• ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્કના શેર વધ્યા
  • ITC, NTPC, રિલાયન્સ, ટાઈટન કંપની, ONGCના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 629 અંક વધીને 38697 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 169 અંક વધીને 11416 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. ઈન્ડ્સઈન્ડ બેન્ક 12.41 ટકા વધીને 592.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 5.09 ટકા વધીને 3444.05 પર બંધ રહ્યો હતો. જોકે ITC, NTPC, રિલાયન્સ, ટાઈટન કંપની, ONGC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ITC 0.52 ટકા ઘટીને 170.85 પર બંધ રહ્યો હતો. NTPC 0.47 ટકા ઘટીને 84.80 પર બંધ રહ્યો હતો.

Source by [author_name]