વિન્ડીઝની મહિલા ટીમની કેપ્ટન સ્ટેફની ટેલર.
- ઈન્ટરનેશનલમાં મહિલાઓનું પ્રદર્શન વધુ સારું, પરંતુ મોટા ભાગની લીગ પુરુષોની રમાઈ રહી છે
- ઈંગ્લેન્ડની મહિલા ટીમ ટી20માં 100+ મેચ જીતનારી એકમાત્ર ટીમ
ઈંગ્લેન્ડની મહિલા ટીમે બીજી ટી20માં વિન્ડીઝને 47 રને હરાવ્યું છે. તેની સાથે જ ટીમે પાંચ મેચની સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ દરમિયાન વિન્ડીની કેપ્ટન સ્ટેફની ટેલરે ટી20માં 3 હજાર રન પૂરા કર્યા છે. તે આમ કરનારી બીજી મહિલા ખેલાડી છે. અત્યાર સુધી એક પણ પુરુષ ખેલાડી આવી સિદ્ધિ મેળવી શક્યો નથી. આજે દુનિયાના મોટા બોર્ડ પુરુષ ટી20 લીગ પર ધ્યાન આપી રહ્યા છે. માત્ર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જ મહિલાઓની મોટી લીગનું આયોજન કરી રહી છે.
ટી20માં સૌથી વધુ રન બનાવનાર મહિલા અને પુરુષ ખેલાડી : ટોપ-5માં ત્રણ મહિલા
ખેલાડી | કેટેગરી | દેશ | મેચ | રન |
સુઝી બેટ્સ | મહિલા | ન્યૂઝીલેન્ડ | 119 | 3243 |
સ્ટેફની ટેલર | મહિલા | વિન્ડીઝ | 105 | 3020 |
વિરાટ કોહલી | પુરુષ | ભારત | 82 | 2794 |
મેગ લેનિંગ | મહિલા | ઓસ્ટ્રેલિયા | 104 | 2788 |
રોહિત શર્મા | પુરુષ | ભારત | 108 | 2773 |
ટી20માં સૌથી વધુ વિકેટ લેનારા મહિલા અને પુરુષ ખેલાડી : 3 મહિલા 100+ વિકેટ લઈ ચુકી છે
ખેલાડી | કેટેગરી | દેશ | મેચ | વિકેટ |
અનિશા મોહમ્મદ | મહિલા | વિન્ડીઝ | 111 | 120 |
એલિસ પેરી | મહિલા | ઓસ્ટ્રેલિયા | 120 | 114 |
લસિથ મલિંગા | પુરુષ | શ્રીલંકા | 84 | 107 |
અન્યા શ્રુબસોલે | મહિલા | ઈંગ્લેન્ડ | 77 | 102 |
શબનમ ઈસ્માઈલ | મહિલા | દ.આફ્રિકા | 92 | 99 |
ટી20માં સૌથી વધ મેચ જીતનારી મહિલા અને પુરુષ ટીમ : ભારતીય પુરુષ ટીમ ચોથા સ્થાને
ટીમ | કેટેગરી | મેચ | જીત |
ઈંગ્લેન્ડ | મહિલા | 143 | 101 |
પાકિસ્તાન | પુરુષ | 157 | 93 |
ઓસ્ટ્રેલિયા | મહિલા | 138 | 91 |
ભારત | પુરુષ | 134 | 83 |
ન્યૂઝિલેન્ડ | મહિલા | 124 | 74 |
ગ્લેનના ઓલરાઉન્ડ દેખાવથી ઈંગ્લેન્ડની ટીમનો બીજો વિજય
ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટે 151 રન બનાવ્યા હતા. ઓપનર ટેમી બીયુમોન્ટે 21 અને એની જોન્સે 25 રન બનાવ્યા હતા. અ જવાબમાં વિન્ડીઝનો સ્કોર પણ એક સમયે એક વિકેટે 72 રન હતો. જોકે, પછી વિન્ડીઝ ટીમ 8 વિકેટે 104 રન જ બનાવી શકી. ગ્લેને બે વિકેટ લીધી અને મેન ઓફ ધ મેચ બની હતી.
0