ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ પણ આમાંથી બાકાત નથી. હાલમાં જ શ્વેતા તિવારી, હિમાની શિવપુરી, રાજેશ્વરી સચદેવ, રાહુલ સુધીર તથા ચાંદની શર્મા જેવા કલાકારો કોરોના પોઝિટિવ આવ્યા હતા. હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરનાર પ્રિયા આહુજાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર માહિતી શૅર કરી
પ્રિયાએ ઈન્સ્ટાગ્રામ પર આ અંગેની માહિતી શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘તમને તમામને આ વાત કહેવી મારી ફરજ છે કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, મારામાં કોઈ જ લક્ષણો નથી અને હું એકદમ ઠીક છું. જોકે, BMC તથા ડૉક્ટર્સે આપેલી સલાહનું પાલન કરી રહી છું. હું ઘરમાં જ ક્વૉરન્ટીન છું. છેલ્લાં 2-3 દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવી લે. હું શૂટિંગ પણ કરતી નથી અને ઘરમાં જ છું તો પણ હું વાઈરસની ચપેટમાં આવી ગઈ. પોતાનું ધ્યાન રાખો અને માસ્ક પહેરવાનું ના ભૂલો.’

સેલેબ્સે જલ્દીથી સાજા થવાની શુભેચ્છા આપી
પ્રિયાની આ પોસ્ટ પર દિલીપ જોષી (જેઠાલાલ), સમય શાહ (ગોગી) તથા ઝીલ મહેતા (જૂની સોનુ)એ કમેન્ટ કરી હતી. દિલીપ જોષીએ કહ્યું હતું, ‘પ્રિયા અમે તારા માટે જરૂરથી પ્રાર્થા કરીશું કે તું જલ્દીથી સાજી થઈ જાય. ધ્યાન રાખ.’ સમય શાહે કમેન્ટ કરતા કહ્યું હતું કે જલ્દીથી સાજા થઈ જાવ તો ઝીલે કહ્યું હતું, ‘દીદી તમારું ધ્યાન રાખો. આશા છે કે તમે જલ્દીથી સાજા થશો.’ પ્રિયાના પતિ માલવ રાજડાએ કહ્યું હતું, ‘મારી ચેમ્પિયલન જલ્દીથી સાજી થઈ જાય. હું હંમેશાં તારી પડખે ઊભો છું… કદાચ આ ડરથી તું જલ્દી સાજી થઈ જાય.’

2011માં લગ્ન કર્યા
એક્ટ્રેસ પ્રિયા આહુજાએ માલવ રાજડા સાથે વર્ષ 2011માં લગ્ન કર્યાં હતાં. માલવ રાજડા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ડિરેક્ટર છે. 2019માં પ્રિયાએ દીકરાને જન્મ આપ્યો હતો.

Source by [author_name]