• CII બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ 50.3 રહ્યો

કેન્દ્ર સરકારે આર્થિક ગતિવિધિઓ શરૂ કરતાં ભારતીય ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ સેન્ટિમેન્ટ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સુધર્યો હોવાનુ સીઆઈઆઈ બિઝનેસ આઉટલુક સર્વેમાં જાણવા મળ્યુ છે. સીઆઈઆઈ બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ જુલાઈ-સપ્ટેમ્બરમાં વધી 50.3 નોંધાયો છે. જે એપ્રિલ-જૂનમાં 41ના તળિયે હતો. ઈન્ડેક્સમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે રિકવરી જોવા મળી છે. જે ત્રિમાસિક ધોરણે 46 ટકા વધી 55.2ના સ્તરે પહોંચ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ગતિવિધિઓ શરૂ થતાં ઈન્ડેક્સમાં વૃદ્ધિ થઈ છે.

સીઆઈઆઈ ડિરેક્ટર જનરલ ચંદ્રજીત બેનરજીએ જણાવ્યુ હતુ કે, ક્રાઈસિસના દોરમાં બિઝનેસમાં સ્થિરતા અને સરકારી સહાયતાઓના માધ્યમથી શરૂ થયેલો રિકવરીનો દોર આગળ પણ જારી રહેશે. ઓગસ્ટ-સપ્ટેમ્બર, 2020 હાથ ધરાયેલા સર્વેમાં સેક્ટરની 150 કંપનીઓએ ભાગ લીધો હતો. આગામી છ મહિનામાં બિઝનેસ કોન્ફિડન્સ માટે નબળી સ્થાનિક માગ પડકારજનક રહેશે. 30 ટકાએ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં બિઝનેસ ગતિવિધિઓ પ્રિ-કોવિડના સ્તરે પહોંચવાનો અંદાજ આપ્યો છે. 35 ટકાએ ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં દેશના જીડીપીમાં 4 ટકાથી વધુ સંકોચન નોંધાવાની દહેશત વ્યક્ત કરી છે.

Source by [author_name]