મંગળવારે મોદીએ યુએનને ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે જૂની વ્યવસ્થાની સાથે આજના પડકારો સામે મુકાબલો નથી કરી શકતા- ફાઇલ ફોટો.

  • કોરોનાની મહામારીને કારણે આ બેઠક વિડિયો-કોન્ફરન્સ દ્વારા યોજાઈ રહી છે
  • વડાપ્રધાન મોદીનું ભાષણ પહેલેથી જ રેકોર્ડ કરેલું હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની 75મી બેઠકને ઓનલાઈન સંબોધન કરશે. કાર્યક્રમમાં આજે જે લોકો બોલવાના છે, એમાં મોદીનો નંબર પહેલો છે. આ ભાષણ પહેલેથી જ રેકોર્ડ કરેલું હશે. કોરોનાની મહામારીને કારણે આ બેઠકમાં દુનિયાભરના નેતાઓ વિડિયો-કોન્ફરન્સ દ્વારા જોડાશે. મોદી કોરોનાની મહામારી, આતંકવાદ, પરમાણુશક્તિ અને સંયુક્ત રાષ્ટ્રમાં થયેલા સુધારા સાથેનાં પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

ઇમરાને ભારત પર ઘણા આરોપ લગાવ્યા
UNGAમાં શુક્રવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતની ખૂબ જ ટીકા કરી હતી. તેમણે RSS પર પણ આરોપો લગાવ્યા કે તે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. 2002માં કોમી રમખાણમાં મુસ્લિમોને મારી નાખવામાં આવ્યા હતા. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું પગલું પણ તેમણે ખોટું ગણાવ્યું હતું. જ્યારે ઇમરાન બોલતા હતા ત્યારે યુએન એસેમ્બ્લી હોલમાં હાજર રહેલા 2010 બેચના ભારતીય વિદેશસેવાના અધિકારી મિજિટો વિનિતો ઊભા થઈને બહાર નીકળી ગયા હતા.

ચાર દિવસ પહેલાં મોદીએ સંયુક્ત રાષ્ટ્રને ભલામણ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 75મી વર્ષગાંઠ પર યોજાઈ રહેલા કાર્યક્રમમાં UNને ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે “આપણે જૂની વ્યવસ્થાની સાથે આજના પડકારોનો સામનો નહીં કરી શકીએ. જો મોટા સુધારાઓ કરવામાં આવશે નહીં તો UN પરનો વિશ્વાસ તૂટી જવાનો ભય છે, આ માટે આપણે એવી બહુપક્ષીય વ્યવસ્થા જોઈએ, જેમાં આજની વાસ્તવિકતા દેખાતી હોય. દરેકનો અવાજ સાંભળવામાં આવે, જે વર્તમાન પડકારો સામે લડી રહ્યા હોય અને માનવ કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય.

ભારત યુએન સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે

આ વર્ષે જૂનમાં ભારત યુએન સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું હતું. મહાસભામાં સમાવિષ્ટ 193 દેશમાંથી 184 દેશે ભારતને સમર્થન આપ્યું હતું. ભારત બે વર્ષથી કામચલાઉ સભ્ય તરીકે ચૂંટાયું હતું. ભારતની સાથે આયર્લેન્ડ, મેક્સિકો અને નોર્વે પણ અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયા હતા. ભારત અગાઉ 1950–51, 1967–68, 1972–73, 1977-78, 1984-85, 1991-92 અને 2011-12 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું હતું.

Source by [author_name]