ભારતમાં ગોલ્ડ રિઝર્વ દર ત્રિમાસીક ધોરણે સતત વધીને 2020ના બીજા ત્રિમાસીક ગાળામાં 661.4 ટન પહોંચ્યું છે.
કોરોના મહામારીમાં વિશ્વભરની તમામ સેન્ટ્રલ બેન્ક પોત-પોતાની ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે. તદ્ઉપરાંત સેન્ટ્રલ બેન્કોના રિઝર્વ મેનેજમેન્ટમાં સોનું હંમેશા મુખ્ય ભૂમિકામાં રહ્યું છે. જુલાઇ મહિના સુધી ઉપલબ્ધ ગોલ્ડ રિઝર્વ ડેટા અનુસાર અત્યારના મહિનાઓમાં સોનાની ખરીદીમાં વૃદ્ધિ થઇ છે. એટલે કે સોનાની કુલ ખરીદી અને વેચાણ પછી વિશ્વની સેન્ટ્રલ બેન્કોની પાસે જુલાઇમાં સરેરાશ 9 ટન સોનું રિઝર્વમાં આવ્યું. ગોલ્ડ ખરીદીનો આ ટ્રેન્ડ આખા વર્ષ દરમિયાન જોવા મળી શકે છે.
જુલાઇમાં ગોલ્ડ ખરીદીમાં ત્રીજા ક્રમ પર રહ્યું આરબીઆઇ
તૂર્કિ | 19.4 ટન |
કતાર | 3.1 |
ભારત | 2.8 |
કઝાકિસ્તાન | 1.9 |
એશિયાના બે સૌથી મોટા અર્થતંત્રમાં ગોલ્ડ રિઝર્વનો આ ટ્રેન્ડ
- ભારત 2009થી લઇને 2017 સુધી ગોલ્ડ રિઝર્વ 557 ટનની વચ્ચે રહ્યું પરંતુ 2018થી આ સતત વધવા લાગ્યું. દર ત્રિમાસીક ધોરણે સતત વધીને 2020ના બીજા ત્રિમાસીક ગાળામાં 661.4 ટન પહોંચ્યું છે.
- ચીન પણ વર્ષ 2009થી લઇ 2015 સુધી ગોલ્ડ રિઝર્વમાં સમાન સ્તર જાળવ્યું હતું. 2015માં ઝડપી ખરીદી શરૂ થઇ અને 2020ના બીજા ત્રિમાસીક ગાળા સુધીમાં કુલ ગોલ્ડ રિઝર્વ વધીને 1948.3 ટન પહોંચી ગઇ છે.
સોનાના ઉત્પાદનમાં આ દેશ ટોપ-5માં રહ્યો

સોનાના ઉત્પાદનમાં આ દેશ ટોપ-5માં રહ્યો.