કોરોનાની વચ્ચે 7 મહિના પછી ખૂલી રહેલાં મલ્ટિપ્લેક્સ માટે સરકારે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(SOP) બહાર પાડી છે. 15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટીની સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી છે. જોકે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. બે લોકોની વચ્ચેની સીટ ખાલી રહેશે.

હોલની અંદર પેકેજ્ડ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી પડશે. એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવામાં આવશે. શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે SOP જાહેર કરતાં કહ્યું છે કે મલ્ટિપ્લેક્સ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં બોક્સ ઓફિસ પણ ખુલ્લી રહેશે.

એન્ટ્રી કઈ રીતે મળશે ?

 • કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.
 • થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું પડશે. અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે.
 • જે લોકો કોરોનાની ગાઈડલાઈન ન માને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સીટિંગ અરેન્જમેન્ટ કેવી હશે?

 • સીનેમા હોલમાં 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય.
 • એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.
 • બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.
 • એવી સીટ પર ટેપ લગાવવી પડશે અથવા માર્કર લગાવવી પડશે.
 • એક પછી એક વ્યક્તિ નહીં બેસી શકે.
 • ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.

સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં અંદર જવા પર શું કરવામાં આવશે ?

 • માત્ર પેક્ડ ફૂડની પરવાનગી હશે. તેના માટે વધુ કાઉન્ટર રાખવા પડશે. તેના માટે ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે.
 • હોલની અંદર ફૂડ અને બેવરેજેસની ડિલીવરી મળશે નહિ.
 • લોકો લાઈનમાં અંદર-બહાર આવે, તેના માટે ઈન્ટરવેલનો સમય વધારવામાં આવી શકે છે.
 • બે શોની વચ્ચેનો સમય અલગ-અલગ હશે. એક શો ખત્મ થવા અને બીજો શો શરૂ થવાનો સમય એક નહિ હોય.
 • એક શો ખત્મ થવા પર લોકોને તેમની સીટના ક્રમ મુજબ બહાર જવા દેવામાં આવશે, જેથી ડિસ્ટન્સિંગ રહે.
 • એક શો પુરો થયા પછી હોલને સેનેટાઈઝ કરવામાં આવશે, પછીથી લોકો આવીને બેસી શકશે.

સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં બીજી શું વ્યવસ્થા કરવી પડશે ?

 • શો પહેલા અને પછી અને ઈન્ટરવેલ પહેલા અને પછી કોરોના અવેરનેસ બાબતે 1 મિનિટની ફિલ્મ બતાડવી જરૂરી હશે.
 • હોલની બહાર 6 ફુટના અંતર માટે જમીન પર માર્કર લગાવવા પડશે.
 • ક્રોસ વેન્ટિલેશન અને ACને 24થી 30 ડિગ્રી પર રાખવામાં આવે.
 • સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં ટિકિટ બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડશે.
 • ઓનલાઈન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન આપવું જોઈએ.
 • ટિકિટ બુકિંગ સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવે. એડવાન્સ બુકિંગની સુવિધા આપવામાં આવે.
 • આરોગ્ય સેતુ એપના ઉપયોગની સલાહ આપવામાં આવે છે.

Source by [author_name]