ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેન આવતા જ મુસાફરો કોરોના જેવી મહામારી ભૂલી ગયા. સામાન્ય દિવસોની જેમ જ ટ્રેન પકડવા પડાપડી કરી, કોચ ખીચોખીચ ભરાઈ જતાં લોકો દરવાજા પર લટકી ગયા. શું કોરોના ને કેવો કોરોના. બે ઘડી માટે લોકો બધુ જ ભૂલી ગયા અને ટ્રેનમાં બેસવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. એક-બે કોચમાં નહીં પરંતુ ટ્રેનના તમામ 15 કોચ પર આવા દૃશ્યો જોવા મળ્યા. કોચની અંદર પણ કોઈ જ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં. લેડીઝ કોચમાં તો સ્થિતિ આથીય વધુ બદતર હતી. આપ જોઈ શકો છો કે, કોરોના જેવી મહામારી છતાં કોચમાં કેવી રીતે ઘેટાબકરાંની જેમ મુસાફરો ભરાઈ ગયાં છે. વીડિયો વાઇરલ થતાં વેસ્ટર્ન રેલવેનું તંત્ર હરકતમાં આવી ગયું. અધિકારીઓએ કહ્યું કે, ભારે વરસાદને કારણે આ દિવસે લગભગ 250 જેટલી ટ્રેન રદ થઈ હતી. આ દિવસે ચર્ચગેટથી અંધેરી વચ્ચે 7 કલાક સુધી ટ્રેન વ્યવહાર બંધ રહેતા મુસાફરોએ ટ્રેન પકડવા માટે આ પ્રકારે ઉતાવળ કરી હતી.

Source by [author_name]