આદર્શ વિદ્યાર્થી પર નિબંધ ગુજરાતી

આદર્શ વિદ્યાર્થી પર નિબંધ ગુજરાતી | Adarsh Vidyarthi Nibandh in Gujarati

આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ : આદર્શ વિદ્યાર્થી ની વાત કરીએ જે વિદ્યાર્થી ભણવામાં જ નહી પરંતુ બધી જ પ્રવુતિ માં માહિર હોય છે.તેનું વ્યક્તિત્વ, સ્વભાવ, વાણી, વર્તન બધું જ સારું હોય છે.વિદ્યાર્થી માત્ર અભ્યાસમાં જ નહી પરંતુ પોતાના વાસ્તવિક જીવન માં પણ સફળ થવો જોઈએ.

માત્ર સારા ગુણ લેવાથી કે શિક્ષક નો પ્રિય બનવાથી આદર્શ વિદ્યાર્થી થવાતું નથી આદર્શ વિદ્યાર્થી એ આવતી કાલ નું ભારતનું ભવિષ્ય છે.આજનો વિદ્યાર્થી બાળક એ કાલ નો યુવા નાગરિક બને છે.તેથી એક આદર્શ વિદ્યાર્થી એ આપણા ભારતને પણ પ્રગતિના પંથે લાવી શકે છે.

વિદ્યાર્થી ના નવા નવા વિચાર જે દેશને ખુબ ઉપયોગી બને છે. તે ઉચ્ચ વિચારસરણી ધરાવતા હોવો જોઈએ માત્ર પુસ્તક નું જ્ઞાન નહી પણ વાસ્તવિક જ્ઞાન પણ હોવું જોઈએ એ માત્ર શાળા માં પ્રથમ ક્રમે આવી ને શાળા નું નામ રોશન કરે છે પરંતુ જો તેને જીવનની મુશ્કેલી નો સામનો કેવી રીતે કરવો એ ન આવડે તો એ આદર્શ કહો શકાય નહિ. (આદર્શ વિદ્યાર્થી નિબંધ in Gujarati)

આદર્શ વિદ્યાર્થી પર નિબંધ ગુજરાતી – Adarsh Vidyarthi Essay in Gujarati

આદર્શ વિદ્યાર્થી આચાર અને શિસ્તના નિયમો અનુસાર જીવે છે.  જીવનનો આ એ સમય છે જ્યારે ચારિત્ર્યનો પાયો નાખવામાં આવે છે.  તે યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે કે જો સંપત્તિ ખોવાઈ જાય, તો કંઈપણ ગુમાવ્યું નથી;  જો આરોગ્ય ખોવાઈ ગયું છે, તો કંઈક ખોવાઈ ગયું છે;  અને જો પાત્ર ખોવાઈ જાય તો બધું ખોવાઈ જાય છે.

શિસ્તની ભાવના વિનાનો વિદ્યાર્થી, સુકાન વિનાના વહાણ જેવો છે.  તે વહી જાય છે.કે આખો ક્લાસ એના થી ઇર્ષ્યા કરતો હોય છે. અને આવા આદર્શ વિદ્યાર્થી સાથે બધા શિક્ષકો સારી રીતે વર્તન કરે છે તેના મિત્રો ખુબ ગર્વ અનુભવે છે કે પોતાનો મિત્ર એક હોશિયાર અને આદર્શ છે.

આદર્શ વિદ્યાર્થી માત્ર અભ્યાસમાં જ નહી પરંતુ ખેલ – કુદ માં,ચિત્રકલા માં,વિવિધ પ્રવૃત્તિમાં અગ્રેસર હોય છે. શિક્ષકો બધી જવાદારીઓ તેને જ શોપે છે.

આદર્શ વિદ્યાર્થીને ઘડવામાં માતાપિતા અને શિક્ષકની ભૂમિકા

બધા ના માતા – પિતાની આશા હોય છે કે પોતાનું બાળક આદર્શ બને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરે અને સારા નબરે પાસ થાય.બધા ઈચ્છે છે કે પોતાનું બાળક અન્ય કરતા અલગ હોય અને આદર્શ બને .બધા બાળકો પ્રયાસ પણ કરે છે.કે પોતે આદર્શ બને માતા પિતા ના સપના પૂર્ણ કરે. પરતુ એમાં બધા જ આદર્શ બનતા નથી મોટા ભાગ ના બાળકો નિષ્ફળ જાય છે.અને સખત પ્રયત્ન કરવાથી તેઓ સફળ થયી શકે છે પરંતુ તેમાં તેમના માતા પિતા અને શિક્ષકોનો પણ મોટો ફાળો હોય છે.તેઓ ની મહેનત પણ જરૂરી છે.

જ્યારે બધા ઇચ્છતા હોય કે પોતાના સંતાન સારું બને તો તેઓ લોકો એ પણ કઈક આપવું પડે છે. બાળક ના માતા પિતા પોતાના બાળક નેં આદર્શ બનાવવા માટે ઘણા ઉદહરણો આપે છે અને પ્રેરિત કરે છે.પરતુ પોતે મહેનત કરતા નથી એ લોકો બાળક પર ઢોળી મૂકે છે.તેના પર બોજો મુકી દે છે.એવું કરવું ન જોઈએ બધા એ થોડો થોડો સાહસ કરવો જોઈએ.

