કોરોના વચ્ચે ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ રમી રહ્યું છે.

  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 5 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી ચુક્યું છે, ઓસ્ટ્રેલિયાએ 80% વર્કર્સને સેલેરી આપી નથી
  • કોરોના વચ્ચે ઇંગ્લેન્ડ પહેલી ટેસ્ટ સીરિઝ વેસ્ટ ઇન્ડીઝ અને પછી પાકિસ્તાન સામે જુલાઈમાં રમ્યુ હતું

કોરોનાવાયરસ મહામારીને કારણે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પછી હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતિ કથળી છે. બોર્ડે તેના 20% એટલે કે 62 જેટલા કર્મચારીઓને કાઢવાની તૈયારી કરી છે. ECBના CEO ટોમ હેરિસને મંગળવારે જાહેર કરેલા પોતાના નિવેદનમાં આ વાત કહી હતી.

હેરિસને ECB વેબસાઇટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, “કોરોનાને કારણે ક્રિકેટને અત્યાર સુધીમાં લગભગ 100 મિલિયન (લગભગ 950 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. જો આ મહામારી 2021 સમર સુધી ચાલે તો તેને 200 મિલિયન પાઉન્ડ (લગભગ 1900 કરોડ રૂપિયા) નું નુકસાન થઈ શકે છે.”

PCB બિનજરૂરી કર્મચારીઓને દૂર કરશે

  • આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ તેના પાંચ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે.
  • તે જ સમયે, તે એવા કામદારોને દૂર કરવાની તૈયારી કરી રહ્યું છે જેઓ બિનજરૂરી છે અને સારું કામ નથી કરી રહ્યા.

ઓસ્ટ્રેલિયા બોર્ડ સુપરમાર્કેટમાં કર્મચારીઓ માટે નોકરી માગે છે

  • ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ મે મહિનામાં કેટલાક કર્મચારીઓને બરતરફ કર્યા હતા. ઉપરાંત, 80% કર્મચારીઓને ઓગસ્ટ સુધીમાં માત્ર 20% પગાર આપવાની વાત કરી હતી.
  • CA સુપરમાર્કેટમાં તેના કેટલાક કર્મચારીઓ માટે ત્રણ મહિના અસ્થાયી નોકરી પણ શોધી હતી. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ કેવિન રોબર્ટે પોતે એક રેડિયો શોમાં આ વાત કહી હતી.

ઇંગ્લેન્ડ બોર્ડે ખર્ચો ઘટાડવાની જરૂર છે

  • હેરિસને કહ્યું, “તાજેતરમાં અમે ECBના સ્ટ્રક્ચર અને બજેટની સમીક્ષા કરી. આ સમય દરમિયાન અમને ખર્ચા ઘટાડવાની જરૂરિયાતનો અહેસાસ થયો. અમારી સાથે કામ કરતા લોકો દ્વારા પણ તેની મંજૂરી આપવામાં આવી છે. બચાવવા માટે કરવામાં આવતા આ ફેરફારોથી ECBના દરેક ભાગને અસર થશે. “

અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં આવશે

  • ECBના CEOએ કહ્યું, આ દરખાસ્તમાં મંજૂરી મેળવેલ 20% કર્મચારીઓને હટાવવાની પણ માગ છે.મતલબ કે હવે લગભગ 62 લોકોને બહાર કાઢી શકાશે.
  • ઉપરાંત, બચત માટે કેટલીક સ્થિતિઓ બદલવામાં આવશે. આ સમય દરમિયાન થોડી ઓછી સંખ્યામાં ભરતીઓ પણ કરી શકાય છે. ઉપરાંત, આ પ્રસ્તાવથી અમારા જે પણ સાથીદારો પ્રભાવિત થશે, અમે તેમને મદદ કરીશું.

Source by [author_name]