વેપારીઓએ ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) પર વધુ બે વર્ષ કમ્પનસેશન સેસની ચૂકવણી કરવી પડશે. જીએસટી કાઉન્સિલ પાંચ ઓક્ટોબરના યોજાનારી 42મી બેઠકમાં આ અંગે નિર્ણય લેશે. જેથી રાજ્યોની જીએસટી વસૂલાતમાં નોંધાયેલા ઘટાડાની ભરપાઈમાં કેન્દ્રને મદદ મળશે.

સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, 21 રાજ્યોએ કમ્પનસેશન સેસ પર કેન્દ્ર દ્વારા જારી વિકલ્પ-1 પસંદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારબાદ આગામી પગલું આ રહેશે કે, કમ્પનસેશન સેસ લગાવવા માટે પાંચ વર્ષની જીએસટી ટ્રાન્જિશન મુદ્દત વધુ બે વર્ષ માટે આગળ ધપાવવામાં આવશે. પાંચ વર્ષના ટ્રાન્જિશનની મુદ્દત જૂન, 2022માં પૂર્ણ થવાની છે.

આગામી બેઠકમાં જીએસટી કાઉન્સિલ કેન્દ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલા કમ્પનસેશન ફોર્મ્યુલાનો સ્વીકાર કરી શકે છે. સાથે નક્કી કરવાનુ રહેશે કે, રાજ્યોની સંપૂર્ણ બાકીની ચૂકવણી માટે વધુ કેટલો સમય આ સેસ લાગૂ પડશે. દેશમાં જીએસટી વ્યવસ્થા 1 જુલાઈ, 2017માં અમલી થઈ હતી.

Source by [author_name]