• વિશ્વમાં 9.87 લાખથી વધારે લોકોનાં મોત, 2.39 કરોડથી વધારે લોકો સાજા થયા
  • અમેરિકામાં 71.85 લાખ લોકો સંક્રમિત, 2.07 લાખ લોકોએ જીવ ગુમાવ્યો

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3.24 કરોડને પાર કરી ગયો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 39 લાખ 19 હજારથી વધારે થઈ ગઈ છે. અત્યારસુધીમાં 9.87 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. લેટિન અમેરિકન દેશ મેક્સિકોમાં કોરોના વાઈરસથી મરનારા લોકોની સંખ્યા 75 હજારને પાર કરી ગઈ છે. નાના દેશમાં આટલાં બધાં મોત થતાં વિશ્વ આરોગ્ય સંસ્થા પણ પરેશાન છે.

મેક્સિકોમાં એક દિવસમાં 490 લોકોનાં મોત
મેક્સિકો સરકાર કોરોનાની બીજી લહેર રોકવામાં નિષ્ફળ ગઈ છે. ગુરુવારે અહીં 490 લોકોનાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 75 હજાર 439 લોકોનાં મોત થયાં છે. ગુરુવારે દેશમાં 5500 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 લાખ 15 હજાર 457 થઈ ગઈ છે.

ફિનલેન્ડ: સ્નિફર ડોગ્સ સંક્રમિતોની ઓળખ કરશે
હેલસિંકે એરપોર્ટ પર ફિનલેન્ડ સરકારે સંક્રમિતોની ઓળખ કરવા માટે સ્નિફર ડોગ્સ તહેનાત કર્યા છે. એ માટે આ ડોગ યુનિટને સ્પેશિયલ મેડિકલ ટ્રેનિંગ અપાઈ છે. જાણકારી મુજબ સ્નિફર ડોગ યુનિટ 10 મિનિટમાં 100 ટકા સાચી રીતથી સંક્રમિતોની ઓળખ કરી શકશે. થોડા દિવસ પછી તેની સમીક્ષા કરાશે. જો પરિણામ સાચાં રહ્યાં તો આ પ્રોસેસ ચાલુ રહેશે. આ પહેલાં સ્નિફર ડોગ યુનિટ મલેરિયા અને કેન્સરના દર્દીઓની ઓળખ કરી ચૂક્યા છે.

ફ્રાન્સમાં સરકારનો વિરોધ
ફ્રાન્સ સરકારે દેશના ટૂરિસ્ટ પ્લેસ માર્સિલેમાં બાર અને રેસ્ટોરાં બંધ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સ્થાનિક તંત્રએ તેને માનવાનો ઈનકાર કર્યો છે. અહીંના વેપારી સંગઠને તેને સામૂહિક સજા ગણાવીને કહ્યું હતું કે તેનાથી શહેરની ઓળખ અને સન્માનને અસર પડશે.

કેનેડા: બીજી લહેર શરૂ થઈ ચૂકી છે
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર ચાલી રહી છે. કેનેડાની હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે દેશમાં 1 લાખ 49 હજાર કેસ નોંધાયા છે અને 9,249 લોકોનાં મોત થયાં છે.

Source by [author_name]