સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. આજે (છ ઓક્ટોબર) રિયાની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. ગયા અઠવાડિયે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. લોઅર કોર્ટમાં બેવાર અરજી નામંજૂર થયા બાદ રિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. 29 દિવસથી જેલમાં બંધ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી પણ આજે પૂરી થઈ રહી છે.

NCBએ રિયાની ધરપકડ આઠ સપ્ટેમ્બરના રોજ કરી હતી. રિયાની સાથે તેના ભાઈ શોવિક, સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની જામીન અરજી પર પણ આજે જ ચુકાદો આવશે.

NCBની દલીલઃ રિયા ડ્રગ્સ સિન્ડિકેટની એક્ટિવ મેમ્બર
NCBએ રિયા તથા શોવિકની જામીન અરજીનો વિરોધ કર્યો છે. તપાસ એજન્સીએ કોર્ટમાં જમા કરાવેલી એફિડેવિટમાં કહ્યું છે કે રિયા તથા શોવિક ડ્રગ્સ સિન્ડિકેટના એક્ટિવ મેમ્બર છે અને અનેક હાઈ સોસાયટીના લોકો તથા ડ્રગ્સ સપ્લાયર્સ સાથે જોડાયેલા છે. આ બંને પર કલમ 27A લગાવવામાં આવી છે. આથી જ તેમને જામીન મળવા જોઈએ નહીં. NCBએ કહ્યું હતું કે રિયાએ ડ્રગ્સ ખરીદવાની વાત કબૂલી છે. રિયાએ સ્વીકાર્યું છે કે ડ્રગ્સ ખરીદવા માટે સેમ્યુઅલ મિરાન્ડા તથા દીપેશ સાવંત તથા શોવિકને કહ્યું હતું.

રિયાના વકીલની દલીલઃ સુશાંત પહેલેથી જ ડ્રગ્સ લેતો હતો
રિયાના વકીલ સતીષ માનશિંદેએ કોર્ટમાં કહ્યું હતું કે રિયા એક્ટર સુશાંતના જીવનમાં આવે તે પહેલેથી જ ડ્રગ્સ લેતો હતો. સુશાંતને ડ્રગ્સની લત હતી. આ વાત ત્રણ એક્ટ્રેસે કહી છે. રિયાની જેમ જ શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાને કહ્યું હતું કે સુશાંત 2019 પહેલાં જ ડ્રગ્સ લેતો હતો.

Source by [author_name]