સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડના ઘણા ચહેરા સામે આવ્યા છે. ડ્રગ્સ કેસમાં શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ થઇ છે. NCBએ તેમને ડ્રગ્સ કનેક્શન પર સવાલ જવાબ કર્યા હતા.

મેકઅપ વગર ટ્રેડિશનલ કપડામાં દીપિકા પહોંચી
હંમેશાં તેના ગ્લેમર અંદાજને લઈને ચર્ચામાં રહેનારી દીપિકા પાદુકોણ મેકઅપ વગર, ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને NCBના ગેસ્ટ હાઉસ પહોંચી હતી. સવારે 9:50 વાગ્યે તેની ગાડી કોલાબા સ્થિત ગેસ્ટ હાઉસ પહોંચી તો ઘણા અચંબિત થઇ ગયા કારણકે એક્ટ્રેસ તેની શાનદાર લક્ઝરી ગાડીને બદલે સામાન્ય ગાડીમાં આવી હતી. આ નિર્ણય તેને કદાચ મીડિયાથી બચવા માટે કર્યો હતો.

એક્ટ્રેસની લગભગ 5 કલાક પૂછપરછ થઇ અને તેણે મેનેજર સાથેની ડ્રગ ચેટની વાત સ્વીકારી છે. એક્ટ્રેસ ફટાફટ ઓફિસ બહાર નીકળી અને ગાડીમાં બેસી ગઈ. હંમેશાં કેમેરા જોઈને પોઝ આપનારી દીપિકા આજે નજર છુપાવતી દેખાઈ હતી.

કોટનના ડ્રેસમાં ચશ્મા પહેરી સારા અલી ખાન પહોંચી હતી
સારા અલી ખાન બપોરે 1 વાગ્યે NCB ઓફિસ પહોંચી હતી. તેના ઘર બહાર પણ મીડિયાની ઘણી ભીડ હતી. એક્ટ્રેસ ગુલાબી અને સફેદ રંગનો સૂટ પહેરીને આવી હતી. વાળ બાંધેલા અને ચશ્મા પહેર્યા હતા. સારા એકલી જ પૂછપરછ માટે પહોંચી હતી.

મીડિયા ભીડ હોવા છતાં સારા કોઈ જ એક્સપ્રેશન વગર ગાડીમાંથી ઉતરીને ઓફિસમાં જતી રહી. ઓફિસ બહાર તેના માટે બાઉન્સર્સ પણ હતા. રિયા ચક્રવર્તીએ પૂછપરછ દરમ્યાન સારાનું નામ લીધું હતું. સારા અલી ખાન સાંજે 6 વાગ્યા પછી NCB ઓફિસની બહાર નીકળી હતી. સારાએ સુશાંત સાથેના રિલેશનશિપની વાત સ્વીકારી છે. એવું પણ કહ્યું કે, ‘કેદારનાથ’ના શૂટિંગ દરમ્યાન તે ડ્રગ્સ લેતો હતો. પોતે ડ્રગ્સ લે છે તે વાત નકારી દીધી છે.

શ્રદ્ધા કપૂર કોન્ફિડન્ટ દેખાઈ
શ્રદ્ધા કપૂરે પૂછપરછમાં સુશાંત ડ્રગ્સ લેતો હતો તેવું જણાવ્યું છે. એક્ટ્રેસ 11:50 વાગ્યે સવારે ઓફિસ પહોંચી હતી. તેણે પીળા રંગની ચિકનકારી કુર્તી અને ડેનિમ પહેર્યું હતું. ખભે બેગ લટકાવીને સારા આત્મવિશ્વાસ સાથે ગાડીમાંથી ઉતરીને ઓફિસમાં ગઈ હતી. દીપિકાની પૂછપરછ NCBના કોલાબા સ્થિત ગેસ્ટ હાઉસમાં થઇ હતી અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ બલ્લાર્ડ એસ્ટેટ સ્થિત NCBની મેઈન ઓફિસમાં થઇ હતી.

શ્રદ્ધા કપૂર પણ સાંજે 6 વાગ્યા પછી ઓફિસમાંથી બહાર નીકળી હતી. શ્રદ્ધાએ કહ્યું કે તે સુશાંત સાથે ‘છિછોરે’ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં તેના ફાર્મહાઉસ પર ગઈ હતી જ્યાં ડ્રગ્સ હતા. પરંતુ તેણે તેનું સેવન કર્યું ન હતું.

Source by [author_name]