ફાઇલ તસવીર: ગુજરાતના મહેસાણામાં નવજાત જોડિયા બાળકોએ કોરોનાને હરાવ્યો હતો.

આ મહામારીમાં જો કોઈ રાહતના સમાચાર છે તો એ છે કે કોવિડની બાળકો પર ગંભીર અસર નથી દેખાઇ. જેમને પણ ચેપ લાગ્યો છે એ બાળકોમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે. તાજેતરમાં બાળકોની ઈમ્યૂન સિસ્ટમના સંબંધમાં થયેલા પ્રથમ રિસર્ચમાં તેનું કારણ જણાવાયું છે.

સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવાયું છે કે બાળકોની ઈમ્યૂન સિસ્ટમમાં પ્રાકૃતિકરૂપે એવા ગુણ છે જે કોરોનાને શરીરમાં પ્રવેશતાં જ તેને નષ્ટ કરવા લાગે છે. એટલે કે વાઈરસ શરીરને વધારે નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેને ખતમ કરી દે છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના પીડિયાટ્રિક ઈન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ ડૉ. બેટસી હેરોલ્ડ કહે છે કે બાળકોની ઈમ્યૂન સિસ્ટમ કોરોના સામે અલગ પ્રકારે લડે છે. બાળકો વયસ્કોની તુલનાએ વધુ અલગ અલગ પ્રકારના વાઈરસના સંપર્કમાં આવે છે એટલા માટે તેમની ઈમ્યૂન સિસ્ટમ વધારે મજબૂત હોય છે. વયની સાથે સાથે આ તાકાત પણ ઘટતી જાય છે. હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ ઈપિડીમિયોલોજીના પીડિયાટ્રિક ઈમ્યૂનોલોજિસ્ટ ડૉ. માઈકલ મિના કહે છે કે વયસ્ક સામાન્ય રીતે પહેલીવાર કોઈ નવા વાઈરસના સંપર્કમાં ઓછા આવે છે એટલા માટે આ રિસર્ચનો આધાર મજબૂત કહી શકાય.

65 બાળકો અને યુવાઓ પર અભ્યાસ
આ અભ્યાસ 13 માર્ચથી 27 મે સુધી ન્યુયોર્કની હોસ્પિટલમાં દાખલ 60 વયસ્કો અને 65 બાળકો અને 24 વર્ષથી ઓછી વયના યુવાઓ પર કરાયો હતો. આ રિસર્ચમાં બાળકોની ઈમ્યૂન સિસ્ટમે વયસ્કોની તુલનાએ કોરોના વાઇરસને પોતાના પર હાવી થવા દીધો નથી.

Source by [author_name]