બોલિવૂડ દિવા અને એક્ટ્રેસ નોરા ફ્તેહી હાલ સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ શોમાં જજની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં જ આ શોનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં, શોના એક અન્ય જજ અને કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ નોરાના હિપ્સને હાથ અડાડતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ જતા ટેરેન્સને લોકો ટ્રોલ કરી રહ્યા છે.

આ વીડિયો 12 સપ્ટેમ્બરે ચેનલ પર પ્રસારિત શોનો છે. તેમાં શત્રુધ્ન સિન્હા પોતાની પત્ની પૂનમ સિન્હા સાથે મહેમાન બનીને આવ્યા હતા. આ દરમિયાન ત્રણેય જજ તેમનું વેલકમ કરવા માટે નીચે નમી રહ્યા હતા ત્યારે ટેરેન્સે નોરાને પાછળ હાથ માર્યો. આ થયું ત્યારે નોરા એકદમ નોર્મલ હતી તેણે થોડું પણ રિએક્ટ ના કર્યું.

મલાઈકાની જગ્યા નોરાએ લીધી
શોમાં નોરાની એન્ટ્રી અન્ય જજ મલાઈકા અરોરા કોરોના સંક્રમિત થવાને લીધે થઇ હતી. મલાઈકાની જગ્યાએ ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસને સાથે જજ માટે નોરાને સિલેક્ટ કરવામાં આવી. શરૂઆતમાં નોરાને માત્ર બે એપિસોડ શૂટ કરવા માટે સાઈન કરવામાં આવી હતી, પણ કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ મલાઈકાને આરામ કરવાને લીધે નોરાનો કોન્ટ્રાક્ટ થોડા વધારે દિવસો માટે વધારી દીધો.

સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુસ્સે ભરાયા
વીડિયોમાં ટેરેન્સ નોરાની સાથે ખોટું કામ કરતો જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સો ઠાલવવા લાગ્યા અને તેને ટ્રોલ કરવા લાગ્યા. ઘણા યુઝર્સે કહ્યું કે, આ બોલિવૂડનો અસલી ચહેરો છે. અન્ય લોકોએ કહ્યું કે, ટેરેન્સ સાથે આવા કામની આશા નહોતી. તો અન્ય યુઝરે નોરા પર પ્રશ્નો કર્યા કે તેણે કેમ કોઈ રિસ્પોન્સ ના આપ્યો? કેટલાકે કહ્યું કે, ટેરેન્સે તેને નીચે નમવાનો ઈશારો કરવા માટે આવું કર્યું હશે.

Source by [author_name]