• ગત સપ્તાહ દરમિયાન સોનામાં 2200 અને ચાંદીમાં રૂ.8000 ઘટાડો, વૈશ્વિક ચાંદી 23 ડોલર પહોંચી
  • એગ્રી કોમોડિટીમાં નવી આવકો પર બજારમાં તેજી-મંદીની પેટર્ન ઘડાશે, ફંડામેન્ટલ મજબૂત

સોના-ચાંદીમાં તેજીના વળતા પાણી થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હેજફંડોની આક્રમક વેચવાલીના પગલે સોનું સપ્તાહમાં 100 ડોલરથી વધુ ઘટતા સ્થાનિકમાં રૂ.2200 ઘટી 51000 નજીક સરક્યું છે. જ્યારે ચાંદી રૂ.8000 તૂટી 58000 આસપાસ બોલાઇ ગઇ છે. વૈશ્વિક બજારમાં ચાંદી 22 ડોલરની સપાટી અંદર પહોંચે તો સ્થાનિકમાં ઘટી 55000 અને સોનું વધુ ઘટી 50500ની સપાટી અંદર પહોંચે તેવા અહેવાલો સાંપડી રહ્યાં છે. સોના-ચાંદીની તેજી-મંદી માટે ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે છે તે મહત્વનું છે. રૂપિયો મજબૂત બની 72.80 થાય તો સ્થાનિકમાં ભાવ ઝડપી ઘટી શકે.

એગ્રી કોમોડિટીની MSPમાં વધારો તેજીને વેગ આપશે
દેશમાં ચાલુ વર્ષે રેકોર્ડ ઉત્પાદન વર્ષના અંદાજ સામે ખરીફ બાદ રવી સિઝન માટે અત્યારથી ટેકાના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ટેકાના ભાવ વધારાના કારણે એગ્રી કોમોડિટીને વેગ મળશે. અત્યારે કૃષિ બીલના વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે પરંતુ નિષ્ણાતોના મતે લાંબાગાળે આ બીલ ફાયદાકારક સાબીત થઇ શકે છે. ખરીફ સિઝનના માલોની આવકો આગામી સમયમાં કેવી રહે છે તેના પર બજારમાં તેજી-મંદીનો ટ્રેન્ડ ઘડાશે.

બેઝમેટલ્સમાં કોપર, લીડમાં મજબૂતી

  • ડોલર ઇન્ડેક્સનો મજબૂત સપોર્ટ: માર્ચમાં 103ની ઉંચાઇ પરથી સતત ઘટી 92 આસપાસ પહોંચ્યો છે. જેના કારણે મેટલ્સ માર્કેટને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. આગળ જતા ડોલર ઇન્ડેક્સની ચાલ કેવી રહે છે તેના પર બજારમાં તેજી-મંદીનો ટ્રેન્ડ ઘડાશે.
  • સપ્લાય ક્રન્ચ સામે માગથી ટ્રેન્ડ તેજીનો: મહામારીમાં લોકડાઉનના કારણે મોટા ભાગની માઇનિંગ કંપનીઓ બંધ રહેતા અને સપ્લાય ક્રન્ચના કારણે ફંડામેન્ટલ તેજીના બન્યા હતા. કોમેક્સ ફ્યુચર તથા એલએમઇ ખાતે છેલ્લા ત્રણેક માસથી હેજફંડોની લોંગ પોઝિશન બની છે.
  • LME કોપર ઝડપી 7000 આંબશે: LME કોપર ઉંચકાઇ 7000ની, MCX કોપર ઝડપી 550-560 કુદાવે તેવા સંકેતો છે.

નવા સપ્તાહ માટેની ટ્રેડિંગ રેન્જ

વિગતબંધભાવરેન્જસ્ટોપલોસ
એરંડા42104170-42704250
ચણા53835300-54305400
ગમ60525970-61306030
ગવાર39503900-40003930
ધાણા65946530-66306600
ક્રૂડ29682930-30303000
સોનું4966649250-5050049500
ચાંદી5901857000-6150068500

(નોંધ : ભાવ NCDEX-MCX વાયદાના છે)

Source by [author_name]