• સાર્ક (સાઉથ એશિયા એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન) દેશોના નેતાની અનૌપચારિક બેઠક ગુરુવારે ન્યૂયોર્કમાં યોજાઈ
  • ભારતના વિદેશ મંત્રીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે આપણે આતંકવાદ અથવા તેને પોષનાર શક્તિઓને હરાવવી પડશે

સાર્ક (સાઉથ એશિયા એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન) દેશોના નેતાઓ સાથેની અનૌપચારિક બેઠક ગુરુવારે ન્યૂયોર્કમાં યોજાઈ હતી. તેમા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર તથા પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશી સહિત અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં ભારતના વિદેશી મંત્રી જયશંકરે કહ્યું-સાર્ક દેશો સમક્ષ સરહદ પારનો આતંકવાદ, કનેક્ટીવિટી તોડવી તથા વ્યાપારમાં અવરોધ સર્જવા જેવા મુદ્દાને લઈ વ્યાપક પડકાર છે. જ્યાં સુધી આ ત્રણેય પડકારનો ઉકેલ શોધવામાં નહીં આવે ત્યાં સુધી દક્ષિણ એશિયા ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ તથા સુરક્ષા શક્ય બનશે નહીં.

સાર્કમાં 8 સભ્ય દેશ છે. તેમા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદિવ, નેપાળ, પાકિસ્તાન તથા શ્રીલંકાનો સમાવેશ થાય છે. 19મું સાર્ક સમ્મેલન આ વર્ષે 15થી 19 નવેમ્બર વચ્ચે પાકિસ્તાનમાં યોજાવાનું હતું. જોકે કાશ્મીરમાં ભારતીય લશ્કરના એક કેમ્પ પર થયેલા હુમલા બાદ તેને ટાળવામાં આવ્યુ હતું.

આતંકવાદ તથા તેને પોષનારને હરાવો
ભારતીય વિદેશ મંત્રીના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે જયશંકરે કહ્યું હતું કે છેલ્લા 35 વર્ષમાં સાર્કે ઘણી પ્રગતિ કરી છે. જોકે, આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડનારી પ્રવૃત્તિથી તેની પર અસર ચોક્કસપણે થઈ છે. તેને લીધે સભ્ય દેશો વચ્ચે પરસ્પર તાલમેલ વધારવાના જે પ્રયત્નો થાય છે તેમાં આવરોધ આવ્યો છે. આ પ્રકારના માહોલમાં સાથે મળીને આગળ વધવાના આપણા ઉદ્દેશ સફળ થશે નહીં. આ સંજોગોમાં જરૂરી છે કે આપણે સાથે મળી આતંકવાદ તથા તેનું પોષણ કરનારા કે સમર્થન કરનારા શક્તિઓને હરાવીએ.
પાકિસ્તાને વિવાદિત વિસ્તારોનો મુદ્દો ઉઠાવ્યો
પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ વિવાદિત વિસ્તારોનો દરજ્જો બદલવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે આમ કરવુ તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના નિયમોનું ઉલ્લંઘન છે. આ પ્રકારની બાબતમાં કોઈ દેશ એક તરફી નિર્ણય લે છે તો સમગ્ર વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયત્નોને નુકસાન પહોંચે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ વર્ષે સાર્ક પરિષદ પોતાને ત્યાં ઈચ્છે છે. તેનું આયોજન કરવામાં જે અવરોધ આવ્યા છે તે દૂર કરવા કામ કરશે. પાકિસ્તાન સાર્ક દેશો સાથે મળી દક્ષિણ એશિયાના દેશોમાં પરસ્પર સહયોગ વધારવા માટે કામ કરશે.

0

Source by [author_name]