KKRએ શિવમ માવીને 2018માં 3 કરોડમાં ખરીદ્યો હતો.

શિવમ માવીને જ્યારે જુનિયર ક્રિકેટમાં દિલ્હી તરફથી તક ના મળી તો તેણે ઉત્તર પ્રદેશ તરફ નજર દોડાવી. ત્યાર પછી તે 2018માં અંડર-19 વર્લ્ડ કપનો હીરો બની ગયો. તેણે સળંગ ત્રણ મેચમાં વિકેટ લીધી. 21 વર્ષના આ યુવાન ફાસ્ટ બોલરના પ્રદર્શનથી પ્રભાવિત થઈને કો લકાતા નાઈટ રાઈડર્સે 2018માં તેને રૂ.3 કરોડમાં ખરીદ્યો. માવીએ 2018માં આઠ મેચ રમી હતી. જોકે, ઈજાના કારણે 2019માં તે એક પણ મેચ રમી શક્યો ન હતો. આ વખતે કેકેઆરને આ યુવાન બોલર પાસે મોટી અપેક્ષાઓ છે. માવી સાથેની વાતચીતના મુખ્ય અંશ…

સવાલ: ઓલરાઉન્ટર ટી20માં અત્યંત મહત્ત્વના હોય છે, આથી તમે શું વિચારો છો?
શિવમ માવી:
હું જ્યારે બોલિંગ કરું છું તો મારા વિચારો એકદમ સ્પષ્ટ રહે છે કે, સ્વિંગ બોલર હોવાને ધોરણે હું નવા બોલ સાથે મારી ટીમને પ્રારંભિક વિકેટો અપાવી શકું. બેટિંગ દરમિયાન મારો દૃષ્ટિકોણ થોડો અલગ હોય છે. મને સામાન્ય રીતે 6થી 7 નંબર પર બેટિંગની તક મળે છે. આ દરમિયાન મારી પાસે 6-7 બોલ જ હોય છે રમવા માટે. ટીમ આટલા ટૂંકા ગાળામાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની અપેક્ષા રાખે છે. હું તેને ધ્યાનમાં રાખીને જ બેટિંગની પ્રેક્ટિસ કરું છું. હું એ પણ વિચારું છું કે, મુશ્કેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને બેટિંગ કરી ટીમને વિજય અપાવી શકું.

સવાલ: શું તમને તમારા ધુરંધર સાથી આન્દ્રે રસેલ પાસેથી કોઈ પ્રકારની મદદ મળે છે?
શિવમ માવી: બિલકુલ મળી છે. પ્રથમ વખતમાં જ્યારે રસેલને મળ્યો ત્યારે ઘણો પ્રભાવિત થયો. જે તાબડતોડ રીતે તે બેટ ચલાવે છે. હાર્ડ હિટિંગ બાબતે મારી તેની સાથે ઘણી વાત થઈ અને મારી રમતમાં ત્યાર પછી સુધારો આવ્યો છે.

સવાલ: તમને અંડર-19ના વર્લ્ડ કપ સાથી કમલેશ નાગરકોટી પણ કેકેઆરમાં છે. તમે તમે બંને શું એવી જ કમાલ કોલકાતા માટે આ સીઝનમાં બતાવી શકો છો?
શિવમ માવી:
ચોક્કસ પણે. મને ઘણો આનંદ આવશે, જો એક છેડાથી કમલેશ બોલિંગ કરી રહ્યો હોય અને બીજી તરફથી આ જવાબદારી મારા ખભા પર હોય. બોલિંગ જોડીદાર તરીકે અમે અંડર-19 દિવસ જેવી રમત આઈપીએલમાં પણ બતાવી શકીએ છીએ.

સવાલ: તમે ઘણો સમય ઉ.પ્ર.ના ધુરંધર બોલર ભુવનેશ્વર કુમાર સાથે પણ પસાર કર્યો છે. તેની પાસેથી શું શીખવા મળ્યું?
શિવમ માવી: ભુવી ભૈયા પાસેથી મને જ નહીં દરેક યુવાન બોલરને શીખવા મળ્યું છે. તેમણે મને એ જણાવ્યું કે, ટી20 ફોર્મેટમાં દરેક વખતે અલગ-અલગ પ્રકારનો પડકાર હોય છે અને તેમાં ખુદને સેટ કરવા પડે છે. મારું માનવું છે કે, જેમ-જેમ તમે ક્રિકેટના સારા સ્તરે રમો છો, તેમ-તેમ તમારી કુશળતા અને કળા કરતાં તમારો વિચાર કેવો છે તે વધુ મહત્ત્વ ધરાવે છે. તમે તમારા વિચારને કેવી રીતે બદલો છો.

સવાલ: તમે છેલ્લા 2 વર્ષથી ફિટનેસ બાબતે સંઘર્ષ કરતા રહ્યા છો. તમને કેવા પ્રકારના પડકારનો સામનો કરવો પડ્યો?
શિવમ માવી:
ફિટનેસ બાબતે કેકેઆરના કોચ અભિષેક નાયર અને ઓમકાર સાલ્વીએ ઘણી મદદ કરી છે. મારા અંગત કોચ ફુલચંદનો પણ હું આભારી છું. આ લોકોએ મને એ જણાવ્યું કે, કેવી રીતે ફિટનેસનું ધ્યાન રાખવાનું છે અને પુનરાગમન કરવાનું છે. આમ કરવા દરમિયાન મારી બોલિંગ પર કોઈ અસર પણ ન થવી જોઈએ.

સવાલ: ઓલરાઉન્ડર તરીકે તમારા હીરો કોણ છે?
શિવમ માવી:
ટેસ્ટ ક્રિકેટમાં તો દ.આફ્રિકાના જેક કેલિસથી ઘણો પ્રભાવિત રહ્યો છું. વન ડે ક્રિકેટમાં કપિલ દેવજીનો મોટો ફોન છું. વાત ટી20ની આવે તો આન્દ્રે રસેલ મારા મનપસંદ ઓલરાઉન્ડર છે.

Source by [author_name]