માતા પિતા એ તેમના બાળકને શ્રેષ્ઠ બનાવવા માટે પોતે પણ પ્રયત્ન કરવો પડે અને બાળકની વાત સાંભળવી પડે છે અને તેની સાથે સારી રીતે વ્યવહાર કરવો પડે છે.અને માતા પિતા પણ બાળક નું પાલન-પોષણ કરીને અને માર્ગદર્શન આપીને તે અપેક્ષાઓ પૂરી કરવામાં મદદ કરવાની પણ હોવી જોઈએ.એમની પણ ભૂમિકા હોય છે.

અને શિક્ષકની વાત કરીએ તો એક સારો શિક્ષક ખરાબ વિદ્યાર્થીને પણ સફળતાના શિખરો સર કરવી શકે છે.અને જીવન માં.શ્રેષ્ઠ બનાવી શકે છે.મોટા ભાગનો સમય ભલે માતા પિતા સાથે વિતાવે પરતુ માતા પિતા  

શિક્ષક પાસે થી સલાહ લે છે.એક શિક્ષક જ બાળક નું ઘડતર સારી રીતે કરી શકે છે.તેઓ બાળક ને સલાહ આપે ખીજાય છે તો તેના સારા ભવિષ્ય માટે જ. આથી જ સારા આદર્શ વિદ્યાર્થી ની પાછડ તેના માતા પિતા અને શિક્ષક નો પણ અમૂલ્ય ફળો હોય છે.  

એક આદર્શ વિદ્યાર્થી  દેશના કાયદાનો આદર કરે છે અને તેનું પાલન કરે છે. તેમનામાં એક સારા નાગરિકના તમામ ગુણો હોય અને બધા ધર્મો તેને માટે સમાન હોય છે . 

પોતાની માતૃભૂમિનો આદર કરે છે. તે ક્યારેય ખોટું બોલતો નથી અને તે કોઈની ટીકા અને ઇર્ષ્યા કરતો નથી. હમેશા પોતાના મિત્રો,સંબધીઓ સાથે દેશ સાથે હમેશા વફાદાર રહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં અડગ રહે છે.

આદર્શ વિદ્યાર્થી ના લક્ષણો

એક આદર્શ વિદ્યાર્થી ના લક્ષણો આપ્યા છે.જેને પોતાના આગવા અને અલગ જ સિદ્ધાંત હોય છે.જે નીચે મુજબ છે.

મહેનતુ

એક આદર્શ વિદ્યાર્થી હમેશા મહેનતુ હોય છે.અને તે ગમે તે કાર્ય કરવા માટે પોતાનું ૧૦૦%આપી દે છે. તેને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખતો નથી.અને એ કરી બતાવે છે. અભ્યાસ, રમતગમત તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ હોય છે પણ નીસ્ફળતા મળવાથી તે ઉદાસ થતો નથી.

ઉત્સાહી

આદર્શ વિદ્યાર્થી એ ક્યારેય આળસ કરતો નથી એ હમેશા કઈક ને કઈક નવું જાણવા માટે ઉત્સાહી હોય છે.અને વર્ગમાં પ્રશ્નો પૂછવામાં તે અચકાતા નથી. અને નવી નવી પુસ્તકો વાંચવા માં અચકાતો નથી.અને રમત ગમત માં બીજી પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ઉત્સાહી હોય છે.

હકારાત્મક

એક આદર્શ વિદ્યાર્થી હમેશા હકારાત્મક વિચારો ધરાવતો હોય છે.એ ક્યારેય પણ પરિક્ષા માં ઓછા ગુણ અવાથી તે નિરાશ થતો નથી.વિદ્યાર્થી ક્યારેક અચાનકથી કોઈ મુશ્કેલી આવે તો એ હતાશ થતો નથી અને એક હકારાત્મક ઊર્જા સાથે પોતાનો ઉત્સાહ જાળવી રાખે છે અને પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરે છે.

ધ્યેય સિદ્ધિ

આદર્શ વિદ્યાર્થીના ધ્યેય ખુબ ઉંચા હોય છે.એ ધ્યેય સિદ્ધિ કરવા માટે એ જરૂરી એવી પોતાની ખુબ મહેનત કરે છે.અને પોતાનો ધ્યેય સિદ્ધ કરે છે.

નિષ્કર્ષ

આમ, કોઈ પણ બાળક સંપૂર્ણ રીતે આદર્શ જન્મતો નથી. વિદ્યાર્થીને આદર્શ બનાવતી આદતો હોય છે.તેના ગુણો હોય છે. બાળકમાં છુપાયેલી ક્ષમતાને બહાર લાવવા માટે માતા-પિતા અને શિક્ષકો બંનેએ પ્રયત્નો કરવાની જરૂર રહે છે. આ બને ખુબ મહેનત કરે છે અને ઈચ્છે છે કે પોતાનું બાળક આદર્શ વિદ્યાર્થી બને.આદર્શ વિદ્યાર્થી બનવા માટે એક સંકલ્પ ની જરૂર પડે છે.જે નાનપણથી તેને કંડારવામાં આવે તો જ પોતાનું ઘડતર કરી શકે છે.અને સફળ ભવિષ્ય બનાવી શકે છે.

આમ,અમને આશા છે.કે આપ લોકો ને આ આદર્શ વિદ્યાર્થી પર નિબંધ ગુજરાતી માં પસંદ આવ્યો હશે અને તેમાંથી જાણવા પણ મળ્યું હશે તેથી આપ લોકો આમારો આ નિબંધ બીજા મિત્રો અને વિદ્યાર્થી ને શેર કરો. (Essay On adarsh vidyarthi in gujarati)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *