આ વીડિયો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો છે. અહીં UPના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય કોરોના સંક્રમિત થતાં ભાજપના કાર્યકર્તાઓએ સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું હતું. આ દરમિયાન લાઉડ સ્પીકરમાં સુંદરકાંડના પાઠને સાંભળી કપિરાજ આવી પહોંચ્યા હતાં. કપિરાજ સીધા જ હનુમાનજીની મૂર્તિ પાસે પહોંચી ગયાં અને બધુ નિરિક્ષણ કરી ત્યાં જ પાઠમાં મગ્ન થઈને બેસી ગયાં હતાં. મહત્ત્વનું છે કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

Source by [author_name]