પહેલા કોરોના વાઈરસ ધીમે-ધીમે આગળ વધતો હતો, પરંતુ હવે તે વિકસતા દેશોમાં ફેલાઈ રહ્યો છે.

  • 19 દેશમાં 279 સેરો સરવેના વિશ્લેષણથી કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ બહાર આવી
  • મે મહિનાની સરખામણીમાં હવે સંક્રમણની ગતિ ધીમી પડી છે, પરંતુ કેટલાક દેશોમાં બીજા રાઉન્ડના ભણકારા

આગામી કેટલાક દિવસોમાં દુનિયામાં કોરોનાથી મોતની અધિકૃત સંખ્યા 10 લાખથી વધુ થઈ જશે. જોકે, સેરો સરવે મુજબ 20 લાખથી વધુના મોત થઈ ચુક્યા છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, અત્યારે દુનિયામાં 50 કરોડથી 73 કરોડ વ્યક્તિ સંક્રમણનો ભોગ બનેલા છે. પહેલા વાઈરસ ધીમે-ધીમે આગળ વધતો હતો, પરંતુ હવે તે વિકસતા દેશોમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં દરરોજ 90 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. કેટલાક યુરોપિય દેશોમાં બીજી લહેરની તૈયારી છે. અમેરિકાના 26 રાજ્યોમાં કેસ વધી રહ્યા છે.

મૃત્યુની સંખ્યા કેટલીક અન્ય તકલીફો તરફ ઈશારો કરે છે. બીમરીથી સાજા થનારા 1% લોકોમાં થાક અને ફેફસાને નુકસાનની સમસ્યા રહેશે. શિયાળામાં અનેક દેશોમાં ફ્લૂનો પ્રકોપ શરૂ થઈ જશે. કોવિડ-19નું અનેક મહિના અને વર્ષો સુધી જોખમ રહેશે. ઈકોનોમિસ્ટના મોડલથી જાણવા મળે છે કે, મે મહિનામાં 50 લાખ રોજના કેસની સરખામણીએ કુલ કેસની સંખ્યા ઘણી ઓછી થઈ છે. ભારત દેશમાં જ્યાં સરેરાશ વય 28 વર્ષ છે ત્યાં મોત ઓછા થયા છે.

ડોક્ટરો હવે સમજી ગયા છે કે, ફેફસા ઉપરાંત હૃદય અને કિડની જેવા અંગોને પણ જોખમ છે. ડેક્સામીથાસોન જેવી સસ્તી સ્ટીરોઈડથી ગંભીર રીતે બીમાર દર્દીમાં મોત 20-30% ઘટી છે. વાઈરસની અસરને નાબૂદ કરનારી મોનોક્લોનલ એન્ટીબોડીઝ આ વર્ષના અંત સુધી આવી જશે. વેક્સીન આવ્યા પછી પણ કોરોના 2021માં પણ રોજિંદી જિંદગીનો ભાગ રહેશે.

દુનિયાની વસતીના 6.4થી 9.3% લોકોના સંક્રમિત હોવાનું અનુમાન
દુનિયાના કેટલાક દેશોમાં થયેલા સેરો સરવેમાં મહામારીની સાચી તસવીર સ્પષ્ટ થાય છે. કેટલાક મુદ્દે આ સરવેમાં ખામી હોઈ શકે છે. તે અન્ય વાઈરસની એન્ટીબોડીઝ પણ રેકોર્ડ કરી શકે છે. કેટલાક ટેસ્ટમાં એન્ટીબોડીનું ઓછું સ્તર રેકોર્ડ થતું નથી. કોરોનાવાઈરસથી મોતનું ઈકોનોમિસ્ટનું અનુમાન 19 દેશમાં 279 સેરો સરવે પર આધારિત છે. જેમાં જાણવા મળે છે કે, જાન્યુઆરીના અંતમાં દરરોજ 10 લાખથી વધુ કેસ નોંધાતા હતા. એ સમયે વાઈરસના અસ્તિત્વ અંગે માત્ર સાંભળવા મળ્યું હતું. મે મહિનામાં દુનિયાભરમાં દરરોજ 50 લાખના હિસાબે સંક્રમણ ફેલાતું હતું. સરવેના વિશ્લેષણથી વર્તમાન સ્થિતિ પર નજર નાખીએ તો દુનિયામાં 50 કરોડથી 73 કરોડની વચ્ચે લોકો સંક્રમિત હોઈ શકે છે. જે દુનિયાની વસતીના 6.4%થી 9.3%ની વચ્ચે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ સેરો સરવે પર પોતાનું અનુમાન જાહેર કર્યું નથી, પરંતુ તેણે દુનિયાની વસતીના 10% લોકોના સંક્રમિત થવાનું અનુમાન લગાવ્યું છે. ઈંગ્લેન્ડમાં 12 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સરવેમાં સંક્રમણનો દર 6.2% જોવા મળ્યો છે. ભારતમાં મે-જુનમાં થયેલા સરવેમાં 0.73% સંક્રમણ જોવા મળ્યું હતું. દેશમાં કુલ 1 કરોડ વ્યક્તિ સંક્રમિત હતા. એ સમયે 2,26,713 કેસ નોંધાયેલા હતા. એટલે કે, કેસ 44 ગણા વધ્યા છે. જેથી લાગે છે કે દુનિયામાં 20 ગણા કેસ તો હશે જ.

ઈકોનોમિસ્ટે પશ્ચિમ યુરોપ, કેટલાક લેટિન અમેરિકન દેશ, અમેરિકા, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં તમામ કારણોથી મોતના આંકડા પર દૃષ્ટિપાત કર્યો છે. માર્ચથી ઓગસ્ટ વચ્ચે આ દેશોમાં કોવિડ-19થી 5,80,000 મોત નોંધાયા છે. જોકે, 9 લાખ અન્ય મોત પણ નોંધાયા છે. એવું લાગે છે કે, મહામારીથી થયેલા મોત અધિકૃત રીતે નોંધાયેલા મોતથી 55% વધુ છે. આ વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકામાં સરકારી રીતે જાહેર મોતથી 30% મોત વધુ થઈ છે. એટલે, બે લાખની સરખામણીએ વાસ્તવિક આંકડો 3 લાખની આસપાસ હશે. આ હિસાબે દુનિયામાં કોરોનાથી મરનારાની સંખ્યા 20 લાખ હશે.

Source by [author_name]