રોહિતે કહ્યું- હું જ્યારે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં રમું છું ત્યારે બેટ એક કે બે મહિના સુધી જ ટકી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા પોતાની સાથે 9 બેટ લઈને યુએઈ ગયો છે. ‘હિટ મેન’ તરીકે ફેમસ રોહિતે કહ્યું કે,’હું જ્યારે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં રમું છું ત્યારે બેટ એક કે બે મહિના સુધી જ ટકી શકે છે. ટી20માં બોલને વધુ હિટ કરવાની જરૂર પડે છે. અનેક નવા પ્રકારના શોટ અંગે પ્રેક્ટિસ કરવી પડે છે. આથી બેટ તૂટવાની સંભાવના વધુ રહે છે. સામાન્ય રીતે મારું બેટ લાંબો સમય ટકી જાય છે, લગભગ 4-5 મહિના. જોકે, ટી20માં આવું શક્ય નથી’.

રોહિતે વધુમાં કહ્યું કે, ‘અત્યારે કોરોનાનો સમય છે. જો બેટ તૂટી જાય તો નવું મગાવવામાં મુશ્કેલી થઈ શકે છે. અત્યારે ખબર નહીં કુરિયર સમયસર પહોંચશે કે નહીં. આ જ કારણે હું 9 બેટ લઈને આવ્યો છું.’ રોહિતે કેકેઆર સામે મેચ વિજયી 90 રનની ઈનિંગ્સ રમી હતી.

Source by [author_name]