ભારત-ચીન વચ્ચે આ બેઠક 20 ઓગસ્ટે વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (ડબ્લ્યુએમસીસી) હેઠળની બેઠક બાદ યોજાઈ હતી. -ફાઇલ ફોટો

  • ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું – ડબલ્યુએમસીસી હેઠળ ચીન-ભારતની 19મી બેઠક થઈ
  • પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેની વાતચીત દરમિયાન તણાવ ઓછો કરવા પર ધ્યાન આપવામાં આવ્યું

લદ્દાખમાં 5 મહિનાથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે. તેને ઘટાડવા માટે બંને દેશો વચ્ચે રાજદ્વારી કક્ષાની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. બંને દેશોએ લાઇન ઓફ એક્ચ્યુયલ કંટ્રોલ (એલએસી)ની પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠક 20 ઓગસ્ટે વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (ડબ્લ્યુએમસીસી) હેઠળ યોજાયેલી બેઠકબાદ થઈ હતી. બંને દેશોએ સાતમી રાઉન્ડના લશ્કરી કમાન્ડરોની બેઠક માટે પણ સંમતિ આપી છે અને બંને આ માટે ટૂંક સમયમાં તારીખ નક્કી કરવા સંમત થયા છે.

બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ડબલ્યુએમસીસી હેઠળ ચીન અને ભારત વચ્ચે 19મી બેઠક મળી હતી. બંને દેશો વચ્ચેની વાતચીત દરમિયાન તણાવ ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સામેલ લોકોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બંને દેશો 5 સૂત્રીય એજન્ડાને અમલમાં મૂકવાનો માર્ગ શોધી રહ્યા છે, જે 10 સપ્ટેમ્બરના રોજ મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન બનાવવામાં આવ્યો હતો.

વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન– 5 મુદ્દાના પ્રસ્તાવ પર સંમતિ થઈ હતીભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે મોસ્કોમાં શંધાઈ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન(SCO) દરમિયાન દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન સરહદ પરથી જલદીમાં જલ્દી સૈન્યના ડિસએંગેજમેંટ પર સંમતિ થઈ હતી. આ સિવાય બંને દેશો આવી કાર્યવાહી કરવાથી દૂર રહેવા સંમત થયા હતા, જેનાથી તણાવ વધે છે.

1959ના LAC કરાર પર ભારત-ચીન વચ્ચે નિવેદનબાજીચીનના વિદેશ મંત્રાલયે તાજેતરમાં કહ્યું હતું કે 1959માં ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને ચીનના નેતા ઝોઉ એન્લાઇએ LACનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને અમે આજે પણ તે LACને સ્વીકારીએ છીએ.

મંગળવારે જ ભારતે ચીનને સ્પષ્ટ કહ્યું હતું કે અમે ક્યારેય પણ 1959માં ચીન દ્વારા એકપક્ષીય રીતે નક્કી કરવામાં આવેલ LAC ને માની નથી. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે LAC પર સહમત થવાની પ્રક્રિયા ખરેખર 2003 સુધી ચાલી હતી. જો કે, તે પછી પ્રક્રિયા આગળ વધી ન હતી, કારણ કે ચીન તેને આગળ વધારવામાં રસ ધરાવતું ન હતું.

Source by [author_name]