• સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 531 પોઇન્ટની આગેકૂચ
  • IT ઇન્ડેક્સમાં 1877 પોઇન્ટ, ટેકનોલોજી ઇન્ડેક્સમાં 510ની તેજી
  • પીએસયુ, ઓઇલ, એફએમસીજી, ફાઇનાન્સ અને મિડકેપ શેર્સમાં પીછેહઠ
  • રોકાણકારોની મૂડીમાં 1.5 લાખ કરોડની વૃદ્ધિ, Mcap 155.24 લાખ કરોડ

સેન્સેક્સમાં 655 પોઇન્ટના સાધારણ કરેક્શન સાથે સપ્ટેમ્બરની વિદાય થઇ છે. 38754 પોઇન્ટના મથાળે શરૂઆત, 39360 પોઇન્ટનો હાઇ અને 36496 પોઇન્ટની બોટમ બનાવીને સેન્સેક્સ છેલ્લે 38068 પોઇન્ટના મથાળે બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે સેન્સેક્સમાં સમગ્ર માસ દરમિયાન 2864 પોઇન્ટની વોલેટિલિટી જોવા મળી છે.

સેન્સેક્સની સાથે સાથે પીએસયુ, ઓઇલ, એફએમસીજી, ફાઇનાન્સ અને મિડકેપ્સમાં પણ પીછેહઠ જોવા મળી છે. જોકે, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે સ્મોલકેપ ઇન્ડેક્સમાંસ 510 પોઇન્ટની આગેકૂચ રહી હતી. તો ડોલર સામે રૂપિયાની સાંકડી વધઘટ વચ્ચે આઇટી ઇન્ડેક્સે સૌથી વધુ 1877 પોઇન્ટની તેજી નોંધાવી છે. તો ટેકનોલોજી શેર્સમાં પણ સંગીન સુધારાની ચાલ નોંધાઇ હતી. જોકે, બીએસઇનું માર્કેટકેપ રૂ. 1.48 લાખ કરોડની વૃદ્ધિ સાથે રૂ. 155.26 લાખ કરોડની સપાટીએ આંબ્યું છે.

શેરબજારની સંભવિત ચાલ ઉપર અસર કરશે આ પરિબળો.

માસના છેલ્લા દિવસે સેન્સેક્સમાં 95 પોઇન્ટનો સુધારો
બીએસઇ સેન્સેક્સ આજે 94.71 પોઇન્ટના સુધારા સાથે 38067.93 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે 263 પોઇન્ટની વધઘટ દરમિયાન એક તબક્કે 38000 પોઇન્ટની સપાટી ગુમાવી હતી. પરંતુ આજે પણ હેવીવેઇટ્સના ટેકે છેલ્લે સુધરીને બંધ રહ્યો હતો. જોકે, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં સુધારો રહેવા સામે મેટલ, ટેલિકોમ અને ઓઇલ તેમજ સ્મોલ-મિડકેપ્સમાં ઘટાડાની ચાલ રહી હતી.

નિફ્ટી-50 પણ 4.10 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 11226.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક શેરબજારોમાં પણ નવા બનાવોની ગેરહાજરીમાં સુસ્ત વલણ રહ્યું હતું. જ્યારે સ્થાનિક બજારોમાં સ્ટોક સ્પેસિફિક એક્શન સાથે વોલ્યૂમ અને વોલેટિલિટી બન્ને સંકડાયેલા રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2771 પૈકી 1242 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1368 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ નેગેવિટ રહેવા સાથે માર્કેટમાં નવી લેવાલીમાં સાવચેતી અને પ્રોફીટ બુકિંગનો ટ્રેન્ડ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 14 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો તે પૈકી ટેક મહિન્દ્રા 3.06 ટકાના સૌથી વધુ સુધારા સાથે રૂ. 791.70 બંધ રહ્યો હતો.

ડોલર સામે રૂપિયો 10 પૈસા સુધર્યો
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા સુધરી રૂ. 73.76ની સપાટીએ બંધ રહ્યો હતો.

Source by [author_name]