રકુલપ્રીત સિંહ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસ જવા માટે રવાના થઈ ચૂકી છે.

  • દીપિકા અને તેની મેનેજરના વ્હોટ્સએપ ચેટમાં ડ્રગ્સની વાત સામે આવી હતી
  • સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તથા દીપિકાની પૂછપરછ આવતીકાલે

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સની તપાસ કરતી એજન્સી નાર્કોટિક્સ બ્યુરોએ આજે, 25 સપ્ટેમ્બરના રોજ રકુલપ્રીત સિંહની પૂછપરછ શરૂ કરી છે. રકુલ ગુરુવાર, 24 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદથી પરત ફરી છે. ઉલ્લેખનીય છે કે સનમ તથા અબીગેલે આપેલી માહિતીને આધારે NCBએ મુંબઈમાં ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે.

NCB આજે દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ તથા કરણ જોહરની ધર્મા પ્રોડક્શનના ડિરેક્ટર ક્ષિતિજ રવિ પ્રસાદની પણ પૂછપરછ કરશે. NCBએ ક્ષિતિજ પ્રસાદના ઘરે દરોડા પાડ્યા હતા.

કરિશ્મા પ્રકાશ 11 વાગે ઓફિસ આવી હતી

આવતીકાલે ત્રણ એક્ટ્રેસની પૂછપરછ
26 સપ્ટેમ્બરના રોજ NCB સારા અલી ખાન, દીપિકા પાદુકોણ તથા શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરશે.

રણવીરે દીપિકાની સાથે રહેવાની અરજી કરી
સૂત્રોના જણાવ્યા મુજબ, રણવીરે NCBને અરજી કરી છે કે દીપિકાની પૂછપરછ દરમિયાન તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. સાથે રહેવાના કારણમાં તેણે કહ્યું છે કે દીપિકા ક્યારેક ક્યારેક ડરી જાય છે, એટલા માટે તેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવે. રણવીરે અરજીમાં એમ પણ કહ્યું છે કે તે કાયદાનું પાલન કરનાર નાગરિક છે. નિયમો જાણે છે કે તપાસ દરમિયાન તે હાજર ન રહી શકે છતાં પણ NCB ઓફિસની અંદર આવવાની તેને પરવાનગી આપવામાં આવે. જોકે તેની અરજી પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

રાખી સાવંતનો દાવોઃ સ્લિમ રહેવા માટે અનેક સેલેબ્સ ડ્રગ્સ લે છે
તો બીજી બાજુ રાખીએ દાવો કર્યો છે કે અનેક સેલેબ્સ ભૂખ ના લાગે એ માટે ડ્રગ્સ લે છે. મોટા ભાગના સેલેબ્સ ગાંજો અથવા ચરસ લેતા હોય છે.

0

Source by [author_name]