યુપી પોલીસે હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીના મોત બાદ તેના મંગળવાર, 29 સપ્ટેમ્બરની રાત્રે અંધારમાં અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. યુવતીનો પરિવારને પણ અંતિમ સંસ્કારમાં હાજર રહેવા દેવામાં આવ્યો નહોતો. પોલીસની આ હરકતથી બોલિવૂડમાં આક્રોશ છે. જોકે, કંગનાએ યુપી સરકાર પર પૂરો વિશ્વાસ વ્યક્ત કરીને ન્યાયની માગણી કરી હતી.

જાવેદ અખ્તરે કહ્યું હતું, ‘ઉત્તર પ્રદેશની પોલીસે હાથરસની દુષ્કર્મ પીડિતાના અંતિમ સંસ્કાર રાત્રે 2.30 વાગે કર્યા. આ કામ પરવાનગી વગર તથા પરિવારની ગેરહાજરીમાં કરવામાં આવ્યા. આ બાબતથી અનેક સવાલ ઊભા થાય છે. તેમને આ આત્મવિશ્વાસ કેમ છે કે તેઓ આ દુઃસાહસમાંથી બચી જશે. કોને તેમને આ અંગે આશ્વસાન આપ્યું છે.’

કંગનાને સરકાર પર વિશ્વાસ
કંગનાએ કહ્યું હતું, ‘મને યોગી આદિત્યનાથજી પર અતૂટ વિશ્વાસ છે. જે રીતે પ્રિયંકા રેડ્ડીનો જે જગ્યાએ રેપ થયો હતો, તે જ જગ્યાએ તેના રેપિસ્ટને મારી નાખવામાં આવ્યા હતા, અમે પણ તે જ રીતનો ભાવુક, સ્વાભાવિક તથા આવેગપૂર્ણ ન્યાય ઈચ્છીએ છીએ.’

પ્રકાશ રાજે કહ્યું, યુપી પોલીસે આ શું કરી નાખ્યું
પ્રકાશ રાજે કહ્યું, ‘ઓહ, એકદમ નિરાશાજનક, આપણે કઈ વાતના સાક્ષી બની રહ્યા છીએ. યુપી પોલીસે આ શું કરી નાખ્યું…યોગી આદિત્યનાથ.’

ફરહાને કહ્યું, ક્યારેય નહીં ધોઈ શકાય આ ડાઘને
ફરહાને કહ્યું હતું, #હાથરસની ઘટના આ રાષ્ટ્રના તાણાવાણા પર હંમેશાં એક ડાઘની જેમ રહેશે. તે તમામ લોકો પર શરમ આવે છે, જે આવા ગુનેગારોનો બચાવ કરે છે અને તેમને કવર કરે છે. પહેલાં જ પરિવાર તૂટી ગયો હતો અને દુઃખી પરિવારને દીકરીના અંતિમ સંસ્કાર પણ કરવા દેવામાં ના આવ્યા. આ તો બર્બરતા છે. માણસાઈ મરી ચૂકી છે.’

નગમાએ કહ્યું- અંતિમ સંસ્કાર પણ ના થવા દીધા
નગમાએ લખ્યું હતું, ‘તેમણે પરિવાર પર અંતિમસંસ્કાર માટે દબાણ બનાવ્યું. યોગી આદિત્યનાથે આ ઘટનાને છૂપાવવાનો શક્ય તેટલો પ્રયાસ કર્યો. પોલીસે મોડી રાત્રે 2.45 વાગે યુવતીના અંતિમ સંસ્કાર કર્યા. તેમણે આપણા દેશની દીકરીના હિંદુ રીત-રિવાદ પ્રમાણે એક સન્માનીય અંતિમ સંસ્કાર પણ થવા દીધા નહીં.’

ઉર્મિલાએ કહ્યું, અમાનવીય છે
ઉર્મિલા માતોંડકરે કહ્યું હતું, ‘જ્યારે કોઈ મહિલાઓના દુઃખને વેચીને સત્તામાં આવે છે અને હાથરસની ઘટના પર ચૂપ રહે છે. આ અમાનવીયતાથી પણ ઉપર છે. #મીડિયા સર્કસ ચૂપ. #વુમનરાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ગાયબ, નવા ભારતનો ન્યાય?

પ્રીટિ ઝિન્ટાએ સજા આપવાની માગણી કરી

ગૌહર ખાને ગુંડરાજ કહ્યું

શું છે કેસ?
14 સપ્ટેમ્બરના રોજ ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીએ 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ પોલીસ યુવતીનો પાર્થિવ દેહ લઈને રાત્રે 12.50 વાગે તેના પૈતૃક ગામ પહોંચી હતી. જોકે, પોલીસે ઘરના લોકોને લાશ આપી નહોતી. માતા-પિતા તથા ભાઈ અંતિમવાર દીકરી ને બહેનનો ચહેરો જોવા માગતા હતા. જોકે, પોલીસે પરિવારની એક પણ વાત કાને ના ધરી અને રાત્રે 2.30 વાગે અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. પોલીસ પર આક્ષેપ છે કે અંતિમ સંસ્કારના દરમિયાન પીડિતાના પરિવારના એક પણ સભ્ય હાજર રહ્યા નહોતા. પોલીસે જ અંતિમ સંસ્કાર કર્યા હતા.

Source by [author_name]