વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 69મી વખત મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યાં છે. આ દરમિયાન કોરોના સંકટ દરમિયાન સાવચેતી રાખવા, બાળકોનું ધ્યાન રાખવા અને ખેડૂત બિલ પર તેમનું ધ્યાન હતું. તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ખેડૂત બિલથી ખેડૂતોને જ ફાયદો થશે. જ્યાં સારા ભાવ મળશે ત્યાં પોતાનો પાક અને ફળ વેચી શકશે. વડાપ્રધાને ઈશારામાં ચીન અને પાકિસ્તાનને સંકેત પણ આપ્યો.

મોદીની મુખ્ય વાતો કોરોના વચ્ચે પોતાનું અને બાળકોનું ધ્યાન રાખો

  • કોરોનાના પગલે બે ગજનું અંતર જરૂર રાખવું બની ગયું છે. જોકે તે પરિવારના લોકોને જોડવા અને નજીક લાવવાનું પણ કામ કરી રહ્યો છે. આ દરમિયાન ઘણા પરિવારોને મુશ્કેલીઓ આવી રહી છે. પરિવારના વૃદ્ધોએ બાળકોને વાર્તાઓ કહીને સમય વિતાવ્યો, જોકે દેશમાં આ પરંપરા ખતમ થઈ રહી છે.
  • વડાપ્રધાને કહ્યું કે, કહાનીઓ સંવેદનશીલ પક્ષોને સામે લાવે છે. જ્યારે માતા બાળકને જમાડવા માટે કહાની સંભળાવે છે, તો તેને જોવું રસપ્રદ હોય છે.લાંબા સમય સુધી હું ફરતો રહ્યો. ઘણા ઘરે જતો હતો. હું બાળકોને વાર્તાઓ સંભળાવતો હતો. તેઓ કહેતા હતા કે, અંકલ જોક્સ સંભળાવો. હું ચોંકી ગયો કે ઘરોમાં વાર્તાની પરંપરા ખતમ થઈ ગઈ.
  • આપણા અહીંયા તો હિતોપદેશ, પંચતંત્ર જેવી કહાનીઓની પરંપરા રહી છે. દક્ષિણ ભારતમાં જ આવી પરંપરા છે, જેને વિલ્લૂપાટ કહે છે. ઘણા લોકો તેને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમર વ્યાસ વાર્તાઓને આગળ વધારવાના પ્રયાસમાં લાગી ગયા છે.
  • મોદીએ સ્ટોરી ટેલર અપર્ણા અત્રેયા સાથે વાત કરી હતી. અપર્ણાએ કહ્યું હું બેંગલોર સ્ટોરી ટેલિંગ સોસાયટી તરફથી આપને શુભેચ્છા પાઠવવા માગું છું. મારા પતિ એરફોર્સમાં છે, હું પેશનેટ સ્ટોરી ટેલર છું. મને બાળકોને કહાની દ્વારા શિક્ષણ આપવાની તક મળી છે. દાદી પાસેથી કહાની સાંભળતી વખતે જ મને લાગ્યું કે બાળકો સાથે આવું કરવું કેટલું રસપ્રદ હશે. અપર્ણા સાથે તેમની ટીમની ઘણી મહિલાઓએ મોદી સાથે સ્ટોરી ટેલિંગ અંગે ચર્ચા કરી. અપર્ણાએ મોદીને વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવ રાય અને તેમના મંત્રી તેનાલીરામની કહાની સંભળાવી.
  • વડાપ્રધાને કહ્યું ‘પરિવારમાં દર સપ્તાહે વાર્તાઓ કહેવા માટે સમય કાઢો. જેના માટે કરુણા, વીરતા, પ્રેમ જેવા વિષય પણ નક્કી કરો. હું દરેક સ્ટોરી ટેલરને કહેવા માગું છું કે અમે આપણે 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીથી માંડી અત્યાર સુધીની ઘટનાઓને કહાનીઓમાં વર્ણવી શકો છો શું?’

ખેડૂતોનો વિશ્વાસ- ખેડૂત બિલ તેમનો જ ફાયદો કરશે

  • મને ખેડૂતો, સંગઠનોની ચિઠ્ઠી મળી છે ખેતીમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે? હરિયાણાના ખેડૂત કંવર ચૌહાણે જણાવ્યું કે, તેમને મંડીઓની બહાર ફળ-શાકભાજી વેચવામાં તકલીફ પડતી હતી. ગાડીઓ જપ્ત થઈ જતી હતી. 2014માં APMC એક્ટમાં ફેરફાર થયા. તેમણે એક સમૂહ બનાવ્યું. હવે તેમની વસ્તુઓ ફાઈવ સ્ટાર હોટલમાં સપ્લાઈ થઈ રહી છે. અઢી ત્રણ કરોડ વર્ષે કમાણી કરી રહ્યા છે. આ શક્તિ દેશના અન્ય ખેડૂતોની શક્તિ છે.
  • ઘઉં, અનાજ, શેરડી કોઈ પણ પાક હોય જ્યાં મન થાય ત્યાં વેચવાની શક્તિ મળી ગઈ છે. પૂણે, મુંબઈમાં ખેડૂતો સાપ્તાહિક બજાર જાતે ચલાવી રહ્યા છે. જેનો સીધો લાભ થાય છે. નવા ખેડૂત બિલથી ખેડૂતોને ફાયદો થશે. જ્યાં સારા ભાવ મળશે, ખેડૂત ત્યાં ફળ શાકભાજી વેચી શકશે.

Source by [author_name]