવે પ્રક્રિયા અંતર્ગત ED બ્રિટનમાં એટેચમેન્ટ ઓર્ડરને લાગૂ કરાવવા માટે ત્યાંની એજન્સી સંપર્કમાં રહેશે. આ સાથે નોટિસ પણ જારી કરશે કે આ પ્રોપર્ટીને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ના ક્રિમિનલ સેક્શન અંતર્ગત વેચાણ અથવા ખરીદી ન શકાય. આ અગાઉ રાણા કપૂરની અમેરિકા, દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આવેલી પ્રોપર્ટીને પણ જપ્ત કરાઈ છે.

કેસ શુ છે
મની લોન્ડ્રિંગ કેસમાં EDએ અત્યાર સુધી રાણા કપૂરની રૂપિયા 2,203 કરોડની સંપત્તિ ટાંચમાં લઈ ચુક્યા છે. EDનો આરોપ છે કે રાણા કપૂર અને તેના પરિવારે અન્યો સાથે બેન્ક મારફતે મોટુ ધિરાણ આપવા માટે લાંચ લીધી હતી. EDએ આ લોકોને રૂપિયા 4,300 કરોડની મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ માર્ચમાં રાણા કપૂરની ધરપકડ કરી હતી.આ કેસમાં ED એ અગાઉથી જ DHFL પ્રમોટરો કપિલ તથા ધિરજ વધાવનની પ્રોપર્ટીઝને પણ PMLA અંતર્ગત ટાંચમાં લઈ ચુકી છે, જે આશરે રૂપિયા 1400 કરોડની છે.

Source by [author_name]