સોમવાર સુધી 10 મેચ રમાઈ ચૂકી છે. આટલી ઓછી મેચમાં પણ અનેક રેકોર્ડ બની ચૂક્યા છે. 4 મેચમાં 200+નો સ્કોર બન્યો છે. જોકે, આ દરમિયાન ટી20ના સર્વશ્રેષ્ઠ ખેલાડી પોતાનું બેસ્ટ આપી શક્યા નથી. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા વિરાટ કોહલી પ્રથમ 3 મેચમાં માત્ર 18 રન બનાવી શક્યો છે. બેંગલુરુના કેપ્ટન કોહલીનું આ લીગના ઈતિહાસમાં પ્રથમ 3 મેચનું સૌથી ખરાબ પ્રદર્શન છે. મુંબઈનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 10ની ઈકોનોમીથી રન આપી રહ્યો છે.

જસપ્રીત બુમરાહની બોલિંગમાં સૌથી વધુ 9 છગ્ગા વાગ્યા
જસપ્રીત બુમરાહ પ્રથમ 3 મેચમાં 9.75 એટલે કે 10ની ઈકોનોમીથી રન આપી રહ્યો છે. તે 73 બોલમાં 9 છગ્ગા ખાઈ ચૂક્યો છે. ચેન્નઈના રવીન્દ્ર જાડેજાની બોલિંગમાં પણ 9 છગ્ગા વાગ્યા છે, પરંતુ 72 બોલ પર. સોમવારે લીગમાં આ પ્રથમ તક છે, જ્યારે જસપ્રીત બુમરાહે સુપર ઓવરમાં બોલિંગ કરી અને ટીમ જીતી શકી નહીં.

બુમરાહની છેલ્લી બે સિઝનમાં 7 રનથી ઓછી સરેરાશ રહી છે
બુમરાહે છેલ્લી બે સિઝનમાં 7થી ઓછી સરેરાશથી રન આપ્યા છે. તેણે છેલ્લી સિઝનમાં 370 બોલ પર 409 રન આપ્યા છે, 19 વિકેટ પણ લીધી છે. ઈકોનોમી 6.63ની રહી છે. વર્તમાન સિઝનમાં બુમરાહે 12 ઓવરમાં 9.75ની સરેરાશથી 117 રન આપ્યા છે. 39ની સરેરાશથી 3 વિકેટ પણ લીધી છે.

વિરાટ કોહલી એક પણ બાઉન્ડ્રી લગાવી શક્યો નથી
વર્તમાન સિઝનમાં કોહલીએ 29 બોલ રમ્યા છે, પરંતુ હજુ સુધી એક પણ બાઉન્ડ્રી લગાવી શક્યો નથી. આટલું જ નહીં તેણે પંજાબ વિરુદ્ધ કેએલ રાહુલના બે સરળ કેચ પણ છોડ્યા હતા. આ કારણે રાહુલે સદી પણ ફટકારી અને બેંગલુરુને 97 રનથી મોટી હાર સહન કરવી પડી. કોહલી 5430 રન સાથે લીગનો હાઈએસ્ટ સ્કોરર છે.

વિરાટ કોહલીનું દરેક સિઝનની પ્રથમ 3 મેચમાં પ્રદર્શન.

વિરાટ કોહલીનું દરેક સિઝનની પ્રથમ 3 મેચમાં પ્રદર્શન.

સેમસન અને ઈશાન કિશનના પ્રદર્શને પંત પર દબાણ બનાવ્યું
ધોનીના સંન્યાસ પછી વિેકેટકીપર બેટ્સમેનની શોધ ચાલુ છે. પંત સારું પ્રદર્શન ના કરતાં રાહુલને જવાબદારી અપાઈ છે. હવે સંજુ સેમસન અને ઈશાન કિશને આક્રમક બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજસ્થાન તરફથી રમતા સેમસને પ્રથમ બે મેચમાં 159 રન બનાવ્યા છે. બંને મેચમાં તે મેન ઓફ ધ મેચ બન્યો છે. મુંબઈ તરફ થી રમતા ઈશાને બેંગલુરુ વિરુદ્ધ 58 બોલમાં 99 રનની ઈનિંગ્સ રમીને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. આ બંનેએ પંત પર દબાણ બનાવ્યું છે.

Source by [author_name]