- કોલકાતાને હરાવીને મુંબઈ એક ટીમ વિરુદ્ધ 20 મેચ જીતનારી પ્રથમ ટીમ બની છે
મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે આઈપીએલ-13માં પ્રથમ વિજય મેળવ્યો છે. તેની સાથે જ ટીમે કોલકાતા પર 20મો વિજય મેળવ્યો છે. મુંબઈ એક ટીમ વિરુદ્ધ 20 કે તેનાથી વધુ મેચ જીતનારી પ્રથમ ટીમ પણ બની છે. મુંબઈ 3 ટીમ વિરુદ્ધ 16+ જીતનારી એકમાત્ર ટીમ પણ છે.
ટીમ | વિરુદ્ધ | જીત |
મુંબઈ | કોલકાતા | 20 |
કોલકાતા | પંજાબ | 17 |
મુંબઈ | ચેન્નઈ | 17 |
મુંબઈ | બેંગલુરુ | 16 |
ચેન્નઈ | દિલ્હી | 15 |
ચેન્નઈ | બેંગલુરુ | 15 |
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે.
ખેલાડી | રન | વિરુદ્ધ |
રોહિત શર્મા | 904 | કોલકાતા |
ડેવિડ વોર્નર | 829 | કોલકાતા |
વિરાટ કોહલી | 825 | દિલ્હી |
ડેવિડ વોર્નર | 819 | પંજાબ |
સુરેશ રૈના | 818 | કોલકાતા |
સુરેશ રૈના | 818 | મુંબઈ |
18મી વખત રોહિતને લીગમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. આ બાબતે તે ત્રીજા નંબરે છે. ક્રિસ ગેલને સૌથી વધુ 21 વખત, જ્યારે એબી ડિવિલિયર્સને 20 વખથ આ એવોર્ડ મળ્યો છે.