• ચિરાગ પાસવાનની LJP 30 સીટો પર ચૂંટણી લડશે, જીતનરામ માંઝીની પાર્ટીને 4 સીટ મળશે
  • RLSP 5 બેઠક સાથે વાલ્મીકિ નગર લોકસભા સીટ પર યોજાનાર પેટાચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ NDAમાં બેઠકોની વહેચણીની ફોર્મ્યૂલા નક્કી થઈ ગઈ છે. કુલ 243 બેઠક પૈકી JDU સૌથી વધારે 104 બેઠક પર તેના ઉમેદવાર ઉતારશે. ભાજપ 100 બેઠક પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની LJP 30 બેઠક પર ઉમેદવાર ઉતારશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠક વહેચણીની આ ફોર્મ્યૂલા લગભગ નક્કી છે. તેમા એક-બે બેઠકનો ફેરફાર થઈ શકે છે. તાજેતરમાં જ NDAનો હિસ્સો બનેલા જીતનરામ માંઝીનો પક્ષ 4 બેઠક પર ચૂંટણી લડશે. બીજી બાજુ હવે મહાગઠબંધનનો હિસ્સો રહેલા ઉપેન્દ્ર કુશવાહ પણ NDAમાં પરત ફર્યા છે. તેમની પાર્ટી વિધાનસભાની 5 બેઠક પર તેના ઉમેદવાર ઉભા રાખશે.

વાલ્મીકિ નગર લોકસભા બેઠક પરથી ઉપેન્દ્ર કુશવાહ લડે તેવી શક્યતા
વાલ્મીકિ નગર લોકસભા બેઠક પર યોજાનાર પેટા-ચૂંટણીમાં RLSP પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા ચૂંટણી લડી શકે છે. આ બેઠક JDU સાંસદ વૈદ્યનાથ પ્રસાદ મહતોના અવસાનથી ખાલી થઈ છે. RLSP અગાઉ પણ NDAનો હિસ્સો હતો. વર્ષ 2019 લોકસભા ચૂંટણી અગાઉ મહાગઠબંધન સાથે ચાલી આવતી હતી.

કુશવાહા-નીતિશની મુલાકાત બાદ નક્કી થયુ RLSPનું પુનરાગમન નક્કી થયું
નીતિશના NDAથી અલગ થયા બાદ RLSPએ NDAનો હિસ્સો બની હતી. આ વખતે RLSPને NDAમાં લાવવામાં નીતિશે મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ ઉપેન્દ્ર કુશવાહા અને નીતિશ કુમાર વચ્ચે લાંબી મુલાકાત થઈ હતી. ત્યારબાદ RLSPએ NDAમાં સામેલ થવાની વાત સ્વીકારી હતી.

ભાજપે પોતાના ખાતાની બેઠક આપી LJPને અટકાવ્યો
બીજીબાજુ ભાજપના નેતા કહે છે કે LJPને NDAમાં રાખવા માટે ભાજપે પોતાના હિસ્સાની કેટલીક બેઠકો આપી છે. કૃષિ વિધેયકના વિરોધમાં શિરોમણી અકાલી દળે શનિવારે જ NDAથી અલગ થયુ છે. ભાજપ ઈચ્છતુ નથી કે તેનો અન્ય કોઈ સહયોગી પક્ષ અલગ થાય, જેથી તેણે ચિરાગ પાસવાનને મનાવવા માટે પોતાના હિસ્સાની કેટલીક સીટ આપી છે.

Source by [author_name]