• દુનિયામાં 3.33 કરોડ કેસ, 2.46 કરોડથી વધુ લોકો થયા સાજા
  • અમેરિકામાં 73.21 લાખ લોકોને સંક્રમણ, 2.09 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

દુનિયામાં કોરોનાના કેસનો આંક 3.33 કરોડથી વધુએ પહોંચ્યો છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 2 કરોડ, 46 લાખ 33 હજાર 646થી વધુ છે, જ્યારે મૃત્યુઆંક 10 લાખને પાર થઈ ગયો છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણેના છે. બ્રિટન સરકાર તમામ વિરોધ વચ્ચે ઉત્તરી ભાગમાં અને લંડનમાં ફરી લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. વડાપ્રધાન બોરિસ જોનસન પહેલાં જ કહી ચૂક્યા છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે.

બ્રિટન : લંડનમાં ફરી લાગશે લોકડાઉન
બોરિસ જોનસન સરકાર ફરીથી ઉત્તરી બ્રિટન અને લંડનમાં કડક લોકડાઉન લગાવવાનું વિચારી રહી છે. ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, વડાપ્રધાને ગત દિવસોમાં સ્પષ્ટ કહ્યું હતું કે દેશમાં સંક્રમણની બીજી લહેર તેજ થઈ રહી છે અને આનાથી તેવી જ સ્થિતિ સર્જાવાનો ભય છે, જે મે અને જૂનમાં સર્જાઈ હતી.

લોકડાઉન દરમિયાન તમામ પબ્સ, બાર અને રેસ્ટોરાં સંપૂર્ણપણે બંધ રહેશે. જાહેર સ્થળોએ લોકોને મળવા પર પ્રતિબંધ પણ રહેશે. જોકે આ દરમિયાન સ્કૂલો અને કેટલીક દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. આ લોકડાઉન બે અઠવાડિયાં હોવાનું માનવામાં આવે છે. જોકે જરૂર પડે તો એમાં વધારો પણ થઈ શકે છે.

રશિયા : મોસ્કોમાં 16નાં મૃત્યુ
રશિયામાં સંક્રમણની બીજી લહેર ઘાતક બની રહી છે. એકલા જ મોસ્કો શહેરમાં રવિવારે 16 લોકોનાં મૃત્યુ થયાં છે. ત્યાં મૃત્યુ થનારા લોકોની સંખ્યા 5180 થઈ ગઈ છે. આરોગ્યમંત્રાલયે કહ્યું હતું કે અમે વધતા કોરોનાના નવા કેસને ડામવા માટે ઘણી જ સફળતા મેળવી છે. શનિવારે 18 બાદ રવિવારે 16 દર્દીનાં મૃત્યુ થયાં હતાં, જેમાના મોટા ભાગના લોકોને આની બીમારી પણ હતી.

મોસ્કોના રસ્તા પરથી પસાર થતો પર્યટક. આરોગ્યમંત્રાલય અનુસાર, મોસ્કોમાં બે દિવસમાં સંક્રમણને કારણે 31 લોકોનાં મોત નીપજ્યાં. (ફાઇલ)

મોસ્કોના રસ્તા પરથી પસાર થતો પર્યટક. આરોગ્યમંત્રાલય અનુસાર, મોસ્કોમાં બે દિવસમાં સંક્રમણને કારણે 31 લોકોનાં મોત નીપજ્યાં. (ફાઇલ)

ચીન : ગંભીર આરોપ
દુનિયાના અનેક દેશોમાં કોરોના વેક્સિન પર રિસર્ચ ટ્રાયલ ચાલી રહ્યાં છે, પણ ચીને પોતાના નાગરિકોને અસુરક્ષિત વેક્સિન લગાવવાનું શરૂ કરી દીધું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, આ વેક્સિન અસુરક્ષિત છે, કારણ કે તેના સફળ ટ્રાયલના પુરાવા બહાર આવ્યા નથી. આ વેક્સિન સરકારી કંપનીની છે. સરકારી અધિકારીઓ, કંપની સ્ટાફ, શિક્ષકો અને વિદેશ જતા લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે.

મર્ડોક યુનિવર્સિટીના ડોકટર કિમ મુલહોલેન્ડે કહ્યું હતું કે આવી અનએપ્રૂવલ વેક્સિન અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. મને એ વાતની આશંકા છે કે કંપનીના કર્મચારીઓને વેક્સિન એટલા માટે લગાવવામાં આવી હશે, કારણ કે તેઓ તેનો ઇનકાર પણ કરતાં ન હતા.

ચીનની રાજધાની બીજિંગમાં રવિવારે ઓટો શો સ્થળ બહારથી પસાર થતા લોકો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં લોકોને અસુરક્ષિત વેક્સિન આપવામાં આવી રહી છે.

ચીનની રાજધાની બીજિંગમાં રવિવારે ઓટો શો સ્થળ બહારથી પસાર થતા લોકો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં લોકોને અસુરક્ષિત વેક્સિન આપવામાં આવી રહી છે.

પેરૂ : લોકો સાવધાન રહે
કોરોના સંક્રમણની બીજી લહેરને લઈને લેટિન અમેરિકન દેશ પેરૂએ કડક વલણ અપનાવ્યું છે. અહીં ઈમર્જન્સી 31 ઓકટોબર સુધી લંબાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ માર્ટિન વિજકારાએ કહ્યું, એ વાતની સંભાવના છે કે આ ઈમર્જન્સી આ વર્ષના અંત સુધી લંબાઈ શકે છે. જોકે હાલમાં 31 ઓકટોબર સીધી લંબાવાઈ છે. પેરૂના આરોગ્યમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે અમે જાણીએ છીએ કે પ્રતિબંધને કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, પણ કોવિડ- 19થી બચવા માટે હાલ તો આ જ ઉપાય છે કે તમામ પ્રકારની સાવધાની રાખીએ. માસ્ક અને સેનિટાઇઝનું પણ ધ્યાન રાખીએ.

Source by [author_name]