કેન્દ્ર સરકાર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનુ ખાનગીકરણ કરવા માટે પ્રયાસરત છે. પરંતુ તેના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા આગામી નાણા વર્ષ સુધી લંબાઈ શકે છે. જેથી કોરોના કાળમાં વધતી સરકારની રાજકોષિય ખાધ પર અંકુશ લાદવાના પ્રયાસો નિષ્ફળ જઈ શકે છે.

સરકારી સુત્રો અનુસાર, વધતી રાજકોષિય ખાધ નિયંત્રિત કરવા માટે બીપીસીએલ સહિત ટોચની કંપનીઓનુ ડિસઈન્વેસ્ટમેન્ટ સરકારની યોજનાનો મુખ્ય હિસ્સો છે. સરકારે બજેટમાં આ નાણા વર્ષ દરમિયાન રાજકોષિય ખાધ જીડીપીના 3.5 ટકા સમકક્ષ અર્થાત રૂ. 7.96 લાખ કરોડ સુધી સીમિત રાખવા લક્ષ્યાંક મૂક્યુ હતું. પરંતુ તેનો આંકડો શરૂઆતી ચાર મહિનામાં રૂ. 6.62 લાખ કરોડ સુધી પહોંચ્યુ હતું. જે નિર્ધારિત લક્ષ્યના 83.17 ટકા સમકક્ષ છે.

સરકારે બીપીસીએલમાં પોતાનો હિસ્સો ડિસઈન્વેસ્ટ કરવાની જાહેરાત નવેમ્બર, 2019માં કરી હતી. આશરે 12 સરકારી કંપનીઓમાં હિસ્સો વેચી ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી બીપીસીએલનુ ડિસઈન્વેસ્ટમેન્ટ પૂર્ણ કરવાનુ લક્ષ્ય હતું. પરંતુ કોરોનાના લીધે ઈઓઆઈ મગાવવાની ડેડલાઈન બે મહિના લંબાવાઈ છે. લોકડાઉનથી સંભવિત ખરીદદાર કંપનીની રિફાઈનરી સહિત અન્ય એસેટની વેલ્યુએશન કરી શકી નથી.

59થી 74 હજાર કરોડ મળવાનો અંદાજ હતો
ગતવર્ષે ઉદ્યોગ સુત્રોએ બીપીસીએલમાં સરકારને 53.29 ટકા ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂ. 59,200 કરોડથી રૂ. 74,000 કરોડનો અંદાજ વ્યક્ત કર્યો હતો. કોરોનાના લીધે જૂન ત્રિમાસિકમાં દેશનો વિકાસ દર રેકોર્ડ 23.9 ટકા ઘટ્યો છે. એવામાં બીપીસીએલના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા લંબાઈ છે. સરકારને આર્થિક ગતિવિધિઓ વધારવા માટે જરૂરી રકમ એકત્ર કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા આ વર્ષે 2.10 લાખ કરોડનું લક્ષ્યાંક
કેન્દ્ર સરકારે ચાલુ નાણા વર્ષ દરમિયાન રૂ. 2.10 લાખ કરોડની રકમ ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત એકત્ર કરી હતી. પરંતુ પાંચ મહિનામાં કોરોના મહામારીના દોરમાં પ્રક્રિયાઓ થંભી હતી. જેને ધ્યાનમાં રાખતાં ચાલુ નાણા વર્ષમાં રૂ. 1.20 લાખ કરોડીન રકમ ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત મળવાનો અંદાજ છે. ગ્લોબલ ઈકોનોમી અંગે સ્પષ્ટતા થયા બાદ યોગ્ય અંદાજ રજૂ કરી શકાશે.

Source by [author_name]