પાંચ ભાઈ-બહેનમાં સૌથી મોટા નજરાજનને ક્રિકેટ સાથે જોડવા પાછળ એ. જયપ્રકાશનો હાથ છે, જેમણે આ યુવાન ખેલાડીની પ્રતિભાને ઓળખી અને ક્રિકેટમાં આગળ વધવાની સલાહ આપી.

  • નટરાજને દિલ્હી વિરુદ્ધ 1 ઓવરના બધા જ બોલ યોર્કર ફેંકીને પ્રભાવિત કર્યા
  • તમિલનાડુ પ્રીમિયર લીગે ઓળખ અપાવી

દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મંગળવારની મેચમાં ટી નટરાજને પોતાના યોર્કરથી સૌને પ્રભાવિત કર્યા હતા.

મેચમાં મેન્ટર ‘જેપી નટ્ટુ’ નામની જર્સી પહેરી
સેલમથી 35 કિમી દૂર ચિનપ્પામપટ્ટી ગામના રહેવાસી નટરાજનના પિતા થંગારાસુ સાડીની ફેક્ટરીમાં કામ કરતા હતા, જ્યારે માતા ફૂટપાથ પર દુકાન લગાવતી હતી. પાંચ ભાઈ-બહેનમાં સૌથી મોટા નજરાજનને ક્રિકેટ સાથે જોડવા પાછળ એ. જયપ્રકાશનો હાથ છે, જેમણે આ યુવાન ખેલાડીની પ્રતિભાને ઓળખી અને ક્રિકેટમાં આગળ વધવાની સલાહ આપી. તેમની સલાહ પર જ નટરાજને ચેન્નઈ આવીને 2010-11માં પ્રથમ વખત ટીએનસીએ લીગ રમી હતી.

પોતાના મેન્ટોરનો આભાર માનવા માટે નટરાજને દિલ્હી વિરુદ્ધની મેચ દરમિયાન ‘જેપી નટ્ટુ’ નામની જર્સી પહેરી હતી. 20 વર્ષની વય સુધી નટરાજને માત્ર ટેનિસ બોલથી ક્રિકેટ રમી હતી. તેણે ક્યારેય ક્રિકેટ ગ્રાઉન્ડ જોયું ન હતું.

આ સિઝનના 46% યોર્કર માત્ર હૈદારાબાદે ફેંક્યા.

તમિલનાડુ પ્રીમિયર લીગમાં સુપર ઓવરમાં 6 યોર્કર ફેંક્યા હતા
નટરાજને 2016માં તમિલનાડુ પ્રીમિયર લીગમાં ડિન્ડીગુલ ડ્રેગન્સ અને એલબર્ટ પેટ્રિયોટ્સ વચ્ચેની મેચમાં સુપર ઓવર દરમિયાન તમામ 6 બોલ યોર્કર નાખીને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. 2017ની આઈપીએલની હરાજીમાં કિંગ્સ ઈલેવન પંજાબે તેને 3 કરોડમાં ખરીદ્યો હતો. એ સિઝનમાં પંજાબ માટે 6 મેચમાં તેની ઈકોનોમી (9.07) ઘણી મોંઘી રહી હતી. ખરાબ સિઝન પછી તેની કિંમત નીચે ગઈ અને 2018માં હૈદરાબાદે તેને રૂ.40 લાખમાં ખરીદ્યો હતો.

29 યોર્કરમાંથી 7 નટરાજને ફેંક્યા, સેહવાગ-બ્રેટ લી પ્રભાવિત

  • વીરેન્દ્ર સેહવાગે કહ્યું- નટરાજનના યોર્કર જોઈને ખરેખર આનંદ આવ્યો. અંતિમ ઓવરોમાં તેણે જે રીતે યોર્કરનો પ્રયોગ કર્યો, કમાલનો હતો.
  • બ્રેટ લીએ કહ્યું મેચની અંતિમ ઓવરમાં આવી જ બોલિંગ કરવાની હોય છે. નટરાજનનું પ્રદર્શન કમાલનું છે.

Source by [author_name]