પોતાના બોલ્ડ વીડિયોઝને લઈને ચર્ચામાં રહેતી પૂનમ પાંડેએ 10 સપ્ટેમ્બરે અચાનક લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. એક્ટ્રેસ છેલ્લા બે વર્ષથી સેમ બોમ્બેની સાથે લિવ ઈન રિલેશનમાં હતી એ પછી બંનેએ લગ્ન કર્યા છે. લગ્ન પછી બંને હનીમૂનમાં ગોવા ગયા હતાં અને માત્ર 12 દિવસમાં જ પૂનમે સેમ વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી દીધી. એ પછી હવે એક્ટ્રેસે પતિ સેમ પર તેના વીડિયોથી રૂપિયા કમાવવાનો અને ખરાબ રીતે મારપીટનો આરોપ લગાવ્યો છે.

પૂનમ હનીમૂન દરમિયાન જ ગોવામાં ફરિયાદ નોંધાવી હતી. આ વિશે પૂનમે સ્પોટબોયને કહ્યું કે, સેમે મેં હોટેલમાં નિર્દયી રીતે મારી હતી. હું ફરિયાદ કરવા માગતી નહોતી પણ હોટેલના સ્ટાફે મારી ચીસો સાંભળી. એ પછી સ્ટાફે જ પોલીસને બોલાવી હતી. સ્ટાફ મેમ્બર રૂમમાં આવ્યા ત્યારે મારા ચહેરા પર સોજા હતા અને શરીર પર ઈજાના નિશાન હતા. આ જોઇને તે લોકોએ જ ફરિયાદ નોંધાવી લીધી.

એક્ટ્રેસે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, આ માણસે મારા બધા ફોટોઝ તેના સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધા હતા. ત્યારે મેં એમ વિચાર્યું કે બધું સારું થઇ જશે. તે હંમેશાં આવું કરતો હતો. મને હું જ મૂર્ખ લાગું છું કે તેણે એક આર્ટિકલમાં કહ્યું હતું કે મારાથી તે રૂપિયા કમાઈ છે તેમ છતાં હું તેની સાથે છું. હકીકત તો એ છે કે તે મારા વીડિયો વેચીને રૂપિયા કમાઈ છે. હું આ બધું તેની સામે કહી શકું છું.

પૂનમ પાંડેએ ઈ ટાઈમ્સ સાથે વાતચીતમાં કહ્યું કે, ફરિયાદ પાછી લેવા માટે સેમે મને આજીજી કરી હતી. તે ઘણો રોયો હતો અને બધું સરખું કરવાની વાત કરી. આ પછી બંને વચ્ચે સંબંધો સુધરી ગયા છે. હાલ બંને ગોવામાં જ છે અને ટૂંક સમયમાં મુંબઈ આવશે. સમાધાન થઇ ગયા પછી સેમ બોમ્બેએ પૂનમ પાંડે સાથે લગ્નનો ફોટો પણ શેર કર્યો છે.

Source by [author_name]