સુપ્રીમ કોર્ટમાં 25 માર્ચથી ફિઝિકલ સુનાવણી બંધ છે. લોકડાઉનના શરૂઆતથી જ સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી ચાલે છે. (ચીફ જસ્ટિસ એસ બોબડે- ફાઇલ ફોટો)

  • 25 માર્ચે લોકડાઉન લાગુ થયા બાદથી જ સુપ્રીમ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી બંધ કરવામાં આવી છે
  • ફિઝિકલ સુનાવણી માટે ગત મહિને એસઓપી જાહેર કરવામાં આવ્યું હતું, પણ કોઈ તારીખ આપવામાં આવી નથી

સુપ્રીમ કોર્ટમાં એક કેસની વીડિયો કોન્ફરન્સ દ્વારા એક વકીલ બગીચામાં બેઠેલા જોવા મળ્યા હતા. સુનાવણી ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની બેન્ચ સમક્ષ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન CJIએ કહ્યું કે ઝાડ પાસે બેસવું આર્ટ ગેલેરીમાં બેસવા કરતાં વધુ સારું છે.

સુપ્રીમ કોર્ટમાં 25 માર્ચથી ફિઝિકલ સુનાવણી બંધ છે. લોકડાઉનના શરૂઆતથી જ સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન વકીલ પોતાના ઘરેથી અથવા ઓફિસેથી સુનાવણીમાં સામેલ થાય છે.

CJIએ વકીલને પૂછ્યું હતું, શું આપ બગીચામાં બેઠા છો?
સોમવારે CJI, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમની બેન્ચ સામે એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન બેન્ચે વકીલના બેકગ્રાઉન્ડ પર ધ્યાન ગયુ અને વૃક્ષો- આકાશને જોયું. ચીફ જસ્ટિસે વકીલને પૂછ્યું કે શું આપ બગીચામાં બેઠા છો? તો વકીલે હા કહેતા જવાબ આપ્યો. આ બાબતને લઈને CJIએ કહ્યું, ખૂબ જ સરસ, આ આર્ટ ગેલેરીમાં બેસવા કરતાં વધુ સારું છે.

વકીલે કહ્યું કે ઘરની અંદર ખુબ જ ઘોંઘાટ થાય છે. એવામાં બગીચામાં બેસવું વધુ સારું છે. આ બાબતે CJIએ કહ્યું કે આપને આવી જગ્યાએ બેસેલા જોઈને અમને પણ ખૂબ જ ખુશી થાય છે.

ફિઝિકલ સુનાવણીની એસઓપી જાહેર, પરંતુ કોઈ તારીખ નક્કી નહીં
31 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ઘણા વકીલોની અપીલ પર સૂચિત ફિઝિકલ સુનાવણી માટે એસઓપી જાહેર કરાયું હતું. જો કે હાલમાં ફિઝિકલ સુનાવણી માટે કોઈ તારીખ આપવામાં આવી નથી તેમજ એસઓપીમાં તારીખનો ઉલ્લેખ કરાયો નથી. એસઓપીમાં કહ્યું હતું કે પાયલોટ સ્કીમ અંતર્ગત પ્રયોગાત્મક રીતે ત્રણ કોર્ટ રૂમમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરી શકાય છે. કેસ અને કોર્ટ રૂમની સંખ્યા ઘટાડી અથવા વધારી શકાય છે, પરિસ્થિતિ જોયા પછી આ બાબતે નિર્ણય લેવામાં આવશે.

Source by [author_name]