• મુંબઈએ 5માંથી 3 મેચ જીતી છે , રાજસ્થાન છેલ્લી બંને મેચ હારી ગયું છે

બેન સ્ટોક્સના આગમનતી આઈપીએલમાં રોમાંચ વધી જશે. પિતાની તબિયત ખરાબ હોવાને લીધે ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ટૂર્નામેન્ટમાં મોડેથી જોડાયો છે. આખરે તે દુબઈ પહોંચી ગયો છે. તેના આગમનથી રાજસ્થાન રોયલ્સના અસંતુલિત લાઈન-અપને મજબૂતી મળશે. સ્ટોક્સ મંગળવારે અબુ ધાબી પહોંચ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સંપૂર્ણ સંતુલિત અને મજબૂત ટીમ છે. તેના બેટ્સમેન ધમાલ મચાવી રહ્યા છે, ફાસ્ટ બોલરો ફોર્મમાં છે અને સ્પિનર પણ સારો દેખાવ કરી રહ્યા છે.

ખરીબ ફર્મમાં રહેલા ક્વિન્ટન ડીકોકે હૈદરાબાદ સામે અડધી સદી ફટકારીને ફોર્મ પાછું મેળવ્યું છે. ઈશાન કિશનથી શરૂ થતો મધ્યમ ક્રમ પણ સારો છે. કિરોન પોલાર્ડ, હાર્દિક અને કૃણાલ પંડ્યા મેચનું પાસું પલટી શકે છે.

સામે પક્ષે રાજસ્થાન સામે કેટલીક સમસ્યા છે. સૌથી મોટી સમસ્યા ટીમ બેલેન્સની સ્ટોક્સના આગમનથી સમાપ્ત તશે. જોકે, તે ક્વોરેન્ટાઈન નિયમને લીધે કાલમી મેચ કદાચ જ રમી શકે. ટીમનો સંજુ સેમસન સારા ફોર્મમાં છે. રોબિન ઉથપ્પાનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. ફાસ્ટ બોલરોનું પ્રદર્શન પણ સારું નથી. ફાસ્ટ બોલરોમાં કદાચ ફેરફાર થઈ શકે છે. મુંબઈ જેવી બોલિંગ કોઈની પાસે નથી.

બંનેએ 11-11 મેચ જીતી છે, એકનું પરિણામ આવ્યું નથી
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ 23 વખત ટકરાઈ છે. બંનેએ 11-11 મેચ જીતી છે અને એક મેચનું પરિણામ આવ્યું ન હતું. છેલ્લી 5 મેચમાં રાજસ્થાને ચાર જીતી છે, જ્યારે મુંબઈએ માત્ર એક જ જીતી છે.

Source by [author_name]