• રૂપિયા 20 હજાર કરોડમાં બાકી રકમ, પેનલ્ટી, ટેક્સ અને વ્યાજનો સમાવેશ થતો હતો
  • વોડાફોન માટે આ જીત રાહતરૂપ, કારણ કે તે AGR પેમેન્ટની ચુકવણીને દબાણમાં હતી

ટેલિકોમ કંપની વોડાફોને રૂપિયા 20 હજાર કરોડના ટેક્સ વિવાદમાં ભારત સરકારને હરાવી કેસ જીતી લીધો છે. કંપનીને શુક્રવારે કહ્યું કે રૂપિયા 12 હજાર કરોડની બાકી રકમ તથા રૂપિયા 7,900 કરોડના દંડને લગતા કેસમાં ભારત સરકાર સામે જીત મળી છે.વોડાફોન માટે આ ઘણી મોટી રાહતની વાત છે. કારણ કે કંપનીને ભારતમાં રૂપિયા 53 હજાર કરોડ રૂપિયા AGR તરીકે આગામી વર્ષ સુધીમાં ચુકવવાના છે.

કંપનીના શેરોમાં 13.60 ટકાની તેજી
વોડાફોનની તરફેણમાં ચુકાદો આવ્યાના અહેવાલને પગલે BSE પર કંપનીના શેરની કિંમત રૂપિયા 13.60 ટકા વધી રૂપિય 10.36 થયો હતો. વોડાફોને વર્ષ 2016માં ભારત સરકાર વિરુદ્ધ સિંગાપુરની ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર એટલે કે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર સમક્ષ અરજી દાખલ કરી હતી. આ વિવાદ લાઈસન્સ ફી તથા એરવેવ્સ તરીકે રેટ્રોએક્ટિવ ટેક્સ ક્લેમને લઈ શરૂઆત થઈ હતી.

સંધિ વિરુદ્ધ છે ભારત સરકારની માંગ
ઈન્ટરનેશનલ કોર્ટે કહ્યું કે ભારતના ટેક્સ વિભાગે જે બાકી રકમ, વ્યાજ અને પેનલ્ટી લગાવી છે તે ભારત અને નેધર્લેન્ડ વચ્ચે થયેલા ઈન્વેસ્ટમેન્ટ સંધિના નિયમોની મુક્ત ગેરન્ટી તથા સમકક્ષ ટ્રીટમેન્ટ વિરુદ્ધ છે. વોડાફોન ઈન્ટરનેશનલ હોલ્ડિંગ તરફથી વકીલ અનુરાધા દત્ત કેસ લડ્યા હતા.

સુપ્રીમ કોર્ટે પણ આ રીતનો ચુકાદો આપ્યો હતો
તેમણે કહ્યું કે વોડાફોનની આ બીજી જીત છે. આ અગાઉ 2012માં આ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ આ પ્રકારનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા બાદ વોડાફોને કહ્યું કે છેવટે અમને ન્યાય મેળવવામાં સફળતા મળી છે. ટેલિકોમ કંપનીએ 20 હજાર કરોડ રૂપિયામાં કેપિટલ ગેન, ટેક્સ, પેનલ્ટી તથા વ્યાજને લઈ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કેસ શુ હતો
વોડાફોને હચિસનમાં વર્ષ 2007માં 11 અબજ ડોલરમાં 67 ટકા હિસ્સેદારી ખરીદી હતી. UKની વોડાફોને ભારતના પક્ષને વર્ષ 2012માં કોર્ટમાં પડકાર્યો હતો. હેગ સ્થિત કોર્ટમાં વર્ષ 2016માં આ કેસ વોડાફોને દાખલ કર્યો હતો. હકીકતમાં વર્ષ 2012માં ભારત સરકારે સંસદમાં એક કાયદાને મંજૂરી આપી હતી. જે હેઠળ તે વર્ષ 2007ની સમજૂતી પર ટેક્સ વસૂલી શકતી હતી. આ ટેક્સ એટલા માટે લગાવ્યો હતો કારણ કે હચિસન તે સમયે એક્સાર સાથે હતી. એસ્સાર ભારતીય કંપની છે.

Source by [author_name]