કેલિફોર્નિયાના વોલ્ટ ડિઝની થીમ પાર્કમાં સેલ્ફી લેતા પ્રવાસીઓ. કંપનીએ કહ્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે 28 હજાર કર્મચારીઓની છટણી કરી રહી છે. (ફાઇલ)

  • વિશ્વમાં 10.12 લાખથી વધુ લોકોના મૃત્યુ, 2.46 કરોડથી વધુ લોકો સાજા થયા છે
  • અમેરિકામાં 74.06 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, 2.10 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે

વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 38.8 કરોડથી વધુ પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યા 2 કરોડ 51 લાખ 45 હજાર 067થી વધુ છે. મૃત્યુઆંક 10.12 લાખને પાર થઈ ગયો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. વોલ્ટ ડિઝની કંપનીએ મંગળવારે રાત્રે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે થીમ પાર્કમાં ઓછા માણસો આવતા હોવાથી તેના બિઝનેસને ભારે અસર થઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તે 28 હજાર કર્મચારીઓને છૂટા કરશે. ફ્રાન્સમાં સંક્રમણની બીજી લહેરમાં કેસો ઝડપથી વધી રહ્યા છે.

વોલ્ટ ડિઝનીએ શું કહ્યું
ધ ગાર્ડિયન પ્રમાણે, વોલ્ટ ડિઝની કંપની થીમ પાર્ક બિઝનેસ સેકટરમાં 28 હજાર કર્મચારીઓની છટણી કરવા જય રહી છે. કંપની અનુસાર, તેના થીમ પાર્કમાં આવનાર લોકોની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે. તેનું કારણ મહામારી છે. યેના કારણે કંપનીએ આ મુશ્કેલ ફેંસલો લેવો પડ્યો છે. કંપનીના એક અધિકારી જોસ ડીએમરોએ કહ્યું- આપ વિચારી શકો છો કે એક કંપની માટે આ ફેંસલો અમારા માટે કેટલો મુશ્કેલ છે. ઘણા મહિનાથી અમારું મેનેજમેન્ટ એ બાબતે પ્રયાસ કરી રહ્યું હતું કે લોકોની નોકરીને બચાવવામાં આવે. અમે આ બાબતે ભણ પગલાં ભર્યા. ટીપી પણ આ નિર્ણય લેવો પડ્યો છે. ફ્લોરિડા, પેરિસ, શંધાઈ, જાપાન અને હોંગકોંગમાં કંપનીએ થીમ પાર્ક ખોલ્યા, પણ અહિયાં આવનાર લોકોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થાઓ છે. કેલિફોર્નિયામાં આવેલા બંને પાર્ક હજી પણ બંધ છે.

સ્પેન: કોઈપણ કિંમતે સંક્રમણને રોકીશું
સ્પેન સરકારે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં સંક્રમણની લહેરને રોકવા માટે તમામ પ્રકારના પગલાં ભરશે. સરકારનું આ નિવેદન મેડ્રિડ લોકલ એડમિનિસ્ટ્રેશનના એક દિવસ પહેલા આપવામાં આપેન નિવેદન બાદ સામે આવ્યું છે. જેમાં કહેવામા આવ્યું છે કે પાટા પર આવી રહેલા વેપારને ફરી નુકશાન થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહતું હતું કે, યુરોપીયન દેશો અને ખાસકરીને પાડોશી દેશ ફ્રાંસમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જો કે સરકારે કડક પગલાં લેવા પડશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે સ્પેન સરકાર સરહદ પણ બંધ કરવા બાબતે વિચારી રહી છે. જો કે સરકારે આ ખબરોને નકારી છે.

મેડ્રિડના એક રસ્તા પરથી પસાર થઈ મહિલા. અહી કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે સંક્રમણની બીજી લહેરને રોકવા માટે તમામ પ્રકારના પગલાં ભરવામાં આવશે. (ફાઇલ)

મેડ્રિડના એક રસ્તા પરથી પસાર થઈ મહિલા. અહી કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે સંક્રમણની બીજી લહેરને રોકવા માટે તમામ પ્રકારના પગલાં ભરવામાં આવશે. (ફાઇલ)

દક્ષિણ કોરિયા: સરકારે કહ્યું- સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે
સોમવારે દક્ષિણ કોરિયામાં 39 નવા કેસ નોંધાયા હતા. જો કે કેસોમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ હોવા છતાં સરકારે કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સનું કડક રીતે પાલન કરવામાં આવે. રોઇટર્સના એક અહેવાલ મુજબ, લાખો લોકોએ રજાઓ દરમિયાન ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. તેનાથી મહામારી ફેલાવાનો ખતરો થઈ શકે છે. દેશમાં 23 હજાર 699 કેસ છે, અને 407 લોકોનાં મૃત્યુ થયાં છે.

Source by [author_name]