• ONGC, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, NTPCના શેર વધ્યા
  • TCS, ઈન્ફોસિસ, એચસીએલ ટેકના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવો મળી રહી છે. સેન્સેક્સ 337 અંક વધી 37726 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 97 અંક વધી 11147 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ONGC, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, NTPC સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ONGC 4.35 ટકા વધી 71.90 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 3.72 ટકા વધી 3255.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે TCS, ઈન્ફોસિસ, એચસીએલ ટેક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. TCS 1.82 ટકા ઘટી 2378.20 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 1.18 ટકા ઘટી 999.10 પર કારોબાર કરી રહ્યો છે.

Source by [author_name]