• 20 વર્ષના કમલેશ નાગરકોટીને 2018માં કેકેઆરે 3.2 કરોડ રૂપિયામાં ખરીદયો હતો

રાજસ્થાનના ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટીની સ્ટોરી કોઈ પરી કથાથી ઓછી નથી. બાડમેર જેવા નાનકડા શહેરના નાગરકોટીએ 2018ના અંડર-19 વર્લ્ડ કપમાં ધમાલ મચાવી હતી. 20 વર્ષના નાગરકોટીએ વર્લ્ડ કપમાં 145 કિમી/કલાકથી પણ વધુ ઝડપે બોલિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડીઝનો મહાન બોલર ઈયાન બિશપ પણ તેનો ફેન થઈ ગયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે 2018માં તેને 3.2 કરોડની રકમ ખર્ચીને ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, ઈજાને લીધે તે 2018 આઈપીએલ રમી શક્યો નહીં. તેમ છતાં કેકેઆરે તેને જાળવી રાખ્યો. 2019ની સિઝનથી પહેલા તે બેક ઈન્જરીના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, આ વખતે તે પોતાની ટીમની મોટી અપેક્ષા છે. તેની સાથે ઈન્ટરવ્યુના મુખ્ય અંશ…

સવાલ: તમારા પેસની ચર્ચા છે. શું તેનાથી દબાણ પેદા થાય છે?
કમલેશ:
થાય છે અને નહીં પણ. આવી બાબતો પર ચિંતા કરીને ધ્યાન ભટકવા દેવું જોઈએ નહીં. મેં સ્પીડ અંગે કોઈ ખાસ મહેનત કરી નથી. જોકે, બોલિંગ કરતા સમયે તમારે માનસિક રીતે હંમેશા સજાગ રહેવું પડે છે કે તમે બોલ કેવી રીતે ફેંકો છો.

સવાલ: તમારા કેપ્ટન દિનેશ કાર્તિકનું માનવું છે કે, તમારી ફિલ્ડિંગ એકદમ જાડેજાના સ્તરની છે?
કમલેશ:
કાર્તિકનો આવું કહેવા માટે ખુબ-ખુબ આભાર. ભારતના સર્વોત્તમ ફીલ્ડર સાથે સરખામણી કોને સારી ન લાગે. મેં ફિલ્ડિંગ પાછળ ઘણી મહેનત કરી છે.

સવાલ: તમારો હીરો કોણ-કોણ છે?
કમલેશ:
જુઓ, બોલિંગમાં તો ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીનો ફેન છું. બંને બોલર પોતાની પ્રતિભાથી તમને પ્રભાવિત કરે છે. ભુવીભાઈ જ્યાં બોલને બંને તરફ સ્વિંગ કરવામાં નિપુણ છે, તો શમીભાઈનું સીમ પર શાનદાર નિયંત્રણ છે. ફિલ્ડિંગમાં તો જોન્ટી રોડ્સથી મોટો હીરો કોણ હશે. દરેક ખેલાડી તેમના જેવો શ્રેષ્ઠ ફિલ્ડર બનવા માગે છે, પરંતુ તે શક્ય નથી.

સવાલ: તમારી ટીમમાં કમિન્સ અને ન્યૂઝીલેન્ડના ફર્ગ્યુસન પણ છે. બંને પાસેથી શું શીખવા મળે છે?
કમલેશ:
હું મોટો નસીબદાર છું કે, દુનિયાના નંબર-1 બોલર કમિન્સ અમારી ટીમનો ભાગ છે. તેમની પાસેથી અમારા જેવા યુવા બોલરોને ઘણું શીખવા મળશે. દુનિયાના બે સૌથી ઉમદા બોલરો સાથે તેમનો અનુભવ શેર કરવો શાનદાર વાત છે.

સવાલ: IPL રમવાનું સ્વપ્ન પૂરું થવાનું છે. આગળ કોઈ સ્વપ્ન?
કમલેશ:
અસલી સ્વપ્ન તો ભારત માટે રમવાનું છે. આ એક સ્વપ્ન છે, જેને હું કોઈ પણ સ્થિતિમાં પૂરું કરવા માગું છું.

સવાલ: કેકેઆરમાં ન્યૂઝીલેન્ડના કાઈલ મિલ્સ અને ભારતના ઓમકાર સાલ્વી બે બોલિંગ કોચ છે. શું સાંમજસ્ય બેસાડવામાં મુશ્કેલી પડે છે?
કમલેશ:
એવું નથી. મોટાભાગના કોચની રીત લગભગ એક સરખી જ હોય છે. અનેક વખત બંનેની કોચિંક રીત અલગ હોઈ શકે છે. જોકે, પરિસ્થિતિ મુજબ બોલિંગમાં પરિવર્તન કેવી રીતે કરવું, એ બંને પાસેથી શીખવાની વાત હોય છે. હું તો કોઈ પણ મુદ્દે તેમની સાથે ખચકાયા વગર વાત કરી લઉં છું.

Source by [author_name